10/09/2019
ચાલો આપણે સૌ આટલું અવશ્ય કરીયે અને વિવિધ બિમારીથી બચીએ...
તાલુકા ના દરેક ગામ ના રહેવાસીઓ ને આરોગ્ય લક્ષી વિનંતી.
૧) આવા વરસાદ અને ભેજમાં મચ્છર ની ઉત્પત્તિ ઝડપથી થાય છે.
૨) જેટલી મચ્છરની ઉત્પત્તિ વધારે તેટલો ડેન્ગ્યુ,ચીકનગુન્યા,મેલરિયા થવાની સંભાવના વધારે.
૩) આ ત્રણે રોગના મચ્છર ચોખ્ખા પાણીમાં, ઘરમાં કે ઘરની આસપાસ ઉત્પન્ન થાય છે
૪) કુંડા , ખાલી પડેલ પ્લાસ્ટિક ના ભંગાર,ફુવારા,નાળિયેરના કાચલી, રૂમ કૂલર જેવી જગ્યા માં દર બે દિવસે પાણી ભરાયેલું નથી તેની ખાતરી કરો.
૫) પાણી ભરાયેલું જણાય તો ખાલી કરીદો
૬) પાણી ની ટાંકી હવાચુસ્ત બંધ રાખો
૭) આમ કરતા રહેવા છતાં મચ્છર નો ઉપદ્રવ લાગે તો લીમડાના પાનનો ધૂવાડો કરવો
૮) મચ્છર નો ઉપદ્રવ અટકાવવો ની જવાબદારી આપણા સહુ ની છે.
૯) આ બધા રોગો ની સારવાર કરતા અટકાવવા વધુ વ્યાજબી છે. સહુ
જાણોછો તેમ ડેન્ગ્યુ, ચિકનગુન્યા ની તો સીધી સારવાર પણ નથી ફક્ત લક્ષણ ની સારવાર કરવામાં આવે છે.
10)નાના ખાડા ખાબોચિયા માંથી પાણીનો નિકાલ કરવો અથવા માટી પુરી દેવી જો એમ નો થાય તો એમા વધારાનુ બળેલું ઓઈલ લઇ કાપડ ના દડા બનાવી અથવા કટકા ઓઇલ વાળા કરીને મુકવા
11)ચોખ્ખુ અને સ્વચ્છ પાણી જ પીવા ના ઉપયોગ માં લેશો
12)પૂરતું શરીર ઢંકાય તેવા કપડાં પહેરીને મચ્છર કરડવા થી બચી શકાય છે
13)મચ્છરદાની માં જ સૂવાની ટેવ પાડો
14)તાવ આવે, ઝાડા ઉલ્ટી થાય કે કોઈ પણ બિમારી થાય એટલે તરત જ નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે નજીક ના દવાખાને જઈ નિદાન કરાવી જરૂરી સમયસર સારવાર મેળવો
( આ માહિતીને યાદી ગણી આપણે આપણું રક્ષણ કરીએ - જનહિત માં જારી)