ATRI Ayurvedam

ATRI Ayurvedam Ayurveda & Panchakarma Hospital Na twaham kamaye rajyam na swargam na punarbhavam
kamaye duhdkataptanam pranisnamartinasanam.

(I desire neither for crown nor for heaven nor even for salvation; the only desire I
cherish is the eradication of sorrows of suffering creatures)

ATRI Ayurveda AND Panchakarma Hospital is a new generation Ayurvedic hospital, with classical Kerala Ayurveda treatment services, appropriately and sensitively integrated with modern medicine. ‘ATRI Ayurveda Panchakarma Hospital’ intends to make quality Kerala-Ayurveda medical care for curative, preventive, and promote good health. ATRI is a full-fledged out-patient department with facilities for consultation in different specialties, regular check-ups, etc. It also possesses an, well-equipped Panchakarma treat-rooms. It also offers successful treatment programs for an entire spectrum of diseases. ATRI Ayurvedic hospital aim at providing a holistic treatment which ultimately impacts on the body, mind and soul. The full range of Ayurveda out-patient medical management services, including comprehensive Panchakarma and other classical Kerala Ayurveda treatment procedures, is available.. If you have a serious medical condition in early or mature stage that demands thorough.

જાણો...ખાવા પીવાની કેટલીક કુટેવો ; જે તમને નુકસાન કરી શકે...આ તેવો સુધારવા પ્રયત્ન કરવો... નિયમ માં જડતા જરૂરી નથી(૧) અધ...
19/04/2020

જાણો...ખાવા પીવાની કેટલીક કુટેવો ; જે તમને નુકસાન કરી શકે...
આ તેવો સુધારવા પ્રયત્ન કરવો... નિયમ માં જડતા જરૂરી નથી

(૧) અધિક પાણી પીવું : એકી વખતે વધારે પાણી પીવાથી આમ(અપચો)વધે છે. અને આમથી ધીરે - ધીરે અનેક રોગો ઉત્પન્ન થાય છે.
(ર) સરબત/તૈયાર જ્યુસ વગેરે વધુ પીવા: ખાંડ મેળવેલું પાણી પીવાથી કફ વધે છે અને વાયુ ઘટે છે. સાકરવાળુ પાણી દોષનો નાશ કરનાર અને વિર્ય ઘટાડનાર છે. ગોળવાળુ પાણી મૂત્રકૃચ્છ્નો નાશ કરે છે અને પિત્ત તથા કફની વૃદ્ધિ કરે છે પરંતુ જુનો ગોળ નાંખ્યો હોય તો તે પિત્ત નાશક અને પથ્ય છે.
(૩) જલપાન નિષેધ : શૌચ જઈ આવ્યા પછી સૂર્યના તાપમાં ફરી આવ્યા પછી આરામ લીધા વગર અને વ્યાયામ કે મહેનત કરીને તરત જ તેમાં જમવાની શરૂઆતમાં પાણી ન પીવું જોઈએ.
(૪) ઉષ: પાન - મળસકે ઊઠી શૌચ જતા પહેલાં પાણી પીવું હિતકારક છે પરંતુ કફનો પ્રકોપ અને નવા તાવ વગેરે રોગોમાં ઉષ:પાન ન કરવું જોઈએ.
(પ) દૂધ ક્યારે ના પીવાય ? તીવ્ર આમ સાથેનો નવો તાવ, મંદાગ્ની, અપચો, કુષ્ઠ, ઉદરશૂલ, કફ વગેરે રોગોમાં દૂધ નુકશાન કારક છે. અર્શના રોગીનું કાચુ દૂધ નુકશાન કરે છે. નવા ઉપદંશ, પરમિયો અને ગુમડાથી પરૂ આવતું હોય તો વધુ દૂધ પીવું કે ભેંસનું દૂધ પીવું હિતકર નથી.

(૬) દૂધની પ્રતિકૂળ પદાર્થો : સિંધવ સિવાયના બીજા ક્ષારની સાથે આમળાં સિવાયની બીજી ખટાશ સાથે અને ગોળ, મૂળા, દારૂ અને માછલાં વગેરેના ભોજન સાથે દૂધનું સેવન કરવું એ નુકશાન કારક છે.
(૭) છાશ ક્યારે ના પીવાય? ચાંદી, પરમિયો, પ્રમેહ, પેશાબમાં બળતરા, ભ્રમ, દાહ, તરસ, રકતપિત્ત અને અમ્લપિત્ત વગેરે રોગવાળાઓને અને દુર્બળ મનુષ્યને ગરમીના સમયમાં ગ્રીષ્મ અને શરદ ઋતુમાં છાશ ન પીવી જોઈએ.
(૮) ધૃત ક્યારે ના લેવાય ? તાવ સાથેનો ક્ષાય વાળા, ધાવણા બાળક અને વૃધ્ધરોગી, કફ અને કબજીયાતના રોગી, આમવાળા,અજીર્ણ જવર,મંદાગ્ની, પ્રમેહ અને બહુમૂત્રના રોગવાળા તથા અજીર્ણથી ઉત્પન્ન થનાર કોલેરાના દરદી આ બધાને જરૂર પૂરતું ઘી થોડું આપવું બહુ ન આપવું.નવા તાવમા જરાપણ ઘી ન આપવું ક્ષયમાં બકરીના ઘીનો ઉપયોગ હિતકર છે, પણ ઔષધિઓથી સિધ્ધ કરેલું ઘી સર્વ રોગમાં શાસ્ત્રમાં કહયા પ્રમાણે લાભ આપનાર છે.

(૯) આદુનો નિષેધ : કુષ્ઠ, પાંડુરોગ, મૂત્રકુચ્છ, પરમિયો, રકતપિત્ત, વ્રણ, સૂકી ખાંસી, દાહ, નિંદ્રાનાશ આ રોગમાં ઉનાળો અને શરદઋતુમાં તેમાં પિત્ત પ્રધાન પ્રકૃતિવાળાને આદુનું સેવન નુકશાન કારક છે.
(૧૦) મધનો ઉપયોગ : રોગ મટાડનાર ઔષધિ સાથે જૂનુ અને રસાયન ગુણને માટે નવું મધ લેવું હિતકર છે. અનુપાનના મધની સાથે ઘી મેળવવું હોય તો ગાયનું ઘી લેવું. વાતકફ પ્રકૃતિ હોય તો મધ બમણું અને પિત્ત પ્રધાન પ્રકૃતિ હોય તો ઘી બમણું લેવું જોઈએ, બંન્ને સરખા ભાગે ન લેવા.
•યુનાની વૈધકમાં મધની ચાસણી કરીને તેનો મેલ કાઢી નાંખીને ઉપયોગમાં લેવાનું વિધાન છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ મધ એક પ્રકારનું વિષ છે. એ વિષ આગ પર ગરમ કરવાથી કુપિત થાય છે આથી મધને વાસણમાં રાખવું જોઈએ. મધ બાટલી, ચિનાઈમાટીના નળા કે માટીના વાસણમાં રાખવું જોઈએ. ટીનના ડબ્બામાં છ થી આઠ મહિના સુધી રહેવાથી મધનો રંગ કાળો થઈ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે.જુના જમાના માં મધ ના કલેક્શન માં માખી ના ઈંડા શરીર ના ભાગો ભળવાથી ઝેર જેવું બની જતું,હવે એવું થતું નથી.
•ભમરિયું મધ જાડુ, ખૂબ ગળ્યું, ભારે અને રકતપિત્તનો નાશ કરનાર છે. નાની માખીઓનું મધ હલકુ, રૂક્ષા અને શ્રેષ્ઠ છે. આ મધને ભગવાન ધન્વંતરીએ સર્વશ્રેષ્ઠ અને શ્વાસ વગેરે રોગોમાં હિતકર માને છે.
•નવું મધ વજન વધારનાર, અનુલોમન કરનાર અને કફહર છે. જુનુ મધ રૂક્ષા, કફ અને મેદનો નાશ કરનાર, ગ્રાહી અને શરીરને કૃશ કરનાર છે.
મધ આમાશયમાં જ શોષાઈ જાય છે અને તેને આંતરડામાં જવાની જરૂર રહેતી નથી આ હેતુથી મધુમેહના રોગીને પણ મધ આપવામાં આવે છે.
•જો ર થી ૪ તોલા મધ રોજ લેવામાં આવે તો હ્રદય બળવાન બને છે.
(૧૧)જો મૂત્રની પ્રતિક્રીયા અમ્લ હોયતો ઘી વગેરે સ્નેહવાળો ખોરાક બહુ ખાવો જોઈએ.

(૧ર)સવારના ભોજન પછી વામકુક્ષી(ડાબે પડખે લગભગ અડધો કલાક આરામ લેવો) અને સાંજે જમ્યા પછી થોડું ફરવું એ ફાયદાકારક છે.

(૧૩)સવારે જમ્યા પછી તાજી છાશ લેવી અને સાંજે જમ્યા પછી દૂધ લેવું ફાયદાકારક છે. રાત્રે ખોરાકમાં દહીં લેવું અને જમ્યા પછી તરત અધિક પાણી પીવું એ નુકશાન કારક છે.

(૧૪)જમ્યા પછી,પેશાબ રોકીને અને દિવસે સ્ત્રીસેવન કરવું નુકશાન કારક છે. જમ્યા પછી અને બપોરમાં સ્નાન કરવું નહીં.

(૧પ)તાંબુલ/નાગરવેલ નું પાન સેવન - આળસ, વ્રણ, વિદ્રધિ, દંતરોગ, તાલુરોગ, ઉપજિહવા ના રોગ કેન્સર, ગલગંડ, અપચી તાલુશોષ અને કફપ્રકોપમાં પાન ખાવું હિતકર છે.
આંખોના રોગ, રકતપિત્ત, ક્ષાત, દાહ, ઝેર ના રોગી, રાજયક્ષમા, દમ, મોહ, શ્વાસ વગેરે રોગવાળાને નાગરવેલનું પાન નુકશાનકારક છે.
શૌચ જઈ આવ્યા પછી, જમ્યા પહેલા, નવા સળેખમમાં, આંખો ના રોગો, કાનની શકિતનો ક્ષય, દાંતમાંથી પરૂ નીકળવું, અવાળુંની નબળાઈ અને મહેનત પછી પરસેવો થયો હોય ત્યારે પાન ન ખાવું જોઈએ. ક્ષયના રોગીને પણ પાન ન આપવું જોઈએ.

(૧૬)આંખોને નુકશાન કારક : નાહતી વખતે માથાપર ગરમ પાણી રેડવાથી આંખોને નુકશાન થાય છે અને વલીપલિત ઉત્પન્ન થાય છે. ખૂબ થોડા કે ખૂબ પ્રકાશમાં વાંચવું- લખવું, ઝીણું કામ કરવું, સૂતા સૂતા અથવા ચાલતી ગાડીએ વાંચવું, ગરમ ચીજોનું વધારે સેવન કરવું, સિનેમા જોવા, આંખને શ્રમ પડે એવા ઝીણા કામ કરવાં, મરચાં વગેરે ઉગ્ર ચીજો ખાંડવી, ધુમાડામાં બેસવું, ચૂલો ફૂંકવો, અતિ સ્ત્રીસેવન, તમાકુનું વધારે સેવન, દેવતા પાસે લાંબો વખત બેસી રહેવું, સખ્ત તાપમાં ફરવું, સૂર્ય સામે ત્રાટક કરવું આ બધું આંખોને નુકશાનકારક છે.
(૧૭) દાંતને નુકશાન કરનાર - પથ્થરના કોયલા, રેતી કે બીજી કઠણ વસ્તુઓથી દાંત સાફ કરવાથી દાંત ઉપરની સફેદી ખરાબ થઈ જાય છે. તેમજ સીગરેટ, બીડી, તમાકુ, દારૂ, સરકો, સખત ખટાશ, ગળ્યા પદાર્થો અને નાગરવેલનું પાન વગેરેનું વધારે સેવન કરવાથી દાંતમાં કૃમિ પડે છે કે ક્ષય થાય છે.

(૧૮)સૂતી વખતે માથા પર કપડું બાંધવું તેમજ પગે મોજાં, સખત રહે તેવાં કપડાં કે બૂટ પહેરવાથી રકતાભિસરણ ક્રીયા રોકાય છે અને એથી તે અવયવની શકિત ઘટી જાય છે.

(૧૯)દિવસે કોણ ઊંધી શકે ? : વ્યાયામ અથવા કામ કરવાથી થાકેલા, જેણે મૈથુન કર્યું હોય, નિત્ય પ્રવાસ કરતો હોય, અતિસર, ઉદરશૂલ, શ્વાસ, તરસ, હેડકી અને આમરહિત વાતરોગવાળા, દારૂ પીને નશો કરેલો હોય, વૃદ્વ, બાળક, રાત્રે ઉજાગરો કરતો હોય, આટલા માણસોને દિવસે ભોજન પહેલાં સુવું ફાયદાકારક છે.

(ર૦)ઉપવાસ કોણે ન કરવો ? : વાતરોગી, તરસ્યો, બાળક, વૃદ્વ, સગર્ભાસ્ત્રી, તાવ ના રોગી, અનેક રોગથી પીડા પામેલા, થાકેલા અને ભૂખ્યા થયેલા મનુષ્યને ઉપવાસ ન કરાવવો. ઉપવાસ કરાવવાથી જેના હાડકામાં દરદ, મનમાં ભ્રમ, આંખોએ અંધારાં, હ્રદયમાં અવરોધ અને શરીરમાં બહુ અશકિત આવતી હોય, તેમને બહુ ઉપવાસ ન કરાવવા જોઈએ.

(ર૧) દૂધ અને ફણસ વિરોધી છે.બધી જાતની માછલીઓ અને દૂધ વિરૂધ્ધ છે. દૂધ અને માછલી બંને મધુર હોવાથી એક રીતે સરખાં છે. પણ દૂધ શીતવીર્ય અને માછલી ઉષ્ણવીર્ય હોવાથી વિરોધી છે. આ બંને નું એકસાથે સેવન ન કરવું જોઈએ.
(ર૨)દહીં ગરમ કરી ખાવું એ વિરૂદ્વ હોવાથી નુકશાન કરે છે.
(ર૩)મધ અને ઘી સમભાગે મેળવી ખાવું નુકશાનકારક છે.
(૨૪)એકલા જવ જ ખાવા અને બીજુ અનાજ ન ખાવું એ નુકશાનકારક છે. આ સ્વભાવ વિરૂદ્વનું ઉદાહરણ છે.

19/04/2020
ATRI AYURVEDAM....
30/12/2019

ATRI AYURVEDAM....

NASYA THERAPY.....ATRI AYURVEDAM
23/12/2019

NASYA THERAPY.....ATRI AYURVEDAM

Abhyang therapy .....
21/12/2019

Abhyang therapy .....

For all sondylosis
13/12/2019

For all sondylosis

Janu basti....for osteo arthritis
13/12/2019

Janu basti....for osteo arthritis

White People Food-  અપનાવવા લાયક ગોરીબાબત...જ્યારથી અંગ્રેજોને જોયા ત્યારથી ગોરી વસ્તુઓ અને ગોરાઓ ની બાબતો નું ભારતીયો ન...
26/09/2019

White People Food- અપનાવવા લાયક ગોરીબાબત...
જ્યારથી અંગ્રેજોને જોયા ત્યારથી ગોરી વસ્તુઓ અને ગોરાઓ ની બાબતો નું ભારતીયો ને અજબ ઘેલું છે.પદ નું ભાન ભૂલી સળગાવાતી ગોરીઓ ની સિગરેટ થી લઇ ગોરી સાકી(મદ્ય પીરસનાર લલના) સુધી,કિયા ગામ ના ગોરી થી લઇ ગોરી હૈ કલ્લઈયાં સુધી બસ ઉજળું એટલું સારું.પશ્ચિમી દરેક બાબત સરઆંખો પર,દરેક નું અનુકરણ અને એજ ફેશન, ન કરનાર દેશી બલુન.પણ આ ક્ષણે ચન્દ્રકાન્ત બક્ષી યાદ આવે છે એ કહેતા ગોરી સ્ત્રી હમેશાં મને ફિક્કી અને ઉર્જા વગરની લાગે છે અને કાળી સ્ત્રી કરંટ વાળી ડાયનેમો જેવી.અમને ગોરાશ ફિક્કી અને ઘઉંવર્ણી કાળાશ ચતુરાઈ અને સ્ફૂર્તિ નું પ્રતિક લાગી છે.પણ આજે White People Food નામે પ્રચલિત ખોરાક માંથી ભારતીયો એ શીખવા લાયક બાબતો જોઈશું.
બે દિવસ પહેલા Less Sault and More Herbs Day ઉજવાઈ ગયો...એટલે આહાર માં આ દિવસો માં મીઠું ઓછું કરી વધુ પડતા કુદરતી મસાલા વાપરવા જેથી આહાર સુપાચ્ય બને.ભારત માં મસાલા વગરનું ભોજન શક્ય નથી પરંતુ પશ્ચિમી રંગે રંગવાના કોડ માં મસાલા ઓછા અને વિરુદ્ધ આહાર જેવી ક્રીમો,મલાઈ,સોસ વગેરે નું આપણી વાનગી માં પ્રમાણ વધતું જાય છે.એ ચિંતા નો વિષય છે.કાળા અમેરિકનો ખુબ પ્રમાણ માં ચીકન,મીઠું,તેલ આદિ ખાતાં પરિણામ સ્વરૂપ ગોરા અમેરિકનો ની સરખામણી માં કાળા અમેરિકનો માં હદયરોગ,ડાયાબીટીસ,મેદોરોગ,બ્લડ પ્રેશર નું પ્રમાણ લગભગ ડબ્બલ રહેતું.અમેરિકા માં મેદ ની સમસ્યા કિશોરાવસ્થા થી જ વકરી રહી છે. અદોદળા ગોલુપોલું બાળકો છેવટે માથાનો દુઃખાવો બની રહ્યા છે.કારણ છે ફેટ વધારનારા જંકફૂડ.જેથી મિશેલ ઓબામાં આની વિરુદ્ધ જુંબેશપણ ચલાવતા હતા.ભારત માં હવે ઉછરતા છોકરાવ માં મેદ નું વધતું જતું પ્રમાણ ચિંતા નો વિષય બન્યો છે.
ડૉ હાથી જેવા શરીર ધરાવતા છોકરા છોકરીઓ દરેકે ક્લાસ માં ૫-૭ તો સામાન્ય રીતે જોવા મળી જાય છે.બુદ્ધિ થી લઇ સ્ફૂર્તિ સુધી એની ઘેરી અસરો પડે છે.તો દીકરીઓ માં વહેલું માસિક આવી જવું અને ગર્ભાશય આદિ પણ ચરબી ના થરો જામી જવાથી પાછળથી ગર્ભ ધારણ કરવા સુધી મોટી અસરો પડતી જોવા મળે છે.દરેક બાબત માં સોસ,ક્રીમ,ચીઝ,બટર થી ભરપુર નાસ્તા અને ભોજન,બેઠાડું જીવન,મોબાઈલ ગેમો,કોમ્પ્યુટર આધારિત શિક્ષણ,ઓવર પ્રોટેક્ટ કરતા બોન્સાઈ ના છોડ ઉછેરતા હોય એવા મમ્મી પપ્પુઓ,મેદાની રમતો નો અભાવ,શારીરિક શિક્ષણ ના ઘટતા જતા પીરીયડ,પોતાનું કામ પોતે ન કરવું અને ફ્રીજ જેવા મિત્રો એ આ પેઢી ને અદોદળી બનાવી દીધી છે.
White People Food એટલે ગોરા અમેરિકનો નું ટ્રેડીશનલ ફૂડ.એમાં ઘણી બધી બાબતો નો સમાવેશ થાય છે પરંતુ આપણા લાયક અહી ક્રીમ કાઢેલું દૂધ,બાફેલા શાકભાજી,પાચન વધે તેવા સૂપ,તાજા સલાડ-ફળો,સાદી સેન્ડવિચ કે ગ્રીલ સેન્ડવિચ ગણી શકાય.શરીર ચુસ્ત રાખવા અમેરિકનો હલકું અને સારી રીતે પચી જાય એવું ખાતા અને આવા ખોરાક ને કાળા અમેરિકનો એ White People Food નામ આપ્યું.કાળા અમેરિકનો ના મતે આવો તાજો ખોરાક રોજેરોજ મળવો દુર્લભ હતો તેથી આવા ખોરાક ને White People Food કહેવામાં આવતું.આપણે સાવ ગાંડા આદિમાનવ ની જેમ કાચેકાચું ખાવાની હિમાયત કરતા નથી પણ ખોરાક માં કે નાસ્તા માં આવું હલકું- સુપાચ્ય કૈક હોય તો હોજરી ને પણ આરામ મળી રહે સમાજ મેદસ્વી ના બને અને દેશ નું આરોગ જોખમાય નહિ.ટૂંક માં અમેરિકનોનું હલકું-સુપાચ્ય-તાજું ટ્રેડીશનલ ફૂડ એટલે White People Food... તો આવું આપણું પણ ઘઉંવર્ણું ફૂડ હશે ને? તો એ કયું? આવો જાણીએ...
આપણું પણ ઘઉંવર્ણું ફૂડ વરસોથી આપણી સંસ્કૃતિ માં વણાયેલું છે.તાત્કાલિક બની જાય ૫-૧૦ મિનીટ માં અને ખાવામાં સ્વાદિષ્ટ અને પુરતું પોષણ ધરાવતા આવા ખોરાક ને આજે જાણીએ.ઓટ્સ અને મકાઈ ના ચેવડા માંથી બહાર આવી કઈક તાજું બાળકોને આપવાનો પ્રયત્ન કરીએ.યાદ રહે આપ ભારત નું ભાવી ઉછેરી રહ્યાં છો તેના પોષણ થી માંડી બુદ્ધિ ક્ષમતા ખીલવવાની નૈતિક જવાબદારી તમારી.એ ચુક્યા તો દેશદ્રોહ સમાન જ મોટો અપરાધ છે.ચલો જોઈએ..

