Shraddha Hospital

Shraddha Hospital A multi-speciality hospital with all the treatment available in Borsad, Gujarat. Shraddha Hospital was established in January 2008. Each human has right to life.

Hospital operation began in the modified girls' dormitory building on the grounds of the Excellent English Medium School in vahera,Gujarat. So far hospital has treated over hundred thousand patients in this facility. Shraddha Hospital has been rendering valuable service in medical filed for last 8 years. Under the roof of this hospital .Dr.Paresh patel has actively served the humanitarian work for people of Borsad. He has dream of serving people without consideration of economic condition equal medical technology is applied to one and all. The new hospital building construction started in November 2011 on the land trust had purchased in 2005.This facility will be a 110 bed facility with Deluxe, semi Deluxe and private rooms,separate male and female wards, maternity and children's wards.It will also include four operating rooms, an endoscopy facility and an intensive care unit (ICU) &Physiotherapy facility.Approximate cost for this project is Rs.50 crores.

Happy navratri ❤️
22/09/2025

Happy navratri ❤️

આર. એચ. પટેલ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, બોરસદના બી.એસસી. નર્સિંગના દ્વિતીય સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ એમરી હોસ્પ...
18/09/2025

આર. એચ. પટેલ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, બોરસદના બી.એસસી. નર્સિંગના દ્વિતીય સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ એમરી હોસ્પિટલ, આનંદ ખાતે વિશ્વ પેશન્ટ સેફ્ટી ડે ઉત્સાહપૂર્વક ઉજવ્યો. વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં દર્દીની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી.

આ કાર્યક્રમને હોસ્પિટલ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ, મેટ્રન, નર્સિંગ સ્ટાફ તથા અન્ય કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી ચાર ચાંદ લાગ્યા. કાર્યક્રમનો સમાપન પેશન્ટ સેફ્ટી પ્રતિજ્ઞા સાથે કરવામાં આવ્યો, જેમાં ભવિષ્યના નર્સિંગ વ્યાવસાયિકોએ સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવા પ્રતિબદ્ધતા દર્શાવી.

પસારોલ ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયોશ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ દ્વારા તા. ૧૭-૦૯-૨૦૨૫, શુક્રવારના રો...
18/09/2025


સારોલ ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ દ્વારા તા. ૧૭-૦૯-૨૦૨૫, શુક્રવારના રોજ સારોલ ગામમાં દૂધની ડેરી ખાતે વિવિધ વિભાગોની નિષ્ણાત ડોક્ટરોની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં ગ્રામજનોએ વ્યાપક પ્રમાણમાં હાજરી આપી. દર્દીઓનું સામાન્ય તબીબી ચેકઅપ, દાંતની સારવાર, ત્વચા રોગોની તપાસ અને સ્ત્રીઓના રોગોની નિદાનસહાય કરવામાં આવી.
તેઓને બી.પી., શૂગર ટેસ્ટ તેમજ આવશ્યક દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી.

શ્રદ્ધા હોસ્પિટલના આ સેવા કાર્યની ગ્રામજનોએ ભરપૂર પ્રશંસા કરી હતી.

આયોજક:
શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ

Happy Teachers day
05/09/2025

Happy Teachers day

“વિદ્યાર્થીનીઓ માટે આરોગ્યલક્ષી અભિયાન”વહેરામાં શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ દ્વારા આરોગ્યલક્ષી લેકચર અને દાંત તપાસ કાર્યક્રમ...
30/08/2025

“વિદ્યાર્થીનીઓ માટે આરોગ્યલક્ષી અભિયાન”

વહેરામાં શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ દ્વારા આરોગ્યલક્ષી લેકચર અને દાંત તપાસ કાર્યક્રમ

વહેરા, તા. 29 ઓગસ્ટ 2025:
શ્રી એચ.જે. પટેલ હાઈસ્કૂલ, વહેરા ખાતે શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદના સહયોગથી આરોગ્યલક્ષી લેકચર તથા દાંત તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ખાસ કરીને ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીનીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. શેરલ વલવી (ગાયનેકોલોજિસ્ટ) અને ડૉ. રોનિત (ડેન્ટિસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. શેરલ વલવીએ હોર્મોનલ બદલાવ, માસિક ચક્ર દરમિયાન જાળવવાની સ્વચ્છતા તથા સ્ત્રીરોગ સંબંધિત પ્રાથમિક લક્ષણો અંગે સરળ અને સમજાય તેવી ભાષામાં માર્ગદર્શન આપ્યું.

