03/12/2025
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની શુભકામનાઓ( 3 ડિસેમ્બર )🙏
એક નહીં..... બે નહીં...... અને ત્રણ પણ નહીં......!અધધધધ... 20 મેડલ મેળવી રાધે ફાઉન્ડેશનના દેવદૂતોએ ફરી સૌના દિલ જીતી લીધા!!
હા, તાજેતરમાં નંદાણા ખાતે રમાઈ રહેલી સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 કે જે જિલ્લા કક્ષાએ રમાઈ રહ્યો છે. તેમાં દ્વારકાના રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન ના મનો દિવ્યાંગોએ વિવિધ રમતોમાં સંસ્થામાં સઘન તાલીમ લઈ, પોતાનું આગવું કહેવત દાખવી અને 8 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ જીતી એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે! અને જાણે નોર્મલ સમાજને રાહ આપતા હોય કે ભલે કોઈ પણ જાતની અક્ષમતા હોય પણ હિંમત થી દરેક સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે!