आयुष्यम्: Stay Healthy

आयुष्यम्: Stay Healthy "Stay Healthy" Campaign with Vd HemalKumar Dodiya

instagram.com/hem_aayu
youtube.com/ The term “Ayurveda” refers to “Ayur" i.e. life & “Veda" i.e.

Stay connected "Stay Healthy" Campaign with Vd HemalKumar Dodiya

https://instagram.com/hem_aayu
https://youtube.com/

Ayurveda is a holistic science of health, focusing on maintaining a physically and emotionally balanced state. knowledge. So Ayurveda is the ‘Veda’ which teaches us the way to live a long, beautiful & healthy life……
Ayurveda is “UPAVEDA” of “ATHARVAVEDA”. Ayurveda isn’t a pathy to treatment, it’s an art of living, science of living. So, It is an ancient health & life science, having not only treatment for ill ones, but also,
• DINACHARYA (Daily routines),
• RUTUCHARYA (Seasonal routines),
• PATHYAPATHYA - AAHARA & VIHARA (Diet & Regimen),
• SADAVRUTPALAN (Ideal Codes of conduct) etc,
For healthier one to maintain his health - both Inner & Outer…




Aim of Ayurveda:
प्रयोजनं चास्य स्वस्थस्य स्वास्थ्य रक्षणं आतुरस्य विकार प्रशमनं च। (Charak Samhita Su. 30/26)
Ayurveda has two primary goals as follows…
1) स्वस्थस्य स्वास्थ्य रक्षणं | (means, Maintain health of healthy individual by Ayurvedic lifestyle (including daily regimen, seasonal regimen), Ayurvedic diet plan and with the use of natural herbal and home remedies.)
2) आतुरस्य विकार प्रशमनं | (means, Provide best suitable Ayurvedic treatments to ill people by Ayurvedic medicines, Ayurvedic diet, Ayurvedic Panchkarma treatment (body purification & detoxification treatment) and Surgical treatments (i.e. Ksharsutra Therapy, Agnikarma Therapy, Siravedh Therapy etc.) where it is needed. Our Aims & objects:
Our culture is deeply connected to Ayurveda. Our grand mothers were vaidhs due to knowledge of Ayurveda & home remidies
Our Main aims are aims of ayurveda itself.
1) To Maintain health of healthy individual. We give suitable advice Ayurvedic lifestyle of daily regimen, seasonal regimen, Ayurvedic diet plan, exercise, knowledge of natural urges etc according to prakruti. Thus life style modification that make you healthier.

2) To Cure ill people with best suitable Ayurvedic treatments with pure ayurveda medicine & Panchkarma treatment modalities according to Ayurveda. Ayurveda is based on the principles of Doshas. Vata, Pitta & Kapha are physical doshas while Raja, Tama are mental. Satva is an intellectual prorerties, doesn’t consider in mental dhosha. There are mainly 3 types of treatment in Ayurveda to Cure disease
1) Nidana parivarjana: (Avoid the causative factors):
‘Nidana’ means ‘the causative factors’ (which producing the disease) and ‘parivarjana’ means ‘to give up’. This is the first and foremost treatment of any disease. As per Ayurvedic literature (in sanskrit language) it can be called as,
निदानपरिवर्जनं एव चिकित्सा।
The causes on which the disease stands (disease become more powerful), one must give up all the causes. If the diseased person is not stop all the causes either in the form of diet or the regime, till the disease will not go away.

2) SHAMANA CHIKITSA (Palliative therapy):
It pacifies the aggravated Doshas by using appropriate diet, natural herbs and ayurvedic internal medicines.
3) SHODHANA CHIKITSA (Detoxification- Purifying therapy):
Elimination of vitiated doshas & accumulated wastes from any root of the body by ‘PANCHKARMA’ therapy. It is used in deep rooted chronic disease as well as seasonal imbalance of Tri-Doshas. As the wastes are eliminated from the body the person becomes healthy. So Panchakarma means five types of actions or techniques or treatment are based on elimination therapy. PANCHKARMA CHIKITSA (The Ayurvedic Detoxification Therapy):
Panchakarma (Sanskrit Language: पंचकर्म, literally meaning “five procedures”) is the word for the five different unique procedures used in Ayurveda to purify the body. There are 1)VAMANA (Medicated Emesis), 2)VIRECHANA (Medicated Purgation), 3)BASTI (Medicated enema), 4)NASYA (Nasal Therapy), 5)RAKTAMOKSHANA (Blood letting)
In order to stay healthy and fit one should carry out Panchakarma methods as a way of cleansing and servicing the body. The greatest benefit of this system is preventing possible serious illness due to ‘Srothas Avarodha’ (obstruction of channels or ducts). Panchakarma have a rejuvenating effect when it is subject to a healthy person.

