07/08/2021
" વિશ્વ સ્તનપાન સપ્તાહ "
વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડીંગે , ૧૯૯૨ માં સૌપ્રથમ બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું અને યુનિસેફે તથા who જેવી સંસ્થાઓએ તેને ટેકો આપ્યો .
દુનિયાના તમામ નવજાતોને તેમની જિંદગી નાં પહેલા 6 માસ , સ્તનપાન રૂપી અમૃતરસનો લાભ મળી શકે તેવા ઉમદા હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે .
*સ્તનપાન શા માટે ?
નવજાત શિશુની પોષણ સંબંધી તમામ જરૂરીયાત ( કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન , ફેટ , પાણી ,વિટામીન , મિનરલ્સ ) સંપૂર્ણ રીતે ,સ્વચ્છ રીતે માત્ર સ્તનપાનનાં દૂધ માં રહેલ છે . તેથી જ તે બાળક માટે સર્વશ્રેષ્ઠ છે .
* પ્રથમ કલાક માં સ્તનપાન : -
નવજાત બાળકને જન્મના પ્રથમ અડધો કલાકમાં જ માતાનું ધાવણ શરૂ કરવું જોઈએ . શક્ય હોય , તો બાળકના જન્મ બાદ તુરંત જ ડીલીવરી રૂમમાં જ ધવડાવવું જોઈએ .આ રીતે શીશુ સ્તનપાન ઝડપથી શીખી શકે , તેને “કોલોસ્ટ્રમ" નામનું ખૂબ જ પૌષ્ટિક તથા રોગપ્રતિકારક શક્તિથી ભરપૂર દૂધ મળી શકે , વહેલી શરૂઆતથી માતામાં વધુ સારી માત્રામાં ધાવણ બનવાની શરૂઆત થવા માંડે , તેવો તેનો ઉદેશ છે . સીઝેરીયન ડીલીવરી કેસમાં , શક્ય હોય તો પહેલા ત્રણ કલાકમાં પ્રથમ સ્તનપાન શરૂ કરી દેવું જોઈએ .
રૂમ - ઇન : માતા અને બાળક ડીલીવરી પછી એક જ ખાટલે કે એક જ રૂમમાં રાખવા જોઈએ કે જેથી તેમની વચ્ચે , આત્મીય સંબંધો વિકસે તથા માતાને ધાવણ સહેલાઈથી શરૂ થઇ શકે .
ગળથૂથી આપવી? : મધ ,ગાય – બકરીનું દૂધ , ગોળ , કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ ન જ આપવું જોઈએ.
કેટલી વાર આપવું? : બાળક દિવસમાં જેટલી વાર માગે એટલી વાર અને એક ફીડીંગ માં જેટલો સમય બાળક ચૂસે તેટલો સમય આપવું જોઈએ .
ભારતદેશમાં માત્ર 15 % બાળકો પ્રથમ કલાકમાં સ્તનપાન મેળવે છે , તો ચાલો પ્રણ લઈએ કે આ આંકડો 100 % સુધી પહોંચાડવા શક્ય તમામ પ્રયાસો કરીશું .
માત્ર ધાવણ : - નવજાત બાળકને પ્રથમ 6 માસ સુધી માત્ર ધાવણ જ આપવું જોઈએ .તે સિવાયનું દૂધ , પાણી , ગ્લુકોઝવાળું પાણી , જ્યુસ , કંઈ જ નહિ . આ રીતે આપણે શિશુને ન્યુમોનિઆ કે ઝાડા થી બચાવી શકીએ છીએ . કાનની રસી , અસ્થમા તથા એલર્જી થી પણ આ રીતે બાળકનો બચાવ થાય છે . માત્ર ધાવણ પર 6 માસ રહેલા બાળકોનો IQ અન્ય બાળક કરતા ખૂબ સારો હોય છે .
બાળકને થતા ફાયદા : -
૧) પૌષ્ટિક તથા સંપૂર્ણ આહાર
૨) સુપાચ્ય આહાર
૩) કુપોષણ તથા મેદસ્વીતાથી રક્ષણ
૪) ઝાડા , ન્યુમોનિઆ તથા અન્ય રોગોથી રક્ષણ .
૫) આસાનીથી ઉપલબ્ધ , હંમેશા તૈયાર , મફત
૬) હંમેશાં ચોખું – સ્વચ્છ .
૭) હોશિયાર બનાવવામાં મદદરૂપ .
૮) માતા – બાળક વચ્ચે ખાસ સારા સંબંધ બનાવવા મદદરૂપ .
૯) આધ્યાતિમકતા ની દ્રષ્ટિ એ વધુ જાગૃત બનાવવામાં મદદરૂપ છે
અને તેથી જ તે અમૃરસ સમાન છે.
માતાને ફાયદા : -
૧) બાળક સાથેના આત્મીય સંબંધો બનાવવા મદદરૂપ
૨) વજન ઉતારવામાં મદદરૂપ
૩) કોન્ટ્રાસેપ્શન તરીકે ઉપયોગી ( ઉવેલ )
* ક્યા સુધી આપવું? : - બાળકને 6 માસ પછી કોમ્પ્લીમેન્ટરી ફીડીંગ ની સાથે , સ્તનપાન બે વર્ષ કે તેથી વધુ સુધી શરૂ રાખી શકાય છે , જે બાળકની પોષણ સંબંધી તથા માનસિકતા સંબંધી જરૂરીયાતો પૂરી કરવામાં મદદરૂપ છે .
તો , આવો , ભારત – વર્ષમાં ઉત્તમ નાગરિકના નિર્માણ નાં આ ભગીરથ કાર્યમાં આપણો સહયોગ આપીએ, તમામ નવજાતને સ્તનપાનરૂપી અમૃતરસ મળી રહે તેના માટે શક્ય તમામ પ્રયાસ કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ .
ધન્યવાદ
Special thanks to inner wheel club of gandhidham..