20/09/2025
સાપ્તાહિક રાશિ ભવિષ્ય ______પં. ડો. હિતેષ એ. મોઢા
{{ 21 September 2025 થી 27 September 2025 સુધીનું રાશ્યાદિ ભવિષ્ય }}
#ઇશાનએસ્ટ્રોવાસ્તુ_સાપ્તાહિક_રાશિફળ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય
( ૧ )મેષ :-- લેખન તથા સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતક તથા પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ એકમના જાતક માટે માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. દરેક પ્રકારના શૈક્ષણિક એકમના જાતક- શિક્ષક, કર્મચારી, વહીવટ કર્તા માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા ધમાલિયું જણાશે. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક પ્રતિકૂળ અથવા મધ્યમ નીવડશે. તમામ વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભદાયી જોવા મળશે. જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ સરેરાશ રહેશે. ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત માટે આ સાનુકૂળ સપ્તાહ. ૨૭ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ :-- એનિમલ ફોડર્સ એકમના જાતક તેમજ કૃષિ સંબંધિત -ધંધા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ, કે સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેવાના સંયોગ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે આકસ્મિક લાભ મળવાના સંયોગ. મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૩ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.
(૩) મિથુન :-- સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે સંલગ્ન જાતક એવમ શિક્ષક ગણ તેમજ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વ્યવસ્થા તંત્ર તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે સાથે અનેક નવી તક મળવાની સંભાવના. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. સગા તથા સ્નેહીજન વચ્ચે હળવો ખટરાગ થવાના સંયોગ. વિદ્યાર્થી ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકર્તા જણાશે. ૨૩ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.
(૪) કર્ક :-- આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં મોટા મોટા લાભ થવાના સંયોગ. તમામ પ્રકારના કન્સલ્ટિંગ ફર્મસના જાતક તેમજ તમામ પ્રકારના લીગલ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. રિયાલ્ટી એકમના જાતક માટે બહુ ચડાવઉતાર રહેશે. સંભાળીને કામકાજ કરવા. ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ હળવું લાભદાયક જણાશે. નાના તથા છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. જીવનમાં સંવાદિતા તથા સુમેળમાં વધારો થવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ૨૪ સપ્ટેમ્બર સાધારણ નીવડશે.
(૫) સિંહ :-- પ્રવાહી આહાર, પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત તથા લાભદાયક નીવડશે. ફેશન તેમજ ફેબ્રીક, રેડીમેડ ગારમેન્ટ રીલેટેડ ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે હળવું લાભદાયક સપ્તાહ. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમ તથા વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તક મળવાની પણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા-કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. ૨૬ સપ્ટેમ્બર સાવ સાધારણ રહેશે.
(૬) કન્યા :-- આ સપ્તાહે, લાંબા સમયથી વણસી ગયેલ સંબંધમાં સમાધાન અથવા સુમેળ થવાના સંયોગ + પૂર્ણ સંભાવના. શેર બજાર તથા કોમોડિટીના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. ગ્રેઈન મર્ચન્ટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વિશેષ લાભકર્તા નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક- વ્યાપાર કે વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ આર્થિક રીતે અર્ધ લાભકારક તેમજ વ્યસ્ત રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહે બઢતી મળવાની પૂર્ણ સંભાવના. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત અને સાનુકૂળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી આ સપ્તાહ લાભકારક નીવડશે. ૨૩ સપ્ટેમ્બર સરેરાશ રહેશે
(૭) તુલા :-- જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતક (( સ્ટાર & સેલેબલ પર્શન)) માટે આ સપ્તાહ થોડું પ્રતિકૂળ જણાશે. તમામ ઔધોગિક એકમ વાળા જાતકને આ સપ્તાહ દરમિયાન અનેક નવી તક મળશે, વ્યસ્ત રાખશે, સાથે આર્થિક રૂપે લાભદાયક નીવડશે. જથ્થાબંધ ગ્રેઈન & ગ્રોસરીના વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા લાભદાયી નીવડશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારું રહેશે. ૨૨, ૨૩ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.
(૮) વૃશ્ચિક :-- રીસાઈકલીંગ એકમના જાતક તથા પોલીમર્સ અને તેને રીલેટેડ પ્લાસ્ટિક, સ્પોંજ તથા ફોર્મ જેવા તમામ ઉત્પાદના વ્યાપારી જાતક તથા ઔદ્યોગિક એકમના જાતક આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડશે. આ સિવાયના, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ પણ ભાગ દોડ વાળું એવમ હળવું લાભદાયક રહેશે. અતિ પરિશ્રમ વાળા વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક નીવડશે. મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૨૬ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.
(૯) ધન :-- જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડશે. લોક સાહિત્યકાર, સંત-મહાત્માઓ માટે પણ આ સપ્તાહ લાભકારી નીવડશે. બેંકિંગ - વીમા એકમ જેવા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અનેક તકો વાળું તથા લાભકર્તા નીવડશે. નાના મોટા તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા પ્રગતિકારક નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ અર્ધ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહે બઢતી બદલી ની સંભાવના. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ૨૬ સપ્ટેમ્બર અર્ધ-સાનુકૂળ નીવડશે.
(૧૦) મકર :-- આ સપ્તાહ દરમિયાન ઉતાવળવૃતિ તથા ત્વરીત પ્રતિક્રિયા પર નિયંત્રણ રાખવું. સાથો સાથ આરોગ્ય બાબતે વિશેષ સંભાળ રાખવી. રેસ્ટોરન્ટ, હોટેલ તથા ટ્રાવેલ એજન્સી ના જાતક માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભકારક નીવડશે. જથ્થાબંધ તથા વિદેશ વ્યાપાર અથવા વિદેશ સંબંધિત ઉત્પાદના તમામ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભવંતુ નીવડી શકે તેવી સંભાવના, સાથે નવી તક મળવાની સંભાવના. અન્ય, વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. સરકારી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ સાથે બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. ૨૩ સપ્ટેમ્બર સાધારણ રહેશે.
(૧૧) કુંભ :-- જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાના સંયોગ. સર્વિસ બિઝનેસના જાતક તેમજ મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ કન્સલ્ટીંગ ફર્મસના જાતક માટે આ સપ્તાહ ભાગદોડ વાળું અને વ્યસ્ત નીવડે તેવી સંભાવના. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થ તથા કોલસા સંબંધિત ઔદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમના જાતક આ સપ્તાહ લાભકારક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક જણાશે. ૨૨ તથા ૨૩ સપ્ટેમ્બર સાવ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન:-- પેટ્રોલિયમ ઉત્પાદ તથા અન્ય પ્રવાહી કે ઘન જવલનશીલ પદાર્થ તથા ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. ધંધા વ્યવસાયના પેન્ડીગ રહેલ કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજયક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની પણ સંભાવના. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ અથવા હળવું પ્રતિકૂળ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ અને વ્યસ્ત રહેશે. સગા સ્નેહી તથા મિત્ર સાથે તનાવ વાળુ વાતાવરણ રહે તેવી સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવું લાભદાયક સપ્તાહ. ૨૪ તથા ૨૬ સપ્ટેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 --https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ------- 20 September 2025 શનિવાર ના રાજકોટથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક ''અબતક'' એવમ ''ખબર જગત'', ''પોરબંદર ખબર'' તથા સુરતથી પ્રકાશિત તથા દૈનિક ''હોટલાઈન'' માં દર શનિવારે કટાર રૂપે નિયમિત રૂપે પ્રકાશિત થતા મારા લેખની આ પ્રત છે.