Purohit Orthopaedic Hospital

Purohit Orthopaedic Hospital Trauma, Joint Replacement and Comprehensive Orthopaedic care Hospital.

Sub-meniscal arthrotomy is an extensile version of Anterolateral approach to upper tibia.It is used while operating comm...
26/09/2023

Sub-meniscal arthrotomy is an extensile version of Anterolateral approach to upper tibia.
It is used while operating comminuted upper tibia fracture or depression fracture for direct assessment of jointline.
Here are the images of operated case of upper tibia depression fracture by Dr. Parthiv Raval.

64 વર્ષ ના મહિલા ને 9 મહિના પહેલા અન્ય હોસ્પિટલ માં ઘૂંટણનો સાંધો બદલવાના ઓપરેશન (Total knee replacement) કરાવ્યા પછી ઓપ...
22/09/2023

64 વર્ષ ના મહિલા ને 9 મહિના પહેલા અન્ય હોસ્પિટલ માં ઘૂંટણનો સાંધો બદલવાના ઓપરેશન (Total knee replacement) કરાવ્યા પછી ઓપરેશન વાળા સાંધા માં ચેપ (infection) થયેલ.
આ પરિસ્થિતિ માં તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ.
ઘૂંટણ બદલવાના (Total knee replacement) ઓપરેશન પછી ચેપ(infection) એ ચિંતાજનક સમસ્યા છે.
આ પ્રકારના દર્દીઓ માં 2 તબક્કામાં Operation કરવામાં આવે છે.
પ્રથમ તબક્કામાં ચેપ વાળો સાંધો (Infected implant) કાઢી નાખવામાં આવે છે અને Antibiotic coated cemented spacer મુકવામાં આવે છે.
ચેપ ના નમૂના તપાસ માટે મોકલી culture and sensitivity report ના આધારે Antibiotics આપવામાં આવે છે.
અને ચેપ સંપૂર્ણ રીતે મટી ગયા પછી બીજા તબક્કા માં Cemented spacer કાઢી Final Implant નાખવામાં આવે છે.
આ બંને તબક્કા ના ઓપરેશનો તકનીકી રીતે પડકારરૂપ (Technically challenging) છે અને તેના માટે Surgical expertise જરૂરી છે.
ડૉ. પાર્થિવ રાવલે આ દર્દીના બંને ઓપરેશનો સફળતા પૂર્વક કરેલ.
બીજા તબક્કા ના ઓપરેશનના પછી દર્દી પલાઠી મારી બેસી શકે છે, દુઃખાવા વગર સીડી ચડ ઉતર કરી શકે છે અને રોજિંદા કામકાજ કરી શકે છે.
અમારી હોસ્પિટલ માં સારવાર માટે આવ્યા પહેલા લગભગ હાર માની ચુકેલ દર્દી સારવાર પછી અત્યંત ખુશ છે અને અમે પણ 😊🤝✌

ઘૂંટણ ના હાડકાં ની ગાંઠ (Osteochondroma of distal femur) સાથે ઘૂંટણ નો ઘસારો (Osteoarthritis knee) અસામાન્ય (rare) છે,આ ...
18/09/2023

ઘૂંટણ ના હાડકાં ની ગાંઠ (Osteochondroma of distal femur) સાથે ઘૂંટણ નો ઘસારો (Osteoarthritis knee) અસામાન્ય (rare) છે,
આ પ્રકારની તકલીફ સાથે અમારી હોસ્પિટલ માં 69 વર્ષ ના મહિલા આવેલ. તેમને આ તકલીફ છેલ્લા 5 વર્ષ થી હતી. સાથે દર્દી ડાયાબીટીસ, હાઇપરટેન્સન, પારકિન્સોનિઝમ અને સંધિવા થી પીડિત હતાં.
તેમના ઓપરેશન ના critical steps નીચે મુજબ હતા
1) ગાંઠ ને સંપૂર્ણ રીતે દૂર કરવી
2) ગાંઠ અને હાડકાના પોલાપણ (Osteoporosis) ને ધ્યાન માં રાખતા periprosthetic Fracture ના થાય તે ધ્યાન રાખવું
3) ગાંઠ દૂર કરતી વખતે Medial collateral ligament ને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખવું
4) Medial collateral ligament નું સંપૂર્ણ de-bulking કરી Final implant માટે Balanced rectangular space બનાવવી.

આ બધા પડકારો ને પાર પાડી ડૉ. પાર્થિવ રાવલે દર્દી નું સફળ ઘૂંટણ નો સાંધો બદલવાનું (Total Knee Replacement) ઓપરેશન કરેલ.

ઓપરેશન ના 1 મહિના પછી દર્દી સીડી ચઢ ઉતર કરી શકે છે, પલાઠી મારી શકે છે અને કોઈ પણ તકલીફ, દુઃખાવા અને ટેકા વગર સામાન્ય રીતે ચાલી શકે છે.

દર્દી નું સ્મિત અને આશીર્વાદ અમારા માટે પ્રેરણાદાયી છે 🙏🏻
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊✌🏻

70 વર્ષની મહિલાને બંને ઘુંટણમાં ઘસારો હતો. તેના કારણે દર્દીને સતત દુખાવો રહેતો હતો અને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી.દર્દી...
02/04/2023

70 વર્ષની મહિલાને બંને ઘુંટણમાં ઘસારો હતો. તેના કારણે દર્દીને સતત દુખાવો રહેતો હતો અને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી.
દર્દીને Wind-swept deformity હતી, આ deformity અસામાન્ય (rare) છે જેમાં બંને ઘુંટણમાં અલગ પ્રકારનો ઘસારો (Varus and Valgus) થાય છે. આ બંને ઘુંટણને Technically અલગ રીતે Operate કરવા પડે છે. Varus Knee માં Medial side અને Valgus Knee માં Lateral side tightness release કરવી પડે છે.
ડૉ. પાર્થિવ રાવલે દર્દીના બંને ઘુંટણ નું સાંધા બદલવા નું ઓપરેશન (Bilateral total knee replacement) કર્યું.
હવે દર્દી ના બંને ઘુંટણ Normal Alignment માં આવી ગયા છે. દર્દી દુખાવા વગર ચાલી શકે છે, સીડી ચઢ ઉતર અને રોજિંદા બધા કામ કરી શકે છે.
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊

20 વર્ષના યુવાનને ડાબા ઘૂંટણમાં ઘણા મહિનાઓ થી સોજો અને દુખાવો રહેતો હતો.દર્દીના X-rays અને MRI કરાવતા દર્દીને ઘુંટણ ની ઉ...
23/03/2023

20 વર્ષના યુવાનને ડાબા ઘૂંટણમાં ઘણા મહિનાઓ થી સોજો અને દુખાવો રહેતો હતો.
દર્દીના X-rays અને MRI કરાવતા દર્દીને ઘુંટણ ની ઉપર ના હાડકામાં ગાંઠ (Chondroblastoma of distal femur) હોવાનું માલુમ પડેલ જે એક Benign bone tumor છે અને આ ગાંઠના કારણે દર્દીને અસામાન્ય ફ્રેકચર (Pathological fracture) પણ થયેલ હતું.
ડૉ. પાર્થિવ રાવલે દર્દીનું ઓપરેશન કરેલ. આ ઓપરેશનમાં ગાંઠ કાઢી ( Excision of tumour) ત્યાં હાડકાનો માવો ( Cortico-cancellous bone grafting) પુરી પ્લેટ મુકી fracture ફીટ કરવામાં આવેલ. Blastic ગાંઠ હોવાના કારણે આ ઓપરેશન સઘન અને જટીલ હોય છે. ઓપરેશન પછી કાઢેલ ગાંઠની Histopathology તપાસ કરી નિદાનની ચકાસણી કરવામાં આવેલ.
ઓપરેશનના 3 મહિના પછી દર્દી સંપૂર્ણ નોર્મલ રીતે ચાલી અને બેસી શકે છે.
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊

22 વર્ષનો દર્દી 4 મહિના પહેલા જમણા ખભા માં દુખાવા અને restricted movements (Forward flexion 40 degrees , ABduction 20 de...
21/03/2023