*ર્લ્ડ કેન્સર ડે 2025 * ઓર્ગેનિક કે ગૌ આધારિત ખેતી માંથી શાકભાજી મળતા હોય તો એનો જ ઉપયોગ કરવો. થોડા રૂપિયા વધુ દઈ એને જ ...
04/02/2025

*ર્લ્ડ કેન્સર ડે 2025


* ઓર્ગેનિક કે ગૌ આધારિત ખેતી માંથી શાકભાજી મળતા હોય તો એનો જ ઉપયોગ કરવો. થોડા રૂપિયા વધુ દઈ એને જ લેવાનો આગ્રહ રાખવો
* શાકભાજી ને લાવ્યા બાદ ૩૦ નિં સુધી મીઠા કે ફટકડીના પાણીમાં ડૂબાડી રાખવા
* જે વસ્તુ પેકેટ માં મળતી હોય - દૂધ, દહી છાશ સહિત, એનો શક્ય એટલો ઉપયોગ કરવો. કુદરતી વસ્તુ નો ઉપયોગ વધારવો
* 15 દિવસે એક વાર ઉપવાસ/ફળાહાર કરવો. અગિયારસ ની સિસ્ટમ સારી છે. 2016 માં આ વિષય પર નોબેલ પુરસ્કાર પણ આપવા માં આવેલ છે. આ ક્રિયા ને "ઓટોફેજી" કહેવાય. જેમાં શરીર ને નવું ખાવાનું નાં મળતા, પોતાના શરીર નાં નબળા કોષો ને અને કોષો નાં નબળા ભાગ ને સાફ કરવાનું કામ કરે છે, અને નવું નિર્માણ કરે છે, રિસાયકલ કરે છે, કેન્સર જેવા રોગો આવી નાં શકે એવી સ્થિતિ બનાવે છે, ઉંમર વધારે છે.
* વ્યાયામ વધારવો

-
વૈદ્ય હેમલકુમાર ડોડિયા
આસિસ્ટન્ટ પ્રોફસર
સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ
વડોદરા

https://chat.whatsapp.com/BUWOosHfvsBCtCXTVZEVTg
Stay Connected For More "Stay Healthy"
follow us on

Instagram: https://instagram.com/hem_aayu
Face Book: https://www.facebook.com/aayushyam
Youtube: https://www.youtube.com/
Blogspot: https://aksha7.blogspot.com/

“મોજ v/s આનંદ”"મજા ક્યાંથી લેવી એ પણ એક હેલ્થી  સ્કિલ છે..!" આ આર્ટીકલ 3 ભાગ માં વિભાજિત છે. પાર્ટ 1: “મોજ-એ-દરિયા” “શું...
29/12/2023

“મોજ v/s આનંદ”
"મજા ક્યાંથી લેવી એ પણ એક હેલ્થી સ્કિલ છે..!"

આ આર્ટીકલ 3 ભાગ માં વિભાજિત છે.

પાર્ટ 1: “મોજ-એ-દરિયા”

“શું ચાલે?”
“બસ મોજે દરિયા...”

