17/05/2021
Clips of US Temple is moving in media regarding laborers exploitation by BAPS. It is unfortunate.
What is the truth? In our Gujarati IAS, when the issue came for deliberation, I remarked the following:
“શું ભારતમાં કામ કરતાં હોત તો સ્થિતિ જુદી હોત? મોટે ભાગે તેમના વીઝા, એર ફેર, રહેવા-જમવાનું આયોજન BAPS દ્વારા હશે. પુરસ્કાર પણ ભારતના દરે ચૂકવવાનું પહેલાંથી નક્કી કરેલું હશે.
H1B Visa ધારક યુવકોના પાસપોર્ટ એમ્પલોયર રાખે તે અમેરિકામાં નવું નથી. પણ ત્યાંનું પાણી જ એવું છે કે સ્વાર્થ આગળ થઈ જાય. કોઈક લોકલ ગેરમાર્ગે દોરનારો મજૂરોને મળી ગયો અને કોર્ટે ચઢાવી દીધાં. નહીતર મંદિરનું કામ તો ૧૦ વર્ષથી ચાલે છે.
ન્યાય અને નીતિ મુજબ જે ભૂમિ પર કામ ચાલતું હોય તેના કાયદા મુજબ વેતન આપવું પડે. પરંતુ આ તો દાનથી ચાલતી સંસ્થા. તેથી સ્વયંસેવકો તરીકે કારીગરોને આવવા વિનતી કરી હશે, શરૂઆતમાં સારી ભાવનાથી આવવા તૈયાર થયા હશે, સમજી ચાલ્યા હશે.
રાજ રજવાડાં ગયા પછી પત્થરના કારીગરો બેરોજગાર હતાં. BAPS સંસ્થા તેમને છેલ્લા ૩૦-૪૦ વર્ષથી રોજગાર આપી રહી છે. તેમના સંતાનોને પણ તાલીમ આપી તૈયાર કર્યા છે. અને ગરીબ દલિતોની પારાવાર સેવા કરી છે.
કોનો પક્ષ લઈશું?”