25/01/2024
શિહોર તાલુકો(દ્વિતીય)
📌 નિ:શુલ્ક ઓનલાઈન તાલીમ અને લેપટોપ વિતરણ કાર્યક્રમ
દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો માટે એટી & ટી ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ , વિદ્યાનગર, ભાવનગર દ્વારા વર્તમાન સમયને અનુલક્ષિને તેમજ દિવ્યાંગજનોને અનુકુળ રહે તે માટે ઓનલાઈન કોમ્પ્યુટર વિતરણ તેમજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ તા. 24/01/2024 બુધવાર ના રોજ 10:00 થી 3:00 કલાકે જે કોમ્પ્યુટર બેઝિક કમ્પ્યુટર ફંડામેન્ટલ કોર્સ ની દ્વિતીય બેચ શરૂ થવા જઈ રહી હોય, જેમાં શિહોર તાલુકાના 28 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ઓનલાઈન તાલિમ અર્થે સંસ્થા દ્વારા 28 નંગ અદ્યતન લેપટોપ ,હેન્ડસફ્રી તેમજ ઈન્ટરનેટ જોડાણ માટે પ્રિપેઈડ ડોંગલ જેવાં સંસાધનો નિ:શુલ્ક વિતરણ સંસ્થા ના ટ્રસ્ટીગણ તથા દાતાશ્રી USA સ્થિત શ્રી પ્રફુલ ભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું. આ તમામ વિદ્યાર્થીઓને આજ રોજ સંસ્થા ખાતે વિદ્યાર્થી તેમજ તેમના વાલી સાથે મીટીંગ કરી જે ઘરે બેઠા તેઓ તાલિમ મેળવી શકે તેવા હેતુ સહ ઓનલાઈન તાલિમ પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પાઠવવામાં આવ્યું.
📕 ધન્યવાદ
💐 project coordinator : Mehul Budheliya
Senior Executive : Suketu A Shah
🔴 શુભેચ્છકશ્રી
દિવ્યાંગજન પ્રતી સંવેદનશીલ તથા સેવાભાવી મનસુખ ભાઈ કનેજીયા, શુભમ ચૌહાણ, કમલેશ ભાઈ સોલંકી, તથા ગોહિલ ભાવેશભાઈ