04/12/2020
બે હાથ જોડીને, માથું નમાવીને વિનંતી છે.. સમયસર ટેસ્ટ કરાવો. "સાદી ખાંસી છે".. "આ તો સિઝન બદલાઈ છે ને એટલે"... "બહુ કામ કર્યું છે એટલે શરીર તૂટે છે".. "આ તો સિઝનલ તાવ છે".. મને તો એલર્જી છે એટલે શરદી થાય જ છે.." એવા બહાના કાઢીને જાતને છેતરશો નહીં.
સક્ષમ હો તો પ્રાઈવેટમાં કરાવો જેથી સરકારી તંત્ર પર વધુ પડતો બોજ ન પડે.. પ્રાઈવેટની નૈતિકતા પર શંકા હોય કે અસક્ષમ હો તો સરકારીમાં કરાવો.. જે કરાવવું હોય તે કરાવો. પણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવો. મોડું ના કરશો.
લક્ષણો દેખાય તો બેદરકાર બનીને ઘરમાં ફરફર ના કરશો. પાણીના માટલે જઈને ચોંટશો નહીં. એક જ ડાઇનિંગ પર બેસીને જમશો નહીં. આઈસોલેટ કરો. માસ્ક પહેરો. "ઘરમાં પણ" માસ્ક પહેરો. હવા ઉજાસવાળા રુમમાં આઈસોલેટ થાઓ. બારીઓ બંધ કરીને અંધારિયા રૂમમાં પડ્યા રહેશો નહીં.
ઈમ્યુનિટી ગમે તેટલી સ્ટ્રૉંગ હોય.. ટેસ્ટ કરાવો..આપણને કંઈ ના થાય એ ખોટી ડંફાસ છે. પપ્પાએ આજ સુધી એક પણ બાટલો ચડાવ્યો નથી..એમની ઈમ્યુનિટી સ્ટ્રૉંગ જ છે... તો પણ કોરોના થયો.. માટે ટેસ્ટ કરાવો..માસ્ક પહેરો અને સારી ક્વોલિટીનું પહેરો..
"ગમે તેટલું સાચવો તોય કોરોના થાય જ છે" એ 1000% ખોટી વાત છે... ઘરમાં કોઈ બેદરકારી દાખવે તો જ કોરોના થાય.. કેરિયર કોણ છે એ ક્યારેય ખબર નહીં પડે..
સૌથી નબળી ઈમ્યુનિટીવાળાને સૌથી છેલ્લે થઈ શકે.. સૌથી સ્ટ્રૉંગ ઈમ્યુનિટીવાળાને સૌથી પહેલાં થઈ શકે.. શક્યતાઓ બધી જ હોઈ શકે.. કોઈ અછૂત નથી.. આ રોગ છે.. માન્યતા નથી.. ટેસ્ટ એ જ એકમાત્ર ઉપાય છે..
નાસ લો તો ઉત્તમ એ પ્રિવેન્શનમાં હેલ્પ કરી શકે (Possibility, not a fact).. પરંતુ શરીરને સ્વચ્છ તો રાખે જ છે.. Airways ક્લિન હશે તો રોગ સમયે પણ રાહત રહેશે...શ્વાસ લેવામાં સરળતા રહેશે.. તકલીફો ઓછી હશે તો મનોબળ પણ મજબૂત રહેશે..
ખાસ વાત..ડોક્ટરની સલાહ લો..ડોક્ટરની સલાહ જ લો.. He is the best person to guide you.. ઘણા સંબંધીઓને પૂછશો એટલા વધારે કન્ફ્યૂઝ થશો.. "ડોક્ટર કહે એ કરો"
દિવસના પંદર લવિંગ ખાવાવાળાને પણ થયો છે.. ઉકાળા પીવાવાળાને પણ થયો છે.. કપૂરી પાન ખાનારને પણ થયો છે...જાતે વૈધ બનશો નહીં... આયુર્વેદિક કરવું હોય તો પણ નિષ્ણાંત વૈધના માર્ગદર્શન હેઠળ કરો.. જાતે મચી પડશો નહીં.. ઘેર ઘેર બની બેઠેલા ચરક મુનિઓથી બચો.. ડોક્ટરની સલાહ લો
આપ સૌ માસ્ક પહેરો અને ટેસ્ટ કરાવો. વૈજ્ઞાનિક અભિગમ દાખવો.
Wearing Mask
Social Distance
Frequen Washing of Hand
Stay Healthy Stay Safe...🙏🇮🇳🙏