13/06/2025
અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતું પેલન ક્રેશમાં મુસાફરો, ક્રુ મેમ્બર, પાયલટ અને પ્લેન જે હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું ત્યાંના લોકો સહિત કૂલ અંદાજે 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલીક એવી પણ બાબતો સામે આવી છે જેને સાંભળતા જ દરેકનું હૃદય દ્રવી ઉઠે. આવી જ એક કહાની ગઢડા તાલુકા મૂળ અડતાળા ગામના યુવક યુવતીની પણ છે.
લંડનમાં રહેતા અને મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના યુવક હાર્દિક અવૈયા જેમની ઉમર 27 અને તેમના ફિયાન્સ વિભૂતિ પણ અમદાવાદથી લંડન પરત જવા માટે રવાના થયા હતા. હાલ થોડા સમય પહેલાં જ કપલની સગાઈ થઈ હતી અને દંપત્તિ સુરતમાં રહેતું હતું.
Courtesy: news18