ડૉ. રોનિતે તમામ વિદ્યાર્થીનીઓના દાંતની તપાસ કરી અને મૌખિક સ્વચ્છતા તથા દાંતની સંભાળ અંગે ઉપયોગી માહિતી આપી.

બંને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, પૌષ્ટિક આહાર, નિયમિત વ્યાયામ અને પૂરતા આરામના મહત્વ પર ભાર મૂક્યો.

👉 શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ સતત સમાજસેવા અને આરોગ્ય જાગૃતિ માટે પ્રતિબદ્ધ રહી છે. વિવિધ શાળાઓ તથા સંસ્થાઓમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજીને યુવાપેઢીમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ લાવવાનો તેમનો પ્રયાસ વખાણવા લાયક છે. આ કાર્યક્રમ પણ તેમની સેવાભાવનાનું જીવંત ઉદાહરણ સાબિત થયો.

આ સમગ્ર આયોજન શાળાની આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા શ્રદ્ધા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેમણે વિદ્યાર્થીનીઓના શારીરિક તથા માનસિક આરોગ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

🙏✨ શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ખાતે ગણેશ સ્થાપના - ૨૭/૦૮/૨૦૨૫ ✨🙏આજનો દિવસ શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ માટે એક વિશેષ અને પાવન પ્રસ...
27/08/2025

🙏✨ શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ખાતે ગણેશ સ્થાપના - ૨૭/૦૮/૨૦૨૫ ✨🙏
આજનો દિવસ શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ માટે એક વિશેષ અને પાવન પ્રસંગ રહ્યો. તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ખૂબ જ શ્રદ્ધાભાવ અને ઉમંગ સાથે શ્રી ગણેશજીની વિઘ્નવિનાશક મૂર્તિની સ્થાપના કરવામાં આવી.
હૉસ્પિટલના ઉપ.પ્રમુખશ્રી હિતુલભાઈ પટેલ ના હસ્તે પૂજા કરવામાં આવી તેમાં ટ્રસ્ટીઓ તથા સમગ્ર સ્ટાફ પરિવારની હાજરીમાં વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવી. મંત્રોચ્ચાર અને શુભ માહોલ વચ્ચે ભગવાન શ્રી ગણેશજીનું આહ્વાન કરીને તેમની કૃપા હોસ્પિટલ પર હંમેશાં ટકી રહે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ.
બાપાની હાજરીએ આખું વાતાવરણ પવિત્રતા અને ભક્તિભાવથી ઓતપ્રોત થઈ ગયું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો અને તમામના મનમાં નવા ઉમંગ અને શાંતિનો અનુભવ થયો.
આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવામાં સહભાગી બનેલા દરેકનું દિલથી આભાર અને બાપા તમામને આરોગ્ય, સમૃદ્ધિ અને સુખ આપે તેવી પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરયા! 🙏

Happy ganesh chaturthi ❤️❤️
27/08/2025

Happy ganesh chaturthi ❤️❤️

શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ અને આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર  ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવ...
15/08/2025

શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ અને આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

બોરસદ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ - સીજીએસએમ એન્ડ આરસી ટ્રસ્ટ દ્વારા સંચાલિત આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અને શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ ખાતે ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ દેશભક્તિના ઉત્સાહ સાથે કરવામાં આવી.

સીજીએસએમ એન્ડ આરસીના પ્રમુખ ડૉ. રાગ પટેલ દ્વારા અન્ય આદરણીય ટ્રસ્ટીઓ અને મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ઔપચારિક રીતે ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિતોમાં ઉપપ્રમુખ શ્રી હિતુલ પટેલ, સેક્રેટરી શ્રી મિનેષ પટેલ, ખજાનચી શ્રી સંદીપ પટેલ અને ટ્રસ્ટી શ્રી બિરેન પટેલ, શ્રી પ્રણવ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, ટ્રસ્ટના અન્ય આદરણીય સભ્યોનો સમાવેશ થતો હતો.

આ ઉજવણી વરિષ્ઠ અધિકારીઓ, એચઆર મેનેજર, સીઈઓ, સંસ્થાના આચાર્ય, ફેકલ્ટી સભ્યો, હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીથી ઉજવવામાં આવી હતી, જે બધા સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને માન આપવા માટે ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, ભાષણો અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન પર ચિંતનનો સમાવેશ થતો હતો.

કાર્યક્રમનું સમાપન આભારવિધિ અને મીઠાઈ વિતરણ સાથે થયું, જે કેમ્પસમાં વધુ એક યાદગાર સ્વતંત્રતા દિવસની ઉજવણીનું પ્રતીક હતું.

પ્રકાશિતકર્તા:

આર.એચ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર
શ્રદ્ધા હોસ્પિટલ, બોરસદ
સંચાલિત: CGSM&RC

બોરસદ બ્લડ ડોનેશન ઘ્વારા આયોજિત કેમ્પ માં શ્રધ્ધા હોસ્પિટલ બોરસદ દ્વારા ત્યાં આવેલા ૩૦૦ થી વધુ દર્દીઓ ને મેડિકલ ટીમ,અનુભ...
12/08/2025

બોરસદ બ્લડ ડોનેશન ઘ્વારા આયોજિત કેમ્પ માં શ્રધ્ધા હોસ્પિટલ બોરસદ દ્વારા ત્યાં આવેલા ૩૦૦ થી વધુ દર્દીઓ ને મેડિકલ ટીમ,અનુભવી ડૉક્ટર ની ટીમ દ્વારા જાંચ અને દવાનું મફત વિતરણ કરવા માં આવ્યું.

બોરસદ બ્લડ ડોનેટ ગ્રૂપ દ્વારા આંઠમી વર્ષગાંઠ નિમિતે 15 મા મેગા બ્લડ ડોનેશન અને મેડિકલ  કેમ્પનું આયોજન કરવામા આવ્યુ. ઇન્દ...
12/08/2025

બોરસદ બ્લડ ડોનેટ ગ્રૂપ દ્વારા આંઠમી વર્ષગાંઠ નિમિતે 15 મા મેગા બ્લડ ડોનેશન અને મેડિકલ  કેમ્પનું આયોજન કરવામા આવ્યુ. ઇન્દુ બ્લડ બેંક આણંદ ના સહયોગથી આ કેમ્પ માં 72 જેટલા બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યા તથા શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ના સહયોગ થી કરવા માં આવેલ રોગ નિદાન કેમ્પ માં 375 જેટલા દર્દીઓ એ લાભ લીધો. તેમજ 150 જેટલા દર્દીઓએ થાયરોઇડ માટે ફ્રી તપાસ કરાવી.

આ બ્લડ ડોનેટ કેમ્પ માં મહાનુભવ તરીકે જુમ્મા મસ્જિદ બોરસદ ના ઇમામ સૈયદ જાકીરહુશેન બાપુ તથા નાયબ મુખ્ય દંડક -ગુજરાત વિધાન સભા શ્રી રમણભાઇ સોલંકી સાહેબએ બ્લડ ડોનેટ ગ્રુપ બોરસદ ને શુભકામનાઓ પાઠવી.

શુભેચ્છક તરીકે પધારેલા મહેમાનો માં ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ. આણંદ,ચિસ્તીયા ફાઉન્ડેશન નડિયાદ, હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ બાલાસિનોર,ખિદમત કમિટી વડોદરા,અલ રહેમાન બ્લડ ગ્રુપ વડોદરા. ભાલેજ બ્લડ ડોનેશન ગ્રુપ,  ધ પાવર ઑફ યુનિટી ગ્રુપ ઉમરેઠ. અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨ ગામ સમાજ. શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ વાવડી મોહલ્લા.બોરસદ,વાવડી મોહલ્લા યંગ સર્કલ બોરસદ, મોઇનઉદ્દીન યુવા ફાઉન્ડેશન બોરસદ, મક્કા ખિદમત ગ્રુપ સૈયદ ટેકરા બોરસદ, અલ મિસબાહ ચેરિટેબલ ટ્રસ્ટ બોરસદ, મમતા હોસ્પિટલ બોરસદ અને શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ, ના ઓનું સન્માન કરવા માં આવ્યુ.

મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્પોન્સર મમતા હોસ્પીટલ બોરસદ.ના ડો.ઇકબાલ ટીંટોઈયાનું સોહેલ મસાલાવાલા અને તેમની ટીમ દ્વારા અભિવાદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

અંતે બોરસદ બ્લડ ડોનેટ ગ્રુપ એ સૌવનો નો દિલથી આભાર વ્યક કર્યો.

હેપી રક્ષાબંધન 👏
08/08/2025

હેપી રક્ષાબંધન 👏

Saluting the Spirit of Our Nation: Proudly Celebrating Republic Day at Shraddha Hospital
02/02/2024

Saluting the Spirit of Our Nation: Proudly Celebrating Republic Day at Shraddha Hospital

Address

Borsad-Singlav Road
Borsad
388540

Alerts

Be the first to know and let us send you an email when Shraddha Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shraddha Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category