મજા.. મોજ, હરખ, હર્ષ, ખુશી, ગમ્મત, લહેર, આનંદ, મશ્કરી...
મજા કરવી, એ જીવની સહજ પ્રકૃતિ છે... આપણે પણ જીવનમાં જીવન વ્યાપારના આવશ્યક કામ તો કરીએ છીએ સાથે ખુશ રહેવાનો પ્રયત્ન પણ પૂરો કરતાં જ હોઈએ છીએ. કારણ કે જીવન મજા યુક્ત પસાર કરવું એ આપણા આ જન્મારાના ‘એસેન્સિયલ ગોલ’ માનો એક છે.. એટલે સૌ કોઈ જીવિત આ જીવનલક્ષ્યાંક જાણતા-અજાણતા, સદિશ-દિશાહીન, સસ્તી-મોંઘી, સાત્વિક-રાજસિક રીતે આની પૂર્તિ હેતુ તત્પર તો રહે જ છે. આ તત્પરતામાં આપણે સાથે સ્પેશિયલ એકસ્ટ્રા મજા પણ કરી લેતા હોઈએ. કોઈ વાર કામ ના સ્ટ્રેસમાંથી ફ્રી થવા, કોઈ વાર રજા આવતી હોય, કોઈ વાર પરિવાર માટે, કોઈ વાર આદતના કારણે, કોઈ વાર કામ પછી ના રીવાર્ડ આપવા આપણે જીવન માં કોઈ ને કોઈ રીતે મોજ લેવાનું ચાલુ જ હોય..

તો ચાલો થોડી મોજ ની મજા માણીએ...

7 વર્ષનું બાળક, જેવા મમ્મી પપ્પા એને ઘરે એકલા મૂકી બહાર ગયા, એવું જ બોનવિટાનો ડબ્બો લઈ, કાર્ટૂન જોતા જોતા ખાવાની ભાઈ કેવી મજા...

2 બહેનપણીઓ એ સ્કુટી માંથી વળાંક લીધો ને સામે પાણીપુરીની લારી.. એક્સ્ટ્રા તીખી પાણીપુરી ખાતી જાય ને હાથથી તીખાશના ધુમાડા ઉડાડતી જાય.. છેલ્લે પડિયામાં જે પાણી રહ્યું એની પણ ખાટી તીખી અલગ મજા...

ઉનાળાની મસ્ત ગરમી માં ઠંડો ઠંડો આઇસક્રીમ કે ગોળો.. આ હા, અઠવાડિયા માં 2 વાર તો આ મોજ જોઈએ જ..

લેટ નાઈટ પાર્ટી માટે.. ભાઈએ DEO ના ફુવારા ઉડાવ્યા, સુગંધી મોજ ને “પાલ્ટી” રેડી...

અબજોપતિ ખાનદાનમાં જન્મ, જેગુઆર ગાડી ને ફ્રેન્ડઝ-ફ્રેન્ડીઝ નું ગ્રુપ. રાત્રે શહેર સુવે પછી 160-180 ની સ્પીડે શહેરની સડકો ને જ હાઇવે બનાવી ઝડપની કેવી મજા?!! (એસ.ટી. ની ટેગલાઇન યાદ આવી ગઈ!) આમને જોઈ ને એમ જ થાય સાલું કેટલા જન્મ ના પુણ્ય ભેગા થાય ત્યારે આટલી મોજ વાળું જીવન મળે.!
આવા જ બાઇક ગેંગ ના ભૂંગળા ના ભડાકા !, આપણે ઘરમાં બેઠા હોય તોય રૂંવાડા ઊભા થઈ જાય!

નવું પિકચર, ફ્રેન્ડ્સ, પોપકોર્ન, કોક, લિપસ્ટિક ના પાઉટ, આઈ ફોનની સેલ્ફી, આફ્ટર મૂવી પિઝ્ઝા, fun unlimited...

આપણા ઉનાળાની ગરમી... કામ પરથી આવી.. જમીને.. AC 16 પર... સીમલા મનાલી જવાના પૈસા કોણ ખર્ચે, સોલર નાખ્યું જ છે!! રૂમમાં જ સીમલા મનાલી બનાવીને ઠંડો અનુભવ..

રાત્રે 10 વાગે સૂતા પણ ઊંઘ ના આવી એટલે
મોબાઈલ લીધો ને મિત્રોનેય ઓનલાઈન બોલાવ્યા. પ્રાતઃકાળ સુધી મિત્રમંડળીનો “પબ જી” સત્સંગ.. આ હા હા, મિત્રો વિનાનું જીવન નકામું ભાઈ! આવી મિત્ર સંપતિ મળી ના હોત તો આપણું જીવન કેવું હોંત? આપણે કયા હોત? ?

મમ્મી બેબીને બોલાવી બોલાવી ને થાકી ગયા પણ બેન સાંભળે શેના?
કાનમાં ફૂલ વોલ્યુમાં હેડ ફોનમાં મ્યુઝિકની મોજ જો ચાલુ છે...

બીપી ડાયાબિટીસ યુક્ત સિનિયર સીટીજન... બીપી ડાયાબિટીસ યુક્ત પત્ની બહાર ગઈ હોવાથી એકલા ને પછી ફ્રીજમાં પડેલી દોહિત્રીની ચોકલેટ ખાવાની કેવી મીઠી મજા...

કોઈ પણ પ્રકારના જીવન ટાર્ગેટ કે પૂર્વનિર્ધારિત કામ વગરની
હોસ્ટેલની હાઇલાઈફ, શિયાળાની સવાર, ચાની ચૂસકી ને સિગારેટના કસ.. આહાહા

અરે પેલું કેમ ભુલાઈ ગયું?
આપણો પ્રથમ હરોળનો રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવાર, “ 31st ”.
जहाँ चार यार, जहाँ चार यार मिल जायें, वहीं रात हो गुलज़ार | जहाँ चार यार ! પહેલી જાન્યુઆરી એ સવારે માથું પકડેલા કે લીંબુ ની શોધ કરતાં સંત-સજ્જન પ્રકૃતિ ની નર માદા મહાત્માઓ, આગલી રાત્રે જીવન-મૃત્યુ/પ્રેમ-નફરત/સફળતા/સંબંધો વેગેરેનું જે અમૃતબિંદુ તુલ્યજ્ઞાન પીરસતા હોય.. “નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ”, “તું મારો ભાઈ છે”, “જિંદગીની આ જ વાસ્તવિકતા છે”, “તું એમ ન સમજતો કે પીને બોલું છું.”... આ હા હા... દંડવત પ્રણામ... “મોજ-એ-બ્રહ્માંડ”.!!! ના ના ધરતી પર પાછા ફરો, નહીં તો આર્ટીકલ 4 ભાગ નો થશે.!

મજાની આટલી જ વાત કરી છે તો સાથે આ મજાની પરાકાષ્ઠા ના વર્ણનની પણ મજા માણી લો..

"પાન ના ગલે ઊભેલો એક મોજીલો... લીગલી છુટ છે એવા 50 માઇક્રોનના પ્લાસ્ટિક માં એક મસાલો... જેમાં, પિતા पुगफल (સોપારી) અને માતા ताम्रपर्णी (તમાકુ) ક્રમાંક पंचस्त्रिंशदधिकशतं (૧૩૫) માં सुधा जल(ચૂનો) જરૂર પ્રમાણે घन/तनु शीत/पीत (જાડો-પાતળો, ધોળો-પીળો) નાખી પ્રારબ્ધ અને પુરુષાર્થ થી હથેળી માં ઉગાડેલી રેખાઓ અડધી ભુસાઈ જાય એ રીતે જે મંથન થતું હોય આ હા હા હા, સાક્ષાત પ્રકૃતિ ને પુરુષનું મિલન થતું હોય એવું લાગે.. नमस्कार:।
અને મોજીલો મંથન થી પ્રાપ્ય અમૃત મસાલાને અંગુષ્ઠ, તર્જની અને મધ્યમાં ની મદદથી ગાલ ના એકાંતર પાશ્વમાં મૂકીને જે દરિયા જેવી અમાપ મજા એ અનુભવે છે.. આ હા હા હા , અવર્ણનીય..
ને પછી મોજીલો સામે વાળાના કર્ણ સુધી તો પહોંચે પણ ઇન્દ્રિયો સમજી ના શકે એવા અસ્પષ્ટ ઉચ્ચારણ અને વચ્ચે વચ્ચે "અતિ શુભ" શબ્દો (ગાળો) સાથે જે ફેંકતો હોય... આ હા હા. પણ એના હાવભાવ થી ખબર પડી જાય એ દિલ્લીના નેતાઓને રાજકારણ શિખવાડે છે કે કોહલીને બેટિંગ શિખવાડે છે કે પોતાના લંગોટિયા અમેરિકાના જોઈ બાઇડન ની વાત કરે છે..
પણ આ શું, વાતો માં જ મસાલા યુક્ત લાલાસ્ત્રાવ મુખના બાંધ તોડી ઓષ્ટદ્વાર(હોઠ) સુધી આવી જાય છે.. ને પછી મોજીલા દ્વારા આજુ બાજુ જોઈને ટાર્ગેટ પ્લેસ નક્કી કરે છે અને ટાર્ગેટ પ્લેસનું લોકેશન, પગ થી ટાર્ગેટ પ્લેસ નું અંતર, મુખ થી ટાર્ગેટ પ્લેસનો એંગલ, હવાની દિશા, હવાની ગતિ જોઈને પિચકારી નો વેગ, પ્રવેગ, દિશા, માત્રા નક્કી કરી મગજની 7 અને 12 નંબરની નસ(ક્રેનિયલ નર્વ: 7-ફેસિયલ નર્વ, 12- હાયપો ગ્લોસલ નર્વ) વડે જડબા, મુખ ના સ્નાયુ ને જીભ ને આદેશ આપી ટાર્ગેટ oriented જે પિચકારી છોડવામાં આવે છે, વાહ. . . અસંભવ ,અદભુત,અદ્વિતીય, રમણીય... पुन: नमस्कार:।
મને લાગે છે કે નાગ વંશના કોબ્રા જેવા વંશજો આમના પિચકારી ના વિડીયો youtube માં જોઈને જ બે બે મીટર સુધી પોતાના શિકાર પર વિષ ફેકતા શીખ્યા હશે...

આ બધું સાક્ષાત જોઈને કવિ ના હોય તો પણ મનમાં એક જ શબ્દ આવે "મોજ- એ- દરિયા"...

(ભાવિ ડોકટરો દ્વારા આ મોજ ની પરાકાષ્ઠાના વર્ણન પર બનાવેલ વિડીયો જોવાનું ચુકતા નહીં..
https://youtu.be/xybbi5LkEF8 )

કમિંગ સૂન
પાર્ટ-2: પરમાનંદમ
પાર્ટ-3: મોજ v/s આનંદ: ધ કનક્લૂઝન

આભાર
વૈદ્ય હેમલકુમાર વિ. ડોડીયા
આસિસ્ટન્સ પ્રોફેસર
સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલ
વડોદરા

Stay Connected For More "Stay Healthy"
follow us on
Instagram: https://instagram.com/hem_aayu
Face Book: https://www.facebook.com/aayushyam
Youtube: https://www.youtube.com/

“મોજ-એ-દરિયા”(માવા – મસાલા – પાન – ફાકી ની મોજનો દરિયો) (ભાવિ ડોકટરો દ્વારા કરેલ ડાયરો)“મોજ-એ-દરિયા” પૂરો આર્ટીકલ મા.....

"રોગ પ્રતિરક્ષણ with આયુર્વેદ" વૈદ્ય હેમલકુમાર વી. ડોડીયા1st PrizeReel Making Competitionઆયુષ પ્રભાગઆરોગ્ય અને પરિવાર કલ...
06/12/2023

"રોગ પ્રતિરક્ષણ with આયુર્વેદ"
વૈદ્ય હેમલકુમાર વી. ડોડીયા

1st Prize
Reel Making Competition
આયુષ પ્રભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય

"રોગ પ્રતિરક્ષણ with આયુર્વેદ" વૈદ્ય હેમલકુમાર વી. ડોડીયાસરકારી આયુર્વેદ કોલેજ, વડોદરા1st PrizeReel Making Competitionઆયુષ પ્રભાગઆરોગ્...

Its my humble gratitude to my gurus, known-unknown every human and individual soul also every situationThat created upda...
03/07/2023

Its my humble gratitude to my gurus, known-unknown every human and individual soul also every situation
That created updated and upgraded version of our self...
Happy guru purnima🙏🏻💐

11/06/2023

Old articles regarding Grishma Charya..
11/04/2018

Old articles regarding Grishma Charya..

30/07/2017
30/05/2017

Hours of sleep according to age

ચૈત્રિ નવરાત્રિ તથા ચૈત્ર માસ: આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વઆજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થઈ છે. ચૈત્રિ નવરાત્રિનું જ...
28/03/2017

ચૈત્રિ નવરાત્રિ તથા ચૈત્ર માસ: આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વ

આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ થઈ છે. ચૈત્રિ નવરાત્રિનું જેટલુ ધાર્મિક મહત્વ છે તેટલુ જ આયુર્વૈદિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.
ચૈત્રી નવરાત્રિ વિશે આરોગ્ય અને આયુર્વેદને ધ્યાનમાં રાખી - આખા વર્ષનું સ્વાસ્થ્ય જાળવવા માટે, કફ, જ્વર, ફ્લુ‍નો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્ત્વ છે. કડવા લીમડાનો મોર ખાઇ શકાય. કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઇ શકાય. આ નવ દિવસમાં ઘણાં લોકો અલૂણું કરે છે. એટલે કે મીઠું લેતાં નથી, કારણ કે આ સમય દરમિયાન લવણ રસ, ખારાશને કારણે કફ વધે છે.

આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્યને ધ્યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.

ચૈત્રી નવરાત્રિમાં અલૂણું ખાવાનું મહત્ત્વ એટલા માટે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે.
આ સમયમાં થતાં કફ, પિત્ત અને to શરીરમાં ભેગાં થયેલાં કચરાને દૂર કરવા માટે, શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસનું મહત્ત્વ છે.

માટે લીમડાનું સેવન,
અલુણો ખોરાક અને
ઉપવાસ
આ ત્રણ બાબતો નો શક્ય તેટલો અમલ કરવો.

03/02/2017

કેવું સારું..

જો એકાદ સ્ટેથોસ્કોપ એવું પણ હોય,

જેમાં હૈયાની વેદનાં સંભાળાતી હોય.!!

બધી જ દવા “દવા” નથી હોતી..(આયુર્વેદ દવા ના નામે ધીંગાણું)Dr. Alap AntaniSarvamangal Arogyadham – Bhuj                ભુજ...
01/02/2017

બધી જ દવા “દવા” નથી હોતી..(આયુર્વેદ દવા ના નામે ધીંગાણું)

Dr. Alap Antani
Sarvamangal Arogyadham – Bhuj

ભુજ માં જ રહેતા જતીન ભાઈ થોડા દિવસ પહેલા મારા ક્લિનિક પર આવ્યા અને જાણે પોતાને મળી ગયેલી કોઈ જાદુઇ ચીજ બતાવી રહ્યા હોય તે રીતે ખુશી થી તેમના પોટલાં માથી એક પ્લાસ્ટિક ની કોથળી માં રાખેલી અમુક ગોળીઓ બતાવવા લાગ્યા. મારી સામે જોઈ એક સ્મિત વેરયું અને જાણે મને કોઈ મંત્ર શીખવાડતા હોય એમ કહેવા લાગ્યા કે “સાહેબ ! આ ગોળીઓ હું થોડા દિવસ પહેલા જ નજીક ના ગામડા માં મોટું નામ ધરાવતા એક ‘વૈધ’ પાસેથી લઈ આવ્યો છું. ગજબ ની દેશી દવા છે. એક જ દિવસ માં મારા સાંધા નો દુખાવો ગાયબ થઈ ગયો. આ પહેલા હું ઊભો પણ બહુ રહી શકતો નહીં પણ હવે આ દવા લીધા પછી થોડા કલાકો બાદ જ હું દોડતો થઈ ગયો. એ વૈધરાજ ની સલાહ છે કે ગોળીઓ ચાલુ જ રાખવી. તમે પણ જો આવી કોઈ દેશી દવા શોધી લ્યો તો ક્લિનિક ની બહાર લોકો લાઇન લગાવશે.” એમની નાદાની પર મને હસવું આવ્યું, પણ મે રોક્યું અને એમની એ મહાન દેશી દવા તરફ નજર કરી. ગુલાબી, લીલી, સફેદ જવ ના દાણા જેવી અને ભૂખરી એમ ચારેક પ્રકાર ની હાથે થી જાણે ગોળ વાળીને બનાવી હોય તેવી એ ગોળીઓ જોતાં જ ખ્યાલ આવી ગયો કે એ કોઈ દેશી દવાઓ નથી પણ આયુર્વેદિક કે દેશી ના નામે વેંચાતી પેઇન કિલર કે એ થી પણ વધુ પાવર ધરાવતી સ્ટેરોઇડ્સયુક્ત દવાઓ હોઈ શકે. આ દવાઓ ની સાઇડ ઇફેક્ટ્સ અને કુખ્યાતિ ને જોતાં મારી કલમ આ વિષય તરફ દોડતી થઈ ગઈ.
આજ ના સમય માં જ્યારે આયુર્વેદિક દવાઓ નું ચલણ વધતું જાય છે ત્યારે મેટ્રિક પણ પાસ ન કર્યું હોય તેવા આપણાં આરોગ્ય ના રક્ષક બની બેઠેલા ઊંટવૈદો નો સમુદાય પોતાનું માથું ઊંચું કરી રહ્યો છે અને દુર્ભાગ્યવશ સમાજ નો દરેક કક્ષા ની વ્યક્તિ જાણે અજાણે, અજ્ઞાનવશ આવા ધુતારાઓ પાસે પોતાના જીવન માટે સૌથી અગત્ય ના એવા તેમના શરીર માટે ઉપચારો કરાવી રહી છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો એવી છે કે આપણે સામાન્ય ખરીદીઓ કરવા જઈશું તો પણ એક એક વસ્તુ બરોબર જોઈને, પારખીને લેશું અને અહી પડિકા માં પેક કરીને આપી દીધેલી દવા વિષે કોઈ પ્રશ્ન પણ નહીં કરીએ!! હવે થોડું જાણીએ આ દવાઓ વિશે. કચ્છ ના દરેક ગામડાઓ માં તથા શહેરો માં આયુર્વેદ ની ડિગ્રી લીધા વિના ના અને પોતાને વૈદ્ય ગણાવતા લોકો દ્વારા ખાસ કરીને વિવિધ પ્રકારના દુખાવાઓ માટે આ પ્રકારની દવાઓ દેશી દવાઓ તરીકે આપવા માં આવેછે. આપણાં માથી ઘણાખરા લોકો એ ઉપર જણાવેલી ગુલાબી,ભૂખરી,સફેદ અને લીલા જેવા રંગો વાળી ગોળીઓ જોઈ જ હશે જેમના પર નથી કોઈ નામ કે નથી આપવા માં આવી ઉપયોગ સંબંધિત કોઈ સૂચનાઓ કે એમાં ઉમેરવા માં આવેલ દવાઓ ની માહિતી. હકીકત માં આ દવાઓ માં સ્ટીરોઇડ્સ ઉમેરવા માં આવે છે. સ્ટેરોઈડ દવાઓ વિવિધ પ્રકારની હોયછે, પણ સરળ ભાષા માં સમજીએ તો માણસ ને મરતો બચાવવા આ દવાઓ ની શોધ થઈ પરંતુ મૂત્રપિંડ(કિડની) યકૃત (લિવર) પર જોવા મળતિ તેની આડ અસરો ને કારણે તેનો ઉપયોગ એલોપથી માં પણ અત્યંત આવશ્યક હોય ત્યારે જ કરવા માં આવે છે. બીજું કે આ દવાઓ આ ઊંટવૈદો દ્વારા સવાર સાંજ મનફાવે એવા ડોઝ માં જે રીતે આપવા માં આવે છે એ પ્રકારે તેનો ઉપયોગ તબીબી શાસ્ત્ર માં જાણાવાયો જ નથી. તમને દુખતું મટે છે એટ્લે તમે એ લેવાનું શરૂ કરી દો છો પણ તમે એ જાણતા નથી કે તમારા શરીર ના સૌથી અગત્ય ના દરેક અવયવ ને તમે નબળા પાડી રહ્યા છો અને આમ ઝિંદગી નો સમય ઓછો કરી રહ્યા છો. “દુખ અથવા પેઇન” એ ઈશ્વર દ્વારા શરીર ને મળેલું વરદાન છે કે જેના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે શરીર નો કોઈ અવયવ બીમાર છે અથવા અસામાન્ય અવસ્થા માં છે અને આપણે તેને સાજો કરવાનો છે. હા ! એ જ્યારે અમુક કક્ષા થી વધી જાય ત્યારે તેનું શમન ના થાય તો એના ગંભીર પરિણામો આવે એ અલગ વાત છે. જો દુખશે નહીં તો આપણે પોતાની જાત ને પણ નહીં ગણકારીએ. સ્ટેરોઇડ્સ ની સાથે તેમાં પેઇનકીલર દવાઓ પણ ઉમેરવા માં આવેછે. હવે આ પેઇન કિલર દવાઓ મગજ ને દુખાવા ના સિગ્નલ પહોચાડતા જ્ઞાનતંતુઓ ને શાંત કરી દે છે અને જેથી આપણ ને દુખતું બંધ થઈ જાય છે, પરંતુ જેને કારણે દુખાવો થયો એ કારણ તો ત્યાં જ ઊભું છે. એનો કોઈ ઉપચાર થતો નથી અને જેથી ક્યારેક પરિસ્થિતી વધુ ખરાબ થાય છે.
અહી સવાલ ફક્ત આ ઊંટવૈદો ની “માલ પ્રેક્ટિસ” નો જ નથી,પરંતુ સમાજ માં આયુર્વેદ જેવા આરોગ્ય શાસ્ત્રો માટે પ્રવર્તતી ગેરમાન્યતાઓ નો પણ છે. આપણે આયુર્વેદ ને બહુ “ઇઝી ગોઇંગ” સમજી લીધું છે અને જેથી જ આવા લોકો પાસે જતાં આપણને ડર નથી લાગતો અને “દેશી” કે “આયુર્વેદિક” ના નામે કઇપણ લેવાનું શરૂ કરી દઈએ છીએ. કોઈપણ વૈદ (આજના યુગ માં આયુર્વેદ ડોક્ટર) પાસે જાઓ એટ્લે પહેલા એને પૂછો કે એમની પાસે બી.એ.એમ.એસ. કે એમ.ડી. (આયુર્વેદ) જેવી કોઈ ડિગ્રી છે કે બસ એમ જ બે ચાર આયુર્વેદ ના ગ્રંથો વાંચીને પોતાને વૈદ ગણાવે છે !! આવા તો ઘણા મુદ્દાઓ આજે આયુર્વેદ ના વિકાસ અને તેને સાચી રીતે સમાજ સુધી પહોચાડવા માં નડતર બની રહ્યા છે. આ વાત નું તાજું ઉદાહરણ હાલ માં જ મુન્દ્રા માં બની ગયેલો કિસ્સો છે કે જ્યા આયુર્વેદિક દવા નાં નામે વેચાતા કેફી પીણાનાં સેવન થી એક યુવાને જીવ ગુમાવ્યો. આવી કઈક દવાઓ આજે ગામે ગામ પ્રસિદ્ધ બની રહેલી છે અને આયુર્વેદ જેવા મહાન જ્ઞાન નાં નામ નો દુરુપયોગ કરીને લાલચુ ધંધાર્થીઓ લાખો ની કમાણી કરે છે અને સમાજ નાં અમૂલ્ય આરોગ્ય ને જોખમ માં નાખે છે. એક તરફ આપણે સામાજિક આરોગ્ય ને વધુ ને વધુ સારું બનાવવા નવા નવા નિયમો લાગુ કરતાં જઈએ છીએ અને બીજી તરફ આવી જોખમી દવાઓ બેરોકટોક વેંચાઈ રહી છે જે વાત નો સમગ્ર આયુર્વેદ સમાજ ને ખેદ છે .
By
Dr. Alap Antani
Sarvamangal Arogyadham (Bhuj)

Address

Bhavnagar

Telephone

9429771234

Website

https://youtube.com/@aayushyam, https://aksha7.blogspot.com/

Alerts

Be the first to know and let us send you an email when आयुष्यम्: Stay Healthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to आयुष्यम्: Stay Healthy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram