NeoKids Hospital

NeoKids Hospital A dedicated Pediatric Hospital with fully equipped ICUs, Operation theatre and all kinds of indoor f

Preterm baby(28wks) with birthweight 1kgDischarged today after 27 days of hospital stay1 day ventilator,10days CPAP, 4 d...
01/01/2025

Preterm baby(28wks) with birthweight 1kg
Discharged today after 27 days of hospital stay
1 day ventilator,10days CPAP, 4 days O2
Discharge wt 1.340kg

Discharging today preterm(28wks) ,birth weight 900gms today's weight 1.5kg after 40 days hospital stayVenti 2 days, Cpap...
15/07/2024

Discharging today preterm(28wks) ,birth weight 900gms
today's weight 1.5kg after 40 days hospital stay
Venti 2 days, Cpap 8 days, o2 15 days

The family came from Udaipurto meetTheir son was born very prematurely with 1kg weight and had NICU stay for a month.Tod...
31/01/2024

The family came from Udaipur
to meet

Their son was born very prematurely with 1kg weight and had NICU stay for a month.

Today he is 4 years old,grown-up well.

During conversation they praise our efforts, remembered that moments when he was sick and how we passed that stressful moments together.
After discharged they shifted to Udaipur but kept sending videos of his first word, first walk and so on..
They showed award he won in school
They also brought special rajasthani sweets for us.

We are grateful to parents,they understands our efforts,they are still connected to us, they are like our family

Therapeutic Hypothermia જો બાળક જન્મ્યા પછી તરત રડે નહીં તો મગજ ઉપર oxygen ઓછો મળવાથી લાંબે સમયે મગજ નો વિકાસ ઓછો થવાનું...
04/11/2023

Therapeutic Hypothermia

જો બાળક જન્મ્યા પછી તરત રડે નહીં તો મગજ ઉપર oxygen ઓછો મળવાથી લાંબે સમયે મગજ નો વિકાસ ઓછો થવાનું જોખમ રહે છે.તેને ટાળવા આવા બાળકોને therapeutic hyothermiaની સારવાર આપવામાં છે જે તેઓ માટે આશીર્વાદ સમાન છે.

આ સારવાર દરમ્યાન 72 કલાક સુધી શરીર નું તાપમાન 32-34 Celcius(91-93f) ની વચ્ચે જાળવી રાખવામાં આવે છે.જેથી કરીને મગજ માં થતી hypoxic injuryને ઓછી કરી શકાય અને ત્યારબાદ ફરી નોર્મલ temperature પર 24 કલાક માં લઇ જવામાં આવે છે. Intensive NICU monitoring મા આ દરમ્યાન સર્જાતી મુશ્કેલીઓ જેવી કે BP ઓછુ થવું, platelets count ઘટી જવા, લોહી જામવામાં તકલીફ થવી , ઇન્ફેકશન લાગી જવું વગેરે મોનીટર કરી ,સારવાર કરી ,બાળક એકવાર સારી રીતે દૂધ પીતું થાય,પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

એક નવજાત બાળક જેને જન્મ પછી ન રડવાને કારણે 20 mins સુધી CPR (હૃદય અને ફેફસાનું બહારથી manual pumping)આપવામાં આવેલ હતા તેને જન્મ પછી તરત NICU માં આ સારવાર આપી , 7માં દિવસે feeding શરૂ કરાવી, નોર્મલ MRI scan અને નોર્મલ neurological status સાથે ડિસ્ચાર્જ કરવામાં આવ્યું.

Today nursing staffs of gynec hospital  were given training for Neonatal resuscitation according to latest NRP guideline...
16/08/2023

Today nursing staffs of gynec hospital were given training for Neonatal resuscitation according to latest NRP guideline.

They were provided hands-on training(bag & mask,CPR)on neonatal mannequin.

They learnt the art of saving life in first 'golden minute' if the baby doesn't cry.

નવજાત બાળક જો જન્મ પછી તરત રડે નહીં તો શુ કરવું , કેવી રીતે તેને કૃત્રિમ શ્વાસ આપીને જીવ બચે તેની ટ્રેનીંગ આજરોજ ગાયનેક હોસ્પિટલો ના નર્સિંગ સ્ટાફને નિઓકિડ્સ હોસ્પિટલમાં આપવામાં આવી.

"Covisaki"   આજથી આશરે 50 વરસ પહેલાં જાપાન માં એક બાળકોના ડોક્ટર Tomisaku Kawasaki થઈ ગયા.તેમણે જોયુ કે જે બાળકો માં તાવ...
23/08/2021

"Covisaki"

આજથી આશરે 50 વરસ પહેલાં જાપાન માં એક બાળકોના ડોક્ટર Tomisaku Kawasaki થઈ ગયા.તેમણે જોયુ કે જે બાળકો માં તાવ નિદાન બાદ સારવાર છતા જલ્દી મટતો ન હોય , શરીર પર ચકામા નીકળે, જીભ લાલ થાય,આંખોમાંથી પાણી આવે,હાથની આંગળીઓ માંથી ચામડી નીકળે, ગરદનમાં એકબાજુની લસિકા ગાંઠો મોટી થાય તેમની હૃદય પર અને તેની દીવાલોની ધમનીઓ(coronary arteries) પર પણ અસર થાય છે.ત્યારપછી ઘણા બાળકો માં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા અને તેમના નામ પરથી તેને Kawasaki disease નામ આપવામાં આવ્યું.

ભારતમાં પણ આ રોગ દર વર્ષે ઘણા બાળકોને થાય છે.હાલમાં કોવિડ (SARS Cov-2)ઈન્ફેકશન પછી અમુક બાળકોને આ રોગના લક્ષણો મળતા આવે છે. તેને MIS-C (Multisystem Inflammatory Syndrome in children) with Kawasaki disease -"Covisaki" તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમયસર નિદાન (Clinical + laboratory + Echo cardiography )અને સારવાર (IVIG,Steroids)થી તેની હૃદય પર અમુક વાર થતી ગંભીર અસરમાંથી બચી શકાય છે.

Take homemessage -

for parents -
આવા લક્ષણો બાળક માં દેખાય તો તરત જ બાળકોના ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી.

For pediatricians -
Be vigilant and suspicious in these type of cases because early intervention is always helpful.

13/04/2021

*નાના બાળકોમાં થતા કોવિડ-૧૯ રોગના મા-બાપને મુંઝવતા પ્રશ્નો અને ઉત્તરો*

*૧. શું કોરોના નું ઈન્ફેક્શન બાળકોને થઈ શકે છે?*

હા. ગયા વર્ષના કોરોના પાન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલા શિશુથી લઈને મોટા બાળકો સુધી બધામાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગના બાળકો સારા થઈ જાય છે, છતાં ઘણા બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે.

*૨. બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ?*

ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો હોય તો એ ઘરમા અન્ય સભ્યોને સંક્રમિત કરી શકે છે.

બાળકોને મોટો ભાગે ઘરમાંથી બહાર નોકરી-ધંધાર્થે આવ-જા કરતાં વ્યક્તિ ધ્વારા કોરોનાનું સંક્રમણ લાગે છે. આવા વ્યક્તિને પોતાને ઘણી વખત કોરોનાનાં લક્ષણો ના હોય એવું પણ બને.

આ ઉપરાંત બાળકોને મહોલ્લામાં સાથે રમતા અન્ય બાળકો ધ્વારા અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએથી અજાણ્યા વ્યક્તિ ધ્વારા પણ સંક્રમણ થઈ શકે છે.

*૩. નાના બાળકોમાં કોરોના નાં શું લક્ષણો જોવા મળે છે?*

તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે નાના બાળકોના કોરાનાનાં શરુઆતનાં લક્ષણો છે. સંક્રમણ વધારે ફેલાતા ગંભીર લક્ષણો પણ જોવા મળે છે જેમ કે, ખૂબ અશક્તિ લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાંસમાં તકલીફ પડવી વગેરે.

*૪. બાળકોમાં કોરોના જાણવા માટે કયો રીપોર્ટ કરવામાં આવે છે ?*

કોઈ પણ પુખ્ત વ્યક્તિની જેમ જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જાણવા માટે નાંકમાંથી સેમ્પલ લઈને કોવિડ રેપીડ એન્ટિજન ટેસ્ટ અથવા કોવિડ RTPCR કરવામાં આવે છે. કોવિડ RTPCR વધુ ભરોસેમંદ ટેસ્ટ છે પરંતુ તેનો રીપોર્ટ આવતા ૨૪ થી ૪૮ કલાક થઈ જાય છે, જ્યારે રેપીડ એન્ટિજન ટેસ્ટનો રીપોર્ટ ૧૦-૧૫ મીનીટમાં આવી જાય છે. શરુઆતમાં કરાવેલો રેપીડ એન્ટિજન ટેસ્ટનો રીપોર્ટ નેગેટીવ આવે તો પણ ડોક્ટરને બાળકમાં કોરોના ઈન્ફેક્શનની શંકા હોય તો RTPCR ટેસ્ટ કરાવી શકાય.

સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રીપોર્ટની જરુર હોતી નથી. ગંભીર લક્ષણો ઘરાવતા બાળકોમાં સારવાર માટે જરુરી એવા અન્ય રીપોર્ટ જેવા કે CBC, CRP, LFT, D- Dimer, S. Ferritin વગેરે રીપોર્ટ કરાવવામાં આવે છે.

*૫. બાળકમાં કોરોના રીપોર્ટ ક્યારે કરાવવો જોઈએ?*

ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો એ ઘરનાં દરેક સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, નાના બાળકોએ પણ.

હાલનાં સંજોગોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોવાથી કોઈ પણ બાળકને તાવ, શરદી-ખાંસી કે માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો કોરોનાનો રીપોર્ટ કરાવવો જોઈએ (ઘરમાં અન્ય કોઈ બિમાર ન હોય તો પણ).

*૬. મારા બાળકના કોરોના RTPCR રીપોર્ટમાં Ct વેલ્યુ લખેલી છે જે ખૂબ ઓછી છે અને નોટ્સમાં લખ્યું છે કે Ct વેલ્યું ઓછી એટલે ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે. શું આ ગંભીર બાબત છે ?*

ના. બાળકના કોરોના RTPCR રીપોર્ટમા Ct વેલ્યુનું ખાસ મહત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે. Ct વેલ્યુ પરથી રોગની ગંભીરતાનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.

*૭. નાના બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવી શકાય ?*

મોટા ભાગના બાળકોમાં કોરોના થાય તો પણ તેના લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસામાં ફેલાતો નથી. જેથી શરુઆતી લક્ષણો ધરાવતા બાળકોમા છાતીનો CT Scan કરવાની જરુર હોતી નથી, પરંતુ ખૂબ ખાંસી આવતી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો CT Scan કરવાની જરુર પડી શકે.

*૮. બાળકને કોરોના થાય તો શું સારવાર કરવામાં આવે છે ?*

મોટા ભાગના સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમા કોરાના કોઈ ચોક્ક્સ દવા વગર, જરુર પુરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે.
ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને Remdesivir ના ઇંજેક્શન આપવામા આવે છે.
પુખ્ત વયના દર્દીમા વપરાતી દવાઓ જેવી કે Fevioaravir, Ivermectin, Doxycyclin, વગેરે બાળકોમાં વાપરવામાં આવતી નથી.

*૯. કોરોનાનું સંક્રમણ ધરાવતું બાળક ઘરે હોય તો શું ધ્યાન રાખવું ?*

ડોક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી, ખૂબ પાણી પીવડાવવું, ઘરે જ બનાવેલો તાજો સંતુલિત ખોરાક આપવો, બહારનો ઠંડો અને વાંસી ખોરાક આપવો નહી, હુંફાળું પાણી પીવડાવવું અને શક્ય હોય તો મોટા બાળકોને સવાર-સાંજ બાફ આપવો.

*૧૦. નાનું બાળક કોરોનાથી સંક્રમિત થયું હોય તો એને ૧૪ દિવસ આયસોલેટ કઈ રીતે કરવું? તે એકલું કઈ રીતે રહી શકે ?*

નાના બાળકોને કોરોનાનું સંક્રમણ મોટે ભાગે ઘરનાં કોઈ મોટા વ્યક્તિમાંથી જ લાગ્યું હોય છે, જે વ્યક્તિ ઘણી વાર પોતે લક્ષણો ધરાવતો ન પણ હોય શકે. એટલે કોરોના સંક્રમિત બાળકને મા-બાપની સાથે જ રાખવાનું હોય છે.
પરંતુ ઘરના ૫૦ વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમોર્બિડીટી વાળા ( અન્ય બિમારી વાળા) વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જરુરી છે.

*૧૧. અમારા ઘરમાં દરેક મોટા વ્યક્તિ કોરોના પોઝીટીવ છે, માત્ર બાળકનો રીપોર્ટ નેગેટીવ છે અને એને કોઈ લક્ષણો પણ નથી. તો શું અમારે આ બાળકને અમારાથી અલગ બીજા ઘરે મોકલી દેવો જોઈએ ?*

બિલકુલ નહી.
આવું બાળક, રીપોર્ટ નેગેટીવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવું બાળક બીજાના ઘરમાં પણ સંક્રમણ ફેલાવશે. માટે, આવા કિસ્સામાં બાળકને પોતાના ઘરે જ રાખો.

*૧૨. મારી પત્નિને હાલમાં જ ડીલીવરી થઈ છે અને હવે કોરોના પોઝીટીવ આવ્યો છે. શું એ બાળકને ધાવણ આપી શકે ? શું બાળકને માતાથી અલગ રાખવું જોઈએ? શું બાળકનો કોરોના રીપોર્ટ કરાવવો જોઈએ?*

મોટે ભાગે તો આવું બાળક કોરોનાથી સંક્રમિત થઈ જ ગયું હોય છે. રીપોર્ટ કરાવી શકાય પરંતુ જરુરી નથી. જ્યાં સુધી બાળકમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી કોઈ સારવારની પણ જરુર નથી. બાળકને માતાનું ધાવણ ચાલુ રાખવું. કોરોના પોઝીટીવ માતા મોઢાં ઉપર માસ્ક પહેરીને બાળકને ચોક્ક્સ ઘાવણ આપી જ શકે છે.

*૧3. નાના બાળકો માટેના કોરોનાથી બચવાના ઉપાયો જણાવશો?*

ઘરમાંથી કામકાજ માટે બહાર જતાં વ્યક્તિ એ ખાસ ધ્યાન રાખવું કે પોતે અજાણતામાં ઈંફેક્શન ઘરે લઈ ને નથી આવતા ને. તે માટે જાહેર જગ્યાઓ પર હંમેશા સોશિયલ ડીસ્ટંસીંગ જાળવવું, નાંક અને મોઢું બંને ઢંકાય એ રીતે ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો અને વારંવાર હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવો.

ઘરમાં પ્રવેશો ત્યારે તરત બાળક પાસે ન જતાં પહેલા સ્નાન કરી, પોતાના પહેરેલાં કપડા બદલી ને પછી જ બાળકની નજીક જવું.

ઘરમાં કોઈ ને પણ શરુંઆત નાં લક્ષણો દેખાય કે તરત ડોક્ટરની સલાહ લઈને એમનો રીપોર્ટ કરાવો. વારંવાર રીપોર્ટ કરવો પડે તો પણ અચકાવું નહી.

૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ના દરેક વ્યક્તિ એ કોરોનાની રસી અવશ્ય મુકાવવી.

*૧૪. શું કોરોનાની રસી બાળકો ને આપી શકાય?*

હાલમાં ભારતમાં અપાતી કોરોનાની રસી ૧૮ વર્ષ થી નાની ઉંમરના બાળકો ને આપી શકાતી નથી.

સંકલન: ડો. વિમલ જરીવાલા

9th December,2020Neokids hospital is turned 2 years old today and a little one is turned 100 days old today!Here is the ...
09/12/2020

9th December,2020

Neokids hospital is turned 2 years old today and a little one is turned 100 days old today!

Here is the succes story..

An Extreme premature baby born at 27 weeks with 900gms of birth weight is now ready for discharge with 1.6kg weight with a big smile on face.☺️

The baby suffered all the complications a newborn like this can have..But passing all the hurdles the journey ends happily with Intact survival..

We have discharged more then hundreds of very premature little ones with intact survival that had this type of roller coaster journey.

Thank you all🙏 for your support and faith that has given us strength to serve all the little ones relentlessly..

06/12/2020
Sleepless eyes knitted a dreamA dream to nurture little heartsA dream to serve societyWith God's grace and your blessing...
09/12/2019

Sleepless eyes knitted a dream

A dream to nurture little hearts

A dream to serve society

With God's grace and your blessings,Neokids hospital has successfully completed one year today

We hope to get your wishes and blessings which gives us the power to save and cure little ones.Thank you!

Address

214-217, Atria B, 2nd Floor, Sargasan Cross Road
Gandhinagar
382421

Telephone

+917046959445

Website

Alerts

Be the first to know and let us send you an email when NeoKids Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to NeoKids Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category