29/06/2020
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયેલ મહારાષ્ટ્રના પરમધામ આશ્રમમાં કોઇ પણ સંત સતીજીઓ માટે ચાતુર્માસ સ્થિરતાની વ્યવસ્થા.
✨✨✨✨✨✨✨✨🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
▪️વર્તમાન સમયની મહામારીના સંયોગોને અનુલક્ષીને જે કોઈપણ સંત-સતીજીઓને આ વર્ષના ચાતુર્માસ માટે મુશ્કેલી હોય તો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયેલા પરમધામ આશ્રમમાં તેમના માટે ની દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
▪️મહારાષ્ટ્રના પડઘા ક્ષેત્રમાં સ્થિત 30 રૂમ ધરાવતો આ પરમધામ આશ્રમમાં દિગંબર, તેરાપંથી, દેરાવાસી કે સ્થાનકવાસી આ ચારે ફિરકાના કોઈપણ સંત - સતીજીઓને ચાતુર્માસ વ્યતીત કરવું હોય તેમના માટે આશ્રમની અંદર જ ગૌચરી પાણી આદિ દરેક પ્રકારની વ્યવસ્થા ટ્રસ્ટીઓ તરફથી કોઈપણ પ્રકારના પંથ ભેદ રાખ્યા વિના કરી આપવામાં આવશે.
▪️ચાતુર્માસ પુર્ણાહૂતિ સુધી ગૌચરી પાણી આદિ દરેક પ્રકારની સેવા, વૈયાવચ્ચ સાથે ડોક્ટર, દવા આદિની પણ પૂર્ણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
▪️જે કોઈ સંત-સતીજીને પરમધામ આશ્રમમાં ચાતુર્માસ બિરાજમાન થવું હોય તેમણે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી જેથી અમે યોગ્ય વ્યવસ્થા કરી આપને શાતા સમાધિ પમાડવાનો પ્રયત્ન કરી શકીએ.
- પરમધામ આશ્રમ, પડઘા મહારાષ્ટ્રના ટ્રસ્ટીગણ તરફથી
098200 71477
Devanupriya Shree Hemantbhai Thosani