05/09/2020
મારું નામ રમેશભાઈ સિંધવ છે.મને કોરોનાની તકલીફ જણાતા તાત્કાલિક પરમ હોસ્પિટલનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું.ત્યાં #ડૉમયંકઠક્કર તથા #ડૉપિયુષદેત્રોજા સર નું સૂચન કરવામાં આવ્યું. તાત્કાલિક પરમ હોસ્પિટલ પહોંચતાં મારા રીપોર્ટ કરવામાં આવ્યા અને મારો રિપોર્ટ પોઝીટીવ આવતા મને પરમ સીટી કેર સેન્ટર માં રાખવામાં આવ્યા.ત્યાં મને ખૂબ સારી સર્વિસ તથા સારવાર મળી પરંતુ મારી તબિયત બગડી અને શ્વાસ ની તકલીફ વધી જતાં #ડૉપિયુષદેત્રોજા સર અને #ડૉમયંકઠક્કર સર ને જાણ થતાં તુરંત ઇમરજન્સી માં મને પરમ હોસ્પિટલ લાવવામાં આવ્યા. ત્યાં મારી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. બંને ડોક્ટર ની મેહનત થી મને શ્વાસ ,ઉધરસમાં મને ધીરે ધીરે ફેર પડવા લાગ્યો,અહીંના સ્ટાફ કલાકે કલાકે મારા પલ્સ ચેક કરતા, કલાકે બીપી ચેક કરતા અને મને બધા રીપોર્ટસ જણાવતા અને દિવસ રાત મહેનત કરી મારું ધ્યાન રાખી મને સાંત્વના આપતા. આજે ઇશ્વર ની #પરમ કૃપા થી મારી તબિયત માં ઘણો સુધારો છે અને આજે સાત દિવસ પછી રજા આપવામાં આવી છે. હું પરમ હોસ્પિટલ નો ખુબ આભાર વ્યક્ત કરું છું.