02/12/2025
ઈમોશનલ બર્નઆઉટ
આજના વ્યસ્ત જીવનમાં આપણે સતત કામ,સંબંધો અને જવાબદારીઓ વચ્ચે દોડતા રહીએ છીએ. જ્યારે આપણે પોતાની ઇમોશનને આરામ આપ્યા વગર સતત દબાવી રાખીએ, ત્યારે ઈમોશનલ બર્નઆઉટ થઇ શકે છે.આ એવી સ્થિતિ છે જ્યાં મન અને લાગણી બન્ને અતિશય થાકી જાય છે અને કંઈ કરવાની ઊર્જા જ બાકી રહેતી નથી.
ઈમોશનલ બર્નઆઉટના મુખ્ય લક્ષણોમાં સતત થાક લાગવો, ઉત્સાહમાં ઘટાડો, ચિડચિડાપણું, આત્મવિશ્વાસમાં ઘટાડો, કામ અથવા સંબંધોથી ઉદાસીનતા, અને ઊંઘની સમસ્યાઓનો સમાવેશ થાય છે. ઘણા વખતે વ્યક્તિને પોતાની જ લાગણીઓ સમજાતી નથી અને તે એકાંતમાં ખોવાઈ જવાની લાગણી અનુભવે છે.
ખાસ કરીને સંવેદનશીલ લોકો, હેલ્થકેર વર્કર્સ, શિક્ષકો, કામનો બોજ વધુ ધરાવતા કર્મચારીઓ અને સંબંધોમાં ભાવનાત્મક તાણ અનુભવતા લોકોમાં તેનું જોખમ વધારે હોય છે.
ઈમોશનલ બર્નઆઉટથી બચવા માટે “સેલ્ફ-કેર” અત્યંત જરૂરી છે. પોતાના માટે સમય કાઢવો, શોખ અપનાવવો, ‘ના’ કહેવાની કળા શીખવી, યોગ્ય ઊંઘ અને વ્યાયામ રાખવો, તેમજ ભાવનાઓ વિશે વિશ્વાસુ લોકો સાથે ખુલ્લું બોલવું ફાયદાકારક સાબિત થાય છે. પરિસ્થિતિ ગંભીર બને ત્યારે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.
સ્વયંને પ્રાથમિકતા આપો—સ્વસ્થ મન જ સુખી જીવનનું મૂળ છે.
ડો.શૈલેષ જાની ,મનોચિકિત્સક,ભાવનગર મો -8141872881