Barmeda Surgical Hospital

Barmeda Surgical Hospital Barmeda Surgical Hospital is a first-rate surgical hospital providing competitive and comprehensive

12/11/2025
*પેટ અને હરસ ને લગતા દર્દો માટે**"ફ્રી નિદાન કેમ્પ"*દર્દીનારાયણની સેવાના ૧૬ વર્ષ પૂર્ણ કરી ૧૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્...
12/11/2024

*પેટ અને હરસ ને લગતા દર્દો માટે*
*"ફ્રી નિદાન કેમ્પ"*

દર્દીનારાયણની સેવાના ૧૬ વર્ષ પૂર્ણ કરી ૧૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે જૂનાગઢની *"બારમેડા સર્જીકલ હોસ્પિટલ"* દ્વારા દર્દીઓની સેવા કાજે પેટ ને લગતા તમામ રોગો જેવા કે જૂનો દુ:ખાવો, ગેસ, એસિડિટી, એપેન્ડીકસ, કબજિયાત, પથરી વગેરે તથા હરસ, મસા, ભગંદર વગેરેના દર્દીઓ માટે તા.17.11.2024 ; રવિવારના રોજ બારમેડા સર્જિકલ હોસ્પિટલ, હિરાપન્ના કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, જૂનાગઢ ખાતે ૩૬ વર્ષના અનુભવી સિનિયર પેટના દર્દોના નિષ્ણાત ગેસ્ટ્રો સર્જન *ડો. શૈલેશભાઈ બારમેડા* દ્વારા તદ્દન ફ્રી નિદાન કરી આપવામાં આવશે.
ઉપરોક્ત કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે મર્યાદિત સંખ્યામાં દર્દીઓને તપાસી શકાશે. આથી, દર્દીઓએ અનિવાર્યપણે વહેલી તકે અગાઉથી નામ નોંધણી કરાવી લેવા યાદીમાં જણાવાયુ છે.
📋 રજીસ્ટ્રેશન માટે સંપર્ક :-
0285 2631213
9106782466

ફ્રી નિદાન કેમ્પ તારીખ :-
17.11.2024 ; રવિવાર.
🕘 સવારે 9 વાગ્યાથી...
🏥 સ્થળ : -
બારમેડા સર્જિકલ હોસ્પિટલ
હિરાપન્ના કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, જૂનાગઢ.

*ખાસ નોંધ: કેમ્પમાં બતાવવા માટે દર્દીઓએ અગાઉથી નામ નોંધણી કરાવવી ફરજિયાત છે.*

🩺 *બારમેડા સર્જીકલ હોસ્પિટલ* 🩺------------------------------------------------૯ નવેમ્બર, ૨૦૨૪.*દીપાવલી પર્વ બાદ નૂતન વર્...
09/11/2024

🩺 *બારમેડા સર્જીકલ હોસ્પિટલ* 🩺
------------------------------------------------
૯ નવેમ્બર, ૨૦૨૪.
*દીપાવલી પર્વ બાદ નૂતન વર્ષના શુભારંભે આપને અને આપ્તજનોને હૈયાના હેતભીના અગણિત અભિનંદન..*
આપના શુભાશિષ અને ઉષ્માસભર સહયોગ સાથે.. *"બારમેડા સર્જીકલ હોસ્પિટલ"* સેવાના ૧૬ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી *૧૭ મા વર્ષ માં મંગલ પ્રવેશ* કરી રહી છે ત્યારે.. સર્વોત્તમ સેવાના શુભ સંકલ્પ સાથે ભાવપૂર્ણ અભિવંદન..

*ડૉ. શૈલેશ બારમેડા.* 🩺
(MS, FMAS, FIAGES.)
- *પેટના દર્દોના નિષ્ણાંત સર્જન*
- ૧૯૮૮ (૩૬ વર્ષો)થી સતત આપની સેવામાં કાર્યરત.
*બારમેડા સર્જીકલ હોસ્પિટલ*,
હીરાપન્ના કોમ્પલેક્ષ, પાંચમા માળે,
બસ સ્ટેશન રોડ, જૂનાગઢ.
📞: 0285 2631213
વેબ સાઈટ:
www.barmedasurgery.com

🙏🏻 *સર્વે સંતુ નિરામય:* 🙏🏻

🌟🛕🥳 *શુભ દીપાવલી* 🥳🛕🌟
31/10/2024

🌟🛕🥳 *શુભ દીપાવલી* 🥳🛕🌟

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🙏🏻*૭૫ મા પ્રજાસત્તાક દિન પર્વ પર સૌને**ખૂબ ખૂબ અભિનંદન અને**હાર્દિક શુભકામનાઓ.**જય હિંદ.. વંદે માતર...
26/01/2024

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🙏🏻

*૭૫ મા પ્રજાસત્તાક દિન પર્વ પર સૌને*
*ખૂબ ખૂબ અભિનંદન અને*
*હાર્દિક શુભકામનાઓ.*
*જય હિંદ.. વંદે માતરમ્..*

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🙏🏻

જય શ્રી રામ.. જય જય શ્રી રામ. 🚩🙏
21/01/2024

જય શ્રી રામ.. જય જય શ્રી રામ. 🚩🙏

🩺 *બારમેડા સર્જીકલ હોસ્પિટલ* 🩺---------------------------------------૯ નવેમ્બર, ૨૦૨૩.*દિપાવલી પર્વ અને નૂતન વર્ષના શુભાર...
09/11/2023

🩺 *બારમેડા સર્જીકલ હોસ્પિટલ* 🩺
---------------------------------------
૯ નવેમ્બર, ૨૦૨૩.

*દિપાવલી પર્વ અને નૂતન વર્ષના શુભારંભે આપને અને આપ્તજનોને હૈયાના હેતભીના અગણિત અભિનંદન.*
આપના શુભાશિષ અને ઉષ્માસભર સહયોગ સાથે..
*"બારમેડા સર્જિકલ હોસ્પિટલ"* સેવાના ૧૫ વર્ષ સફળતાપુર્વક પૂર્ણ કરી *૧૬ મા વર્ષ માં મંગલ પ્રવેશ* કરી રહી છે ત્યારે, સર્વોત્તમ સેવાના શુભ સંકલ્પ સાથે ભાવપૂર્ણ અભિવંદન..

*ડૉ. શૈલેશ બારમેડા.* 🩺
(MS, FMAS, FIAGES.)
- *પેટના દર્દોના નિષ્ણાંત સર્જન* ડોક્ટર.
- ૧૯૮૮(૩૫ વર્ષો)થી સતત આપની સેવામાં કાર્યરત.

*બારમેડા સર્જીકલ હોસ્પિટલ*,
હીરાપન્ના કોમ્પલેક્ષ, પાંચમા માળે,
બસ સ્ટેશન રોડ, જૂનાગઢ.
📞: 0285 2631213

વેબ સાઈટ:
www.barmedasurgery.com

🙏🏻 *સર્વે સંતુ નિરામય:* 🙏🏻

અકિલા, ૨૨/૩/૨૩. પાના નંબર ૧૦.
23/03/2023

અકિલા, ૨૨/૩/૨૩. પાના નંબર ૧૦.

📣 *પંદરમા વર્ષ માં પ્રસન્ન પદાર્પણ* 📣---------------------------------------તારીખ પ્રમાણે ૯ નવેમ્બર.. અને તિથિ મુજબ દેવ ...
09/11/2022

📣 *પંદરમા વર્ષ માં પ્રસન્ન પદાર્પણ* 📣
---------------------------------------

તારીખ પ્રમાણે ૯ નવેમ્બર..
અને તિથિ મુજબ દેવ દિવાળીના પવિત્ર દિવસે..
*"બારમેડા સર્જિકલ હોસ્પિટલ"*
સફળતાપૂર્વક ચૌદ વર્ષ પૂર્ણ કરી *પંદરમા વર્ષ માં મંગલ પ્રવેશ* કરી રહી છે.

ગત વર્ષોમાં હજજારો દર્દી નારાયણની સેવા કરવાનો,, સહાનુભૂતિપૂર્વક સફળ સારવાર અને ઓપરેશન થકી દર્દ નિવારણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ અનેરી સફળતા માટે વડીલો અને ઈશ્વરના આશીર્વાદ તથા આપ સૌના અતૂટ વિશ્વાસ અને સહકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
આવનારા સમયમાં પણ દર્દી નારાયણના હિતમાં કાર્ય કરવાની ખાત્રી સાથે..
આપ સૌનો ખૂબ ખૂબ આભાર..
ધન્યવાદ.

*ડૉ શૈલેશ બારમેડા.*
- MS, FMAS, FIAGES.
- પેટના દર્દોના નિષ્ણાંત સર્જન ડોક્ટર.
- ૧૯૮૮(૩૪ વર્ષો)થી સતત આપની સેવામાં કાર્યરત.

*બારમેડા સર્જીકલ હોસ્પિટલ*,
હીરાપન્ના કોમ્પલેક્ષ, પાંચમા માળે,
બસ સ્ટેશન રોડ, જૂનાગઢ.
📞: 0285 2631213
વેબ સાઈટ:
www.barmedasurgery.com

*સર્વે સંતુ નિરામય:*

📣 *ખૂબ જ અગત્યનું.. જાણવું સૌ માટે અત્યંત જરૂરી* 📣✳️ *"કાર્ડિયાક અરેસ્ટ"* ------------------------ *"C.P.R." : Cardiopul...
20/10/2022

📣 *ખૂબ જ અગત્યનું.. જાણવું સૌ માટે અત્યંત જરૂરી* 📣

✳️ *"કાર્ડિયાક અરેસ્ટ"*
------------------------
*"C.P.R." : Cardiopulmonary Resussitation..* can be *"life saving."*
----------------------------------
🔶 *દરેક પરિવારના દરેક વ્યક્તિએ અનિવાર્યપણે જાણવા યોગ્ય માહિતી..*
-----------------------------------
વ્હાલા સ્નેહીજનો..
આપ સૌને સમાજમાં અવારનવાર એવા દુઃખદ અવસાનના સમાચાર મળતા રહે છે કે.. *પ્રમાણમાં તંદુરસ્ત અને પ્રવૃત્તિશીલ વ્યક્તિનું અચાનક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ* થયું છે.. જે તે વ્યક્તિના પરિવારજનો માટે આ એક અત્યંત દુઃખદ અને અસહ્ય પરિસ્થિતિ બની રહે છે.
અચાનક આવું બને,, હૃદય બંધ પડી જાય ત્યારે.. શું એ વ્યક્તિનો *જીવ બચાવી શકાય* છે?? કેવી રીતે??

મિત્રો.. આમાં *સમય* ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શરૂઆતની એક એક પળ કિંમતી હોય છે. ડોકટર કે જાણકાર વ્યક્તિની તાત્કાલિક મદદ મળી રહે તો સારું છે પણ.. મોટાભાગના કિસ્સાઓમાં એ શક્ય બનતું નથી. એમની રાહ જોવામાં રહીએ તો જીવ બચાવવા માટેનો ખૂબ જ અગત્યનો સમય જતો રહે છે..
આવી પરસ્થિતિમાં જે તે સમયે *જે તે વ્યક્તિની સાથે રહેલી "કોઈપણ" વ્યક્તિએ જ જીવ બચાવવા માટે તાત્કાલિક પ્રયત્ન કરવો જ પડે.* આ પ્રયત્ન પ્રમાણમાં સહેલાઇથી કરી શકાય છે.
- હૃદય બંધ પડી જાય ત્યારે વ્યક્તિ એકદમ મૃતપાય અવસ્થામાં હોય છે. શ્વાસ અને નાડીના ધબકારા બંધ પડી જાય છે.
- આવી સ્થિતિમાં તે વ્યક્તિના ખભા થપથપાવવા છતાં કોઈ પ્રતિક્રિયા ન મળે તો..
- ખૂબ જ ઝડપથી નજીકની અન્ય વ્યક્તિઓ અને એમ્બ્યુલન્સની મદદ માંગી લો તુરંત જ આ સાથેના વીડિયોમાં બતાવ્યા પ્રમાણે *"CPR"* ચાલુ કરી દો..

🔶 એવા અસંખ્ય કિસ્સા મારા ધ્યાનમાં છે કે છેલ્લી ઘડીએ કરવામાં આવેલા આવા પ્રયત્ન સફળ રહ્યા હોય અને જે તે વ્યક્તિ થોડીવારમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હોય અને પછી લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શક્યા હોય!

આ માટે *"જીવન રક્ષક એવી જરૂરી માહિતીનો વિડીઓની લિંક"* આ સાથે મૂકું છું. આપણા સ્વજનોની જિંદગી બચાવવાના પ્રયત્નના ભાગરૂપે દરેક પરિવારના દરેક વ્યક્તિએ અનિવાર્યપણે આ અને આવા અન્ય ઉપયોગી વિડીઓ જોઈને માહિતગાર થવું જ રહ્યું.

🕉️ *सर्वे भवन्तु सुखिन:*
*सर्वे सन्तु निरामया:*

- ડૉ શૈલેશ બારમેડા.
જૂનાગઢ.
મો. ૯૮૨૪૫૦૧૧૪૦

તા. ક.:
- ડાયાબિટીસના દર્દીને શરીરમાં સુગર લેવલ ઘટી જાય ત્યારે તે વ્યક્તિને ચક્કર આવે અને બેભાન થઇ જાય..
તેમાં અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ફરક છે. ડાયાબિટીસ માં સુગર ઘટી જવાના કેસમાં શરૂઆતમાં દર્દીના શ્વાસ અને નાડીના ધબકારા ચાલુ હોય છે, જ્યારે હૃદય બંધ પડી જવાના કેસમાં શ્વાસ અને નાડીના ધબકારા બંધ પડી જાય છે.
ડાયાબિટીસના દર્દીને સુગર ઘટી જવાના કેસમાં ખાંડ કે ગ્લુકોઝ વગેરે આપતા જ તુરંત દર્દીને રાહત મળે છે.. તેવી જ રીતે *હૃદય બંધ પડી જવાના કેસમાં CPR/કાર્ડિયાક મસાજ કરવાથી દર્દીનું હૃદય ફરીથી ચાલુ થઈ જાય તો દર્દીને નવું જીવન મળે છે.*
- પરિવારના કોઈપણ સભ્ય, મિત્ર કે કોઈ અજાણી વ્યક્તિ પણ જે તે વ્યક્તિનો જીવ બચાવવામાં નિમિત્ત બની શકે છે.
- જૂનાગઢના જ એક જાણીતા તબીબને થોડા વર્ષો અગાઉ જાહેર રસ્તા પર જ કાર્ડિયાક અરેસ્ટની તકલીફ થયેલ.. પરંતુ સમયસર CPR સારવાર મળી જતા જીવ બચી ગયો અને આજે એ તબીબ એકદમ નોર્મલ, તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. આવા તો અનેક ઉદાહરણ મારી નજર સામે છે.
- થોડા દિવસ પહેલાં જ મારા બનેવી અને થોડા વર્ષો પહેલા મારા પિતાજી.. બંનેનું અવસાન અચાનક હૃદય બંધ પડી જવાના કારણે થયું..
કમનસીબે બંને કેસમાં શરૂઆતના સમયમાં નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા.. જે તે સમયે વ્યક્તિ સાવ એકલા જ હોય ત્યારે કશું જ થઈ શકતું નથી.

✳️ કટોકટીની નાજુક પળોમાં જીવન રક્ષક બની શકે એવા આ મેસેજ અને વીડિયોનો શક્ય એટલો વધુ ને વધુ ફેલાવો કરવા આગ્રહપૂર્વકની વિનંતી છે. 🙏🏻😔

https://youtu.be/Mo6XfFIbSEE

કાર્ડિયાક અરેસ્ટ/હૃદય બંધ પડી જવાના કેસમાં જે તે વ્યક્તિ માટે જીવન રક્ષક એવી CPR સારવારનો માર્ગદર્શક વિડીઓ.
ધ્યાનપૂર્વક,, અચૂક નિહાળો. 🙏🏻😔

CPR 10 Is based on the formula of ten created by Padmashri Awardee Dr K K Aggarwal " within ten minuets death, earlier the better, for the next atlest ten m...

Address

Hira Panna Complex, 5th Floor, Bus Stand Road
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Barmeda Surgical Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category