ઈંસ્ટન્ટ ફૂડ નો બાપ- શીરો...
રવો,ઘઉં-મગ-મકાઈ વગેરે કોઇપણના લોટ ને ઘીમાં શેકી પાણી નાંખી ગોળ-ખાંડ નાંખો એટલે શીરો તૈયાર.લપ દઈને ઉતરી જાય ને ચટ દઈ ને પચી પણ જાય.નાસ્તા થી લઇ મહેમાન સુધી,અબાલવૃદ્ધ,દરેક ઋતુ માં,દરેક વ્યક્તિ,ગમે ત્યારે ગમે ત્યાં હોય તો શીરો ખાઈ શકે અને પચાવી શકે.એમાં બદામ-પીસ્તા-ચારોળી-એલચી ઉમેરો ને પાણી ના બદલે દૂધ નાંખો તો એનું પોષણમુલ્ય પણ વધી જાય.એની સામે ના ત્રાજવામાં મેગા અને પાસ્તા ઢીલા પડે.જ્યાં કુતરી વિયાણી થાય ત્યાં ગોળ ઘી ના શીરા-રાબ ખવડાવતા એ સંસ્કૃતિ માં મેગી ને પાસ્તા ઘૂસે તો કુપોષણમુક્તિ ના પ્રોગ્રામો ચલાવવા પડે એમાં શી નવાઈ??

મગસ/મગજ – કેડબરી થી સ્વાદિષ્ટ
જે શી ક્રષ્ણ, જે સ્વામીનારાયણ બોલતી પેઢી ને મગસ ની નવાઈ નથી. ચણા ના કકરા લોટને ઘીમાં શેકીને એમાં દળેલી ખાંડ ભેળવી લાડુ વાળી દો એટલે મગસ તૈયાર.આંગળી ચાટી જાવ એની ગેરંટી ને કેડબરીઓ તો એની આગળ પાણી ભરે.આવી વસ્તુ ને ચોકલેટ જેવા રેપર માં વેચી હોય તો કેડબરી રાતા પાણીએ રોવે.
એવી જ સુખડી પણ ખરી.ટ્રેન હોય કે વિમાન ગુજરાતી જોડે સુખડી તો નીકળે જ.નરમ પોચી,સ્વાદ માં ઉત્તમ દરેક લોકો ખાઈ શકે.

રાબ- માંદા ને પણ બેઠા કરનાર
લોટ ને ઘી માં શેકી એમાં પાણી નાંખી ને જાડું પ્રવાહી બનાવાય સમજી લો કે શીરા નો સૂપ બનાવીએ એ રાબ.રૂચી મુજબ અને પાચનશક્તિ મુજબ રાબો અનેક લોટ માંથી બને.તેમાં સુંઠ થી લઈને અશ્વગંધા સુધી ની ઔષધિઓ નંખાય.શક્તિ ખુબ આપે શરીર સાથે મન નું ટોનિક એટલે રાબ.જીભ મુજબ ટેસ્ટી બનાવી શકાય.

પુડલા...થેપલાં...ઢેબરા...માલપુઆ...
આહા...જીભ આખી કેરાલા કેરાલા થઇ ગઈ...ચોખા કે ચણા ના લોટ માં પાણી-મીઠું-મસાલા- શાકભાજી વગેરે
મિક્સ કરીને ખીરું બનાવી ધીમા તાપે પુડલા ઉતારાય.બે મિનીટ માં એક પુડલો તૈયાર થઇ જાય તો આનાથી ઈંસ્ટન્ટ બીજું શું હોઈ શકે? જાત જાતના અથાણા-મુરબ્બા-ચટણી જોડે ખાવ તો સ્વર્ગ અહી જ છે.થેપલા ને ઢેબરા વિષે ગુજરાતી ને કહેવું મતલબ સિંધીભાઈ ને ધંધો શીખવાડવો.
ને માલપુવા...ઘઉં ના લોટ ને પાણી માં પલાળી ગોળ કે ખાંડ ભેળવી બનાવેલા ખીરામાંથી ઘીમાં પુડલા બનાવાય એ માલપુઆ.દૂધપાક ની સાથે ખાવ તો કુપોષણ સ્વપ્નેય ના આવે.એક વાર આ જગન્નાથ નો ભાવીતો ખોરાક છોકરાવ ને ગરમાગરમ પીરસી તો જોવો.અલગ અલગ આકાર માં અને સહેજ કેસર ની બોર્ડર કરી પીરસીએ તો પેસ્ટ્રી છોકરાવ માટે ગઝની જેવી થઇ જાય..

ઉપમા- શેની ઉપમા આપવી? અનુપમ ઉપમા..
ફાઈવ સ્ટાર હોટલો થી લઇ મધ્યમ વર્ગીય ડાયનીંગ ટેબલ સુધી રવા ની આ વાનગી બાહુબલી જેવી લોકપ્રિય છે.મૂળ મહારાષ્ટ્ર થી દક્ષિણ સુધી ફેલાયેલી આ વાનગી શેકેલા રવામાં જરૂરી મસાલો, શાક, બટેટા, ટામેટા, ડુંગળી, વટાણા, શીંગદાણા, તલ, લીલા મરચાં, લીંબુ, મીઠો લીમડો, કોથમીર,લીલા કોપરાનું છીણ, લીંબુ વગેરે નાંખીને બનાવાય છે.
ચોખા-ઘઉં કે જુવાર ના લોટ માંથી પણ બનાવાય છે.આવી જ રીતે પાણી ઉકાળી તેમાં વાટેલું જીરું,મીઠું,મરચાં,અજમો નાંખી તેમાં ચોખાનો લોટ બાફી ખીચું બનાવાય છે.તલ નું તેલ નાંખી ખીચું ખાવાથી શરીર ને જરૂરી તૈલીય તત્વો ઝડપથી મળી રહે છે.હાથ પગ ફાટતા નથી અને મળ સહેલાઇ થી ઉતરે છે.

પૌવા-મમરા ની ચટપટી
પૌવા કે મમરા ને પલાળી નીતરી જાય એટલે મસાલાઓ ભેળવી થોડું સલાડ નું છીણ ઉમેરી હલકો વઘાર કરી લઈએ એટલે ચટપટી તૈયાર.સ્વાદિષ્ટ ચટણીઓ જોડે,રતલામી સેવ કે કાંદા ટામેટા નાંખી ને પણ પીરસાય.

ચીકી- દેશી ટોફી..બોલેતો ઇન્ડીયાના ચોકલેટ
શીંગ,કોપરું,તલ,બદામ,કાજુ વગેરે ભેગા કરી ને આખા કે થોડા કચરીને ખાંડ કે ગોળ નો પાયો કરીને ભેળવી દેવાય પછી એને થાળીમાં ઘી લગાવી ઠારી ચોસલાં પાડી દેવાય.પૌષ્ટિક આડઅસર રહિત અને શીયાળા માં ગરમી આપનાર ખોરાક તરીકે વપરાય.બાળકો ને કફ ના થાય એ રીતે ખાવા આપી શકાય.તૈયાર મળતી ચીકી કરતા ઘરે બનાવીને જ આપવી
આવા દેશી ખોરાક નું લીસ્ટ ખુબ લાંબુ છે,પણ કમસે કમ આમાંથી અમુક બાબતો અપનાવાય અને એનેજ બાળકો માં પ્રચલિત કરાય તો White People Food ની જેમ આ એથનિક ભારતીય ફૂડ પણ ધૂમ મચાવે.પોષણ માં અને પચવામાં એ અમેરિકન ફૂડ ની સેન્ડવિચ થી ક્યાય ઉતરતું નથી.દેશ એવો વેશ ની જેમ દેશ મુજબ નો ખોરાક જરૂરી છે.ભારત ની આબોહવા અને ભૌગોલિક સ્થિતિ મુજબ ચીઝ,પનીર,બટર,ક્રીમો,માયોનીઝો દરેક નાસ્તા માં ઠુંસવાની જરૂર નથી.કેમકે ઠંડી વાળા સ્થળો ને ચરબી બાળી શરીર ને ગરમી આપવા આવા ખોરાક કે નોનવેજ ખોરાક ખવાતા હોય છે.જરૂર વગર ઉપયોગ માં લીધેલ આવા ખોરાકો શરીર મન માં ચરબી ના થર વધારી મનુષ્ય ને જડ બનાવી દે છે.ભોજન પૌષ્ટિક હોવાની સાથે સાત્વિક હોવું જરૂરી છે.જે બનાવવાની ભોજન અને પેદા કરવાની પદ્ધતિઓ મનમાં ધ્રુણા કે અપરાધભાવ ના જગાવે એ ભોજન સાત્વિક.એ સ્વાદ સાથે સંસ્કાર નું પણ સંવર્ધન કરે.ભારત આવી જ બાબતો માં શ્રેષ્ઠ છે.માત્ર ભૌતિક નહિ પણ અધ્યાત્મિક ઊંચાઈ ખોરાક થી લઈ પહેરવેશ સુધી હોય તો એ વ્યક્તિ ને દરેક ક્ષેત્ર માં સફળતા ના શિખર બક્ષે છે.ચાલો આ ઘઉંવર્ણા ફૂડ ને પ્રચલિત કરવાની મુહિમ આજે જ શરુ કરીએ...આપણા ઘરથી,આપણા બાળક થી શરુ કરીએ......વૈદ્ય ગૌરાંગ દરજી

25/09/2019

સાવધાન મિત્રો

આવા કોઈ મશીન આવતા નથી જે લોહી - પેશાબના સેમ્પલ લીધા વગર આંગળી અડાડીને શરીરના દરેક અંગો ની કાર્યક્ષમતા નક્કી કરી આપે.

મિત્ર ડો.DrFirdaus Dekhaiya એ આ બાબતે પોતાની પોસ્ટમાં ચેતવ્યા છે. એમણે કરેલી સ્પષ્ટતા એમના શબ્દોમાં નીચે રજૂ કરું છું.....

ફૂલ બોડી ચેકઅપ ના નામે કેમ્પ કરવાના. બહાર ગામ ના ડોક્ટર જર્મનીનું મશીન લઇ ને આવવાના છે એવું કહેવાનું અને ફૂલ બોડી ચેકઅપ ના નામે ફક્ત એક દંડો હાથમાં પકડાવી કમ્પ્યુટરાઈઝ્ડ પ્રિન્ટ કાઢી ૧૫૦૦ રૂ. ખંખેરી લેવાના . અને વધુમાં દવાઓ લખી આપવાની. ડોકટરો.... આ રીપોર્ટ ધ્યાન થી જુઓ.આપણે આખી જીંદગીમાં ક્યારેય ના વિચાર્યું હોય કે શીખ્યા ન હોઈએ એવા એવા માપદંડો આમાં છે. તમે ય ચક્કર ખાઈ જશો. બોડીના દરેક કાર્યની વેલ્યુ આપી છે પણ એકમ એક પણ નહિ. હાથ અડાડીને તમે આંતરડા, ફેફસાંનું કાર્ય, કે ચેતાતંત્ર નું કાર્ય કઈ રીતે નક્કી કરી શકો ? અને નીચે આ રીપોર્ટ કરનાર નું નામ, સહી, ડીગ્રી વગેરે કઈ ન મળે. એક વાર આ રીપોર્ટ જોયા પછી હજી સુધી હું શોકમાંથી બહાર નથી આવ્યો..પહેલાં તો ખુબ હસવું આવેલું પણ હવે સ્તબ્ધ થઇ ગયો છું .

સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે ટોટલ બોડી ચેકઅપ જેવું કશું જ હોતું નથી. શરીરની દરેક સીસ્ટમ નું કાર્ય જાણવા માટે અલગ અલગ રીપોર્ટ હોય છે અને એ પ્રક્રિયા બહુ જ લાંબી અને ખર્ચાળ હોય છે. માત્ર વિટામીન બી -૧૨ નો રીપોર્ટ કરાવો તો ૧૩૦૦ રૂ. થાય છે. એટલે આ ટોટલ બોડી ચેકઅપ ના ચક્કરમાં ન ફસાશો. એટલે તમને શારીરિક રીતે કોઈ તકલીફ ન હોય તો આવા રીપોર્ટ ન કરાવો. બહેતર છે કે કોઈ સારા ડોક્ટરને મળીને,એમને તમારી સંપૂર્ણ મેડીકલ અને રહેણીકરણીની હિસ્ટરી આપીને તમારા રિસ્ક ફેક્ટર જાણો અને એ રીતે સાવધાની રાખો.
અને પ્લીઝ, આવા કેમ્પ ના કાગળિયાં આવે તો એ કોના દ્વારા થવાનું છે એની ચકાસણી કરી ને પછી પૈસા આપો.

Address

S-1, Radha Arcade, Nr Indira Statue, 100 Feet Road Anand
Anand

Alerts

Be the first to know and let us send you an email when ATRI Ayurvedam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ATRI Ayurvedam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram