14/10/2025
જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ડ્રોપાઉટ ગર્લ્સ એટલે કે અભ્યાસ અધૂરો મુકેલ હોય તેવી દીકરીઓ ને ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે અપાતી એચપીવી વેક્સિન વિના મૂલ્ય આપવાનું અભિયાન શરૂ કરેલ છે.
તેના અનુક્રમે જામનગર તાલુકા પછી ધ્રોલ તાલુકા ને કવર કરવા માટે અમારી ટીમ ડોક્ટર જીતલબેન ભટ્ટ તથા ડોક્ટર પ્રવિણાબેન સંતવાણી બે દિવસ ધ્રોલ તાલુકાના જુદા જુદા 16 ગામોમાં જઈ અને આ દીકરીઓને વેક્સિન વિના મૂલ્ય આપી.
આ દીકરીઓને તથા તેમના માતા પિતાને બોલાવી અને તેમને કાઉન્સિલ કરવાનું કાર્ય ધ્રોલ તાલુકાના ટીડીઓ ડોક્ટર ફેઝ તથા નીતાબેન રાઠોડ હેલ્થ સ્ટાફની મદદથી દિવાળીના તહેવારો હોવા છતાં ખૂબ સારી રીતે બજાવ્યું.
માનનીય શ્રી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો પણ આ માટે મોટીવેશન પ્રાપ્ત થયું .
જાવ્યા ગામના સરપંચ તથા પુરા તાલુકાની દીકરીઓના જ્ઞાનના 1970 થી પુરસ્કર્તા, એમડી મેહતા સ્કૂલના ડિરેક્ટર શ્રી સુધાબેન ખંઢેરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ધ્રોલ તાલુકાના ઇટાળા , સુમરા,હમાપર ,માનસર,ખેંગારકા ,સણોસરા,ખારવા,લૈયારા ,જાયવા ,ભેસદણ, રોજી યા, નવા ગરેડીયા, ધ્રોલ અર્બન, લતીપર, ધ્રોલ. ગામોની દીકરીઓને આવરી લેવામાં આવી.
આ પહેલા રાઉન્ડમાં લગભગ 66 દીકરીઓને વેક્સિન આપવામાં આવી તથા તેમને કોઈ જાતનું રિએક્શન તથા સાઇડ ઇફેક્ટ થઈ નથી તેવું સંસ્થાના પ્રમુખ ડોક્ટર કલ્પનાબેન ખંઢેરીયા જણાવે છે.
આ બદલ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ યુ
અખિલ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સંતોષમ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર, નલીની શાહ કેન્સર કેર ફાઉન્ડેશન યુ.એસ.એ, અનિકેત કોમ્યુનિટી સેન્ટર યુ.એસ.એ, ગ્લોબલ કરમા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી બટુકભાઈ ખંડેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વિશાલ શ્રી માળી લુકાગજ કુંવરજી પક્ષ જ્ઞાતિ જૈન યુવક મંડળ" આ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે.