05/01/2021
તમને જો આંખ ની એલર્જી છે તેમ ડોક્ટરે કહ્યું હોય તો
*એલર્જી બહારના પવન તડકા અને ધૂળની હોય છે. ખાવાથી નથી થતી.
*ઘરની સફાઈની ધુળથી થઈ શકે
*સાથે જો નાકમાં અને ગળામાં એલર્જી હોય તો શરદી થવી, છીંકો આવવી વિગેરે તકલીફ પણ થઈ શકે.
*કોઈકને તે ઠંડી ઓછી થઈ રહી હોય તેટલા જ મહિનામાં તકલીફ થતી હોય છે. કોક ને બારેમાસ થતી હોય છે.
કોઈકને ફરવા ગયા હોય ત્યારે, કોઈકને નવી જગ્યાએ રહેવા ગયા હોય ત્યારે થાય.
*છોકરાઓ નાના હોય ત્યારે ધૂળમાં રમતા હોય ત્યારે તકલીફ વધારે થાય. મોટા અને સમજુ થાય ત્યારે સાચવે કે ઓટોમેટિક ધૂળમાં રમવાનું ઓછું થાય ત્યારે તકલીફ ઓછી થાય.
* ચળ મીઠી કહેવાય જેથી એક વાર આંખો ચોળવાનું શરૂ કરો એટલે ચળ ચાલુ રહે છે અને આંખો વધુ ચોળવાનું મન થાય છે.
*આંખો ચોળવાથી લાલ થઈ જાય, બળતરા થાય ,આંખની કીકીની આજુબાજુની ચામડી ફૂલી જાય, આંખ પીળાશ પડતી કે મેલી દેખાય, આંખની આજુબાજુની ચામડી કાળી પડી જાય
*તેનો કાયમી કોઈ ઉપાય નથી. પવન, ધૂળથી સાચવવું તેજ મહત્વનું છે.
*આ માટે મુસાફરી કરતી વખતે કારની, બસની, ટ્રેનની બારીઓ બંધ રાખવી, રિક્ષામાં વચ્ચે બેસવું, બાઈક પર આગળ બેસવું નહીં safety goggles ટાઈપના ચશ્મા કે ગોગલ્સ પહેરવા
*છોકરાઓએ ધૂળમાં રમવું નહીં.
* તમને આપેલા બે પ્રકારના ટીપાંમાંથી એક ટીપા (મોટેભાગે લીલા રંગની બોટલ ના) લુબ્રિકેશનના છે તે કાયમ પણ નાખી શકાય. બીજી દવા એલર્જીની માટેની છે જે કહ્યા પ્રમાણે નાખવી , તેનાથી વધુ જાતે નાખવી નહીં.
,