22 વર્ષનો દર્દી 4 મહિના પહેલા જમણા ખભા માં દુખાવા અને restricted movements (Forward flexion 40 degrees , ABduction 20 degrees) માટે બતાવવા આવેલ.
દર્દી ને 5 મહિના અગાઉ પડી જવાથી ખભાનો ગોળો બહાર નીકળી ગયેલ જેની દર્દીએ બરાબર સારવાર કરાવેલ નહીં અને સમસ્યાને અવગણેલ હતી (5 months old neglected shoulder dislocation)

ડૉ. પાર્થિવ રાવલે દર્દી નું Laterjet Procedure થી ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશનમાં ખભાના એક હાડકાનો ભાગ (Coracoid process of scapula bone) કાપીને ખભાના સાંધાની આગળની સાઇડ પર (On anterior surface of glenoid) સ્ક્રુ થી ફીટ કરવામાં આવે છે.
ઓપરેશનના 4 મહિના પછી દર્દી દુખાવા વગર ખભાની સામાન્ય Movements (Forward flexion 110 degrees, ABduction 120 degrees) કરી શકે છે.
હવે દર્દીનો ખભાનો સાંધો Stable થઈ ગયો છે અને ખસી જતો નથી.
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊

32 વર્ષની મહિલા દર્દી બંને કાંડામાં દુખાવાની તકલીફ થી 4 વર્ષથી પીડિત હતી. દર્દીને કોઇપણ પ્રકારની ચોટ લાગેલ ન હતી.ડૉ. પાર...
19/03/2023

32 વર્ષની મહિલા દર્દી બંને કાંડામાં દુખાવાની તકલીફ થી 4 વર્ષથી પીડિત હતી. દર્દીને કોઇપણ પ્રકારની ચોટ લાગેલ ન હતી.
ડૉ. પાર્થિવ રાવલે દર્દી અને તેના X-rays તપાસતા Scaphoid હાડકાઓનું Avascular necrosis થયું હોવાનું નિદાન કરેલ.
ચોટ વગર Scaphoid હાડકાનું Avascular necrosis થવાની આ સમસ્યાને Preiser Disease કહેવાય છે. આ rare condition છે જે દર 100000 વ્યક્તિએ 1 વ્યક્તિમાં થાય છે. દર્દીનું Systemic examination અને Investigations કરતાં દર્દીને Sickle Cell anemia બિમારી હોવાનું નિદાન થયેલ.
દર્દીને સારવાર (Physiotherapy + Analgesics sos) પછી રાહત છે અને દર્દીની Physician ની સલાહ પ્રમાણે Sickle Cell Anemia ની Medical Treatment ચાલુ કરેલ છે.
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊

20 વર્ષની પુણેની દર્દીના બંને પગ ઘુંટણ થી વાંકા હતા (Bilateral genu valgum/ Knock knees). આ તકલીફના કારણે દર્દીના ઘુંટણ ...
18/03/2023

20 વર્ષની પુણેની દર્દીના બંને પગ ઘુંટણ થી વાંકા હતા (Bilateral genu valgum/ Knock knees). આ તકલીફના કારણે દર્દીના ઘુંટણ ચાલતી વખતે એકબીજા સાથે ઘસાતા હતા, દોડતી વખતે પડી જવાતુ હતુ અને cosmetic રીતે પણ દર્દીને ગમતા ન હતા.
ડૉ. પાર્થિવ રાવલે બંને પગનું વારાફરથી (staged) ઓપરેશન (Bilateral distal femur medial closing wedge osteotomy) કર્યું હતુ.
ઓપરેશનના 2 મહિના પછી દર્દીના ઘુંટણ સામાન્ય alignment મા આવી ગયા છે. દર્દી સામાન્ય રીતે ચાલી અને દોડી શકે છે.
પગનો આકાર સામાન્ય થઈ જવાથી દર્દીનો આત્મવિશ્વાસ પણ વધી ગયેલ છે.
દર્દી અત્યંત ખુશ છે અને અમે પણ 😊

92  વર્ષના બાને ૩ મહિના પહેલા પડી જવાથી જમણી ભુજાના હાડકા ( Right humerus) માં ફ્રેકચર થયું હતું,દર્દીનો કેસ જટીલ હતો અન...
13/03/2023

92 વર્ષના બાને ૩ મહિના પહેલા પડી જવાથી જમણી ભુજાના હાડકા ( Right humerus) માં ફ્રેકચર થયું હતું,
દર્દીનો કેસ જટીલ હતો અને ઘણી સમસ્યાઓ હતી,
1. દર્દીની 92 વર્ષ ઉંમર
2. કાબુ બહારનો ડાયાબિટીસ (Uncontrolled Diabetes)
3. 1 વર્ષ પહેલા અન્નનળી ના કેન્સર માટે સારવાર કરાવેલ

સામાન્ય રીતે આ પ્રકારના ફ્રેકચરમા ઓપરેશન કરવામાં આવે છે પરંતુ દર્દીની સમસ્યાઓ ને ધ્યાનમાં રાખીને Dr. Parthiv Raval એ દર્દીની ઓપરેશન વગરની Conservative પદ્ધતિથી સારવાર કરેલ.
અત્યારે દર્દીનુ ફ્રેકચર સરસ જોડાઇ ગયેલ છે અને દુખાવા વગર દર્દી રોજિંદા બધા કામ કરી શકે છે.
Patient is very happy and so are we😊

33 વર્ષના યુવાન પુરૂષને Epilepsy (ખેંચ) આવવાના કારણે પડી જવાથી જમણા ખભા (Humerus head) માં Comminuted ફ્રેકચર અને Disloc...
10/03/2023

33 વર્ષના યુવાન પુરૂષને Epilepsy (ખેંચ) આવવાના કારણે પડી જવાથી જમણા ખભા (Humerus head) માં Comminuted ફ્રેકચર અને Dislocation થયેલ હતું,
આવા ફ્રેકચરની સારવાર કરવી અત્યંત જટીલ હોય છે અને complications ની શક્યતાઓ જેવી કે Avascular Necrosis of humeral head અને Restriction of range of movements ખૂબ વધારે હોય છે,
ડૉ. પાર્થિવ રાવલે આ કેસનું ઑપરેશન કર્યું હતું અને ઑપરેશનના 3 મહિના પછી દર્દી દુખાવા વગર ખભાની દરેક movement કરી શકે છે.
તે અત્યંત ખુશ છે અને અમે પણ 😊

62 years old female presented to us with pain in left hip,Patient was having pain in left hip for years and patient was ...
21/02/2023

62 years old female presented to us with pain in left hip,
Patient was having pain in left hip for years and patient was on antiosteoporotic treatment for last 3 years,
Complexities were
1) Avascular necrosis of femoral head
2) Bisphosphonates induced atypical sub trochanteric femur fracture
3) Severely osteoporotic brittle bones
4) H/O multiple osteoporotic fractures
5) Uncontrolled Diabetes and severe anemia
6) Patient was bedridden for last 20 days

Against all these odds Dr. Parthiv Raval did excellent surgery (UNCEMENTED TOTAL HIP REPLACEMENT WITH LONG FEMORAL STEM),
Patient is walking pain free with help of support on very next day,
We are extremely proud of our team 🥳🏆
Patient is happy and so are we😊

15/07/2022

64 વર્ષના મધુબેન પટેલને ઘણાં વર્ષથી બન્ને ઘુંટણ માં ઘસારો (Osteoarthritis Knee) થયો હોવાનું નિદાન થયું હતું. છેલ્લા ૩ મહિના થી ડાબા ઘુંટણમાં દુખાવો ઘણો વધી ગયો હતો. આ તકલીફના કારણે તેમને ચાલવામાં, સીડી ચઢ-ઉતર કરવામાં તકલીફ પડતી હતી.
15 દિવસ પહેલાં તેમનું ડાબો ઘુંટણ બદલવાનું ઓપરેશન ( Total Knee Replacement ) ડૉ. પાર્થિવ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓપરેશન પછી દર્દી જરા પણ દુખાવા વગર ચાલી શકે છે, સીડી ચઢ-ઉતર કરે છે અને ઘરનું બધું કામ કરી શકે છે અને પલાંઠી મારીને બેસી શકે છે.
દર્દી એકદમ ખુશ છે અને અમે પણ ✌️

Address

Dr Cook Road
Anand
388001

Telephone

+918980929095

Website

Alerts

Be the first to know and let us send you an email when Purohit Orthopaedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Purohit Orthopaedic Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category