06/01/2022
રોટેટર કફ ની ઇજા શું છે..??
આજકાલ નાનાં બાળકોથી લઈને મોટી ઉમરનાં લોકોમાં કસરત અને સ્પોર્ટ્સને કારણે ખભાના સ્નાયુઓ ખેંચાઈ જવા તથા રોટેટર કફમાં ઈજા થવી એ સામાન્ય થઈ ગયું છે
રો ટેટર કફ ટેર એટલે કે ખભા ને ઊંચા કરતા સ્નાયુઓ માંથી એક અથવા તો તેથી વધારે સ્નાયુઓનું ફાટી જવું કે જેથી દર્દીનું હાથ ઊંચો થઈ શકતું નથી.
આ તકલીફ બહુ જ સામાન્ય છે ભારતમાં દર વર્ષે એક કરોડ કરતાં પણ વધારે કેસ નોંધાય છે.
સામાન્ય રીતે નીચેનાં કારણોને લીધે રોટેટર કફમાં ઈજા થવાની શક્યતાઓ વધી જતી હોય છે.
ઉંમર: જેમ જેમ ઉંમર વધે તેમ સ્નાયુમાં તાકાત ઘટતી જતી હોય છે તથા સ્નાયુ નબળા થતા હોય છે. સામાન્ય રીતે ઉંમર વધતાં આ પ્રકારનો દુ:ખાવો થવાની શક્યતા વધતી હોય છે. ૪૦ વર્ષની વય પછી રોટેટર કફની ઈજા મોટાભાગના દર્દીઓમાં જોવા મળતી હોય છે.
સ્પોર્ટ્સ- કેટલાક પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં હાથને વારંવાર ઉપર કરીને ક્રિયાઓ કરવાની હોય છે, જેમ કે બાસ્કેટ બોલ, બેડમિન્ટન તથા ટેનિસમાં વારે-વારે એક જ ખભાની મુવમેન્ટ કરવાની હોય છે. તેથી આ બધા પ્લેર્પસમાં રોટેટર કફની ઇજા થવાની શક્યતા વધી જતી હોય છે.
કન્સ્ટ્રક્શન જોબ- ઘણી બધી જોબ (પ્રવૃત્તિ) જેવી કે મિસ્ત્રીકામ, ઘરનું કલરકામ, લુહારીકામ જેમાં વારે-વારે ખભામાંથી એક જ પ્રકિયા કરવાની થતી હોય છે, જેનાથી ખભામાં આવેલા રોટેટર કફના સ્નાયુમાં નબળાઇ આવી જતી હોય છે અને તેમાં ઈજા થવાની શકયતાઓ વધી જતી હોય છે.
ફેમિલી હિસ્ટરી- ઘણી બધી વખત રીસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જિનેટિક કમ્પોન્ટનાં કારણો કેટલા ફેમિલીમાં રોટેટર કફ ઈન્જરી (ઇજા) ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે.
કોમ્પ્લિકેશન (રોગને કારણે થતી તકલીફો)
જો આ રોગની સારવાર ન કરવામાં આવે તો તેના કારણે ખભામાં કાયમી ધોરણે સ્ટીફનેસ એટલે કે સાંધો જકડાઈ જતો હોય છે. સાથે સાથે ખભાની આસપાસના સ્નાયુમાં નબળાઈ પણ આવી જતી હોય છે.
રોટેટર કફ ઈન્જરી: વધતી ઉંમર કે હાથને ઉપર કરીને કામ કરવાની પ્રવૃત્તિને લીધે ખભાનાં સ્નાયુ ખેંચાઇ જાય છે.
દર્દીની થતી સામાન્ય તકલીફો
આરામ કરતી વખતે તેમજ રાત્રે દુખાવો છો ખાસ કરીને એ ખભાના ભાગે વજન આપીને સૂતી વખતે
વજન ઉચકવા માં તકલીફ થવી તેમજ વજન ઊતરતું ઉચકતી વખતે હાથમાં ઓછું જોર જણાય એટલે કે કમજોરી લાગે
સામાન્ય રીતે દર્દીને ખભામાં ઊંડાણમાં ધીમું ધીમું દુ:ખતું હોય એવો અનુભવ થતો હોય છે.
જ્યારે કોઈપણ દર્દી જે ખભામાં ઈજા થઈ હોય તે પડખા પર રાત્રે ઊંઘી જાય તો ઊંઘ ઊડી જાય એવો સખત દુ:ખાવાનો અનુભવ થતો હોય છે.
ઘણી વાર દર્દીઓને માથાના વાળ ઓળવામાં તકલીફ થતી હોય છે. હાથને પાછળની બીજી લઈ જવામાં પણ દુ:ખાવો તથા તકલીફ થતી હોય છે..
સારવાર
જો તમને દવા ગોળી કસરત ઇન્જેક્શન આ બધી જ પ્રકારની સારવાર કરવા છતાં તકલીફ ઓછી થાય દુખાવો સતત વહ્યા કરે એવા કેસમાં ડોક્ટર તમને ઓપરેશન કરવાની સલાહ આપશે
અમુક અન્ય નિશાનીઓ કે જેમાં તમને ઓપરેશન કરવાની સલાહ આપે છે જેમકે
) ૬ થી ૧૨ મહિના થીખભાનું સતત દુખાવો
) ૩ સેન્ટીમીટર અથવા તો તેનાથી પણ વધારે સ્નાયુઓનું ફાટવું
) હાથમાં અશક્તિ જાણે હાથ ઊંચો ના થઈ શકે તમારા રોજિંદા કામ કરવામાં તકલીફ પડે
) જો તમને કોઈ ઈજા થઈ હોય તો વાગ્યું હોય પડી ગયા હોય અને પછી સતત ખભામાં દુખાવો રહેતો હોય હાથ ઉંચો ન થતો હોય ત્યારે
ઓપરેશન કેવી રીતે થાય??
આ ઓપરેશન દૂરબીનથી ખભામાં એક વિશિષ્ટ પ્રકારના એન્કર નો ઉપયોગ કરી કરવામાં આવે છે જેમાંથી નીકળતા દોરા દ્વારા તમારા તૂટેલા સ્નાયુ ની એકબીજા સાથે તેમજ ખભાના હાડકા સાથે ચોંટાડવામાં આવે છે આ તમામ પ્રક્રિયા દૂરબીનથી થાય છે જેને આર્થરોસ્કોપી રોટતર કફ રિપેર સર્જરી કહેવામાં આવે છે..
ઓપરેશન કોણ કરી શકે ??
ઓર્થોપેડિક પછી દૂરબીનથી થતાં ઓપરેશનમાં એટલે કે આર્થરોકોપી સર્જરી ની વિશિષ્ટ તાલીમ મેળવેલ ડોક્ટર આ પ્રકારની સર્જરી કરી શકે છે
શોલ્ડર આર્થ્રોસ્કોપી જટિલ પ્રકિયા છે, જે માટે યોગ્ય કુશળતા અને પ્રેક્ટિસની આવશ્યકતા રહે છે. તેમજ
આમાં હાઇ એન્ડ ઓપરેટિવ ઉપકરણો સાથે અત્યંત વિશેષ સેટ અપ આવશ્યક છે,
છેલ્લા ૧૦ વર્ષમાં ટેકનિકમાં નોંધપાત્ર પરિણામ આવ્યું છે. ગુજરાત માં હજી પણ ઘણાં ડોક્ટર્સ શોલ્ડર રોટેટર કફ ઇન્જરીને રિપેર કરવા અને સારવારની આધુનિક ટેક્નોલોજીથી અજાણ છે..
આણંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ખભા દૂરબીનથી થતા ઓપરેશનના નિષ્ણાત ડોક્ટર ધવલ ભાટીયા દ્વારા વિશેષ સેટ અપ અને અત્યંત આધુનિક હાઇ એન્ડ ઓપરેટીવ ઉપકરણો દ્વારા કરવામાં આવે છે ..