22/11/2021
*Environmental Ethics
______________________
1. હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો નહીં છોડુ.
2. હું મારી થાળીમાં જમવાનું રહેવા નહીં દઉં,તેમજ અન્નનો બગાડ પણ નહિ કરું.
3. હું પેપરની બંને સાઈડ નો ઉપયોગ કરીશ અને એક સાઈડ વપરાયેલ પેપર ની બીજી સાઈડ નો પણ ઉપયોગ કરીશ.
4. હું કચરો ગમે ત્યાં નહીં ફેકું.
5. હું વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દઈશ.
6. હું AC, RO કે વોશિંગ મશીન માંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરીશ..
7. હું નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલર નો ઉપયોગ કરીશ.
8. હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ ત્યારે કપડા ની બેગ લઈને જ નીકળીશ.
9. હું આજે એક છોડ વાવીશ અને આખું વર્ષ એનું જતન કરીશ.
10. હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી સાથે મારી પાણીની બોટલ રાખીશ.
11. હું મારા વાહનોને ધોવાની જગ્યાએ, ભીના કટકાથી તેની સફાઈ કરીશ.
12. હું દૂધ નું પાઉચ કે કોઈપણ પેકેટ કાપતી વખતે તેના ઉપરનો કટપીસ એમાં જ લટકતો રહે એવી રીતે એને કાપીશ
13. હું પ્લાસ્ટિકના પેકેટ માં થયેલ નાસ્તાનો ઉપયોગ ટાળીશ.
14. હું લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, બારી-બારણા ખોલી ને કુદરતી હવા અને સૂર્યપ્રકાશ નો ઉપયોગ વધારીશ.
15. હું પક્ષીઓ માટે ઘરના આંગણે પાણી નું બાઉલ રાખીશ અને તેમના માટે ચણ નાખીશ.
16. હું નજીકના અંતરે જવા ચાલીને જઈશ અથવા સાઇકલનો ઉપયોગ કરીશ.
17. હું વપરાશમાં ન હોય એવા લાઈટ પંખાની સ્વિચ બંધ કરીશ.
18. હું મારા મોબાઈલ ડેટા કે વાઇફાઇની જયારે જરૂર ન હોય ત્યારે.... અને ખાસ કરીને રાત્રે... બંધ કરી દઈશ.
19. હું સિગ્નલ પર કે કોઈક લાઈનમાં 20. સેકન્ડથી વધારે રાહ જોવાની હોય ત્યારે મારા વ્હિકલનું એન્જિન બંધ કરી દઈશ
21. હું એસી નો વપરાશ ઘટાડીશ અને એને જ્યારે વાપરીશ ત્યારે ૨૪થી ૨૬ ડિગ્રી પર રાખીશ.
22. હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ reusable વસ્તુઓ જ વાપરીશ.
23. હું પેપર, પૂઠા, ખાલી ખોખા, દૂધના પાઉચ, 75 માઈક્રોન થેલી, ડબ્બી ઓ...જેવી recyclable વસ્તુઓને dustbin ના નાખતા એને કાબડીને આપીશ અથવા એનું દાન કરીશ.
24. હું આજથી ઓછામાં ઓછું એક ડોલ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ
25. હું મારા પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીશ
26. હું વોશિંગ મશીનમાં ધોવા માટેના પૂરતા કપડા ભરાય પછી જ મશીન ચાલુ કરીશ.
27. *હું ઘરમાં આવતા રેપર/ સિંગલ યુઝ પ્લાસ્ટિક ની ઈકોબ્રિક બનાવીશ.*
28. હું પર્યાવરણને બચાવવા માટે અથાક પ્રયત્ન કરીશ.
29. હું આ મેસેજ વધુમાં વધુ લોકોને ફોરવર્ડ કરીશ.
*પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ*
DR.P.B.VYAS MD center incharge AIILSG bhavnagar sardarnagar team