Dr. Harsh*t Gandhi Eye Surgeon

Dr. Harsh*t Gandhi Eye Surgeon Chief Eye Surgeon at Shobhan Eye & Dental Hospital,Godhra,Panchmahals,Gujarat
Visiting Surgeon at
1. Santram Hospital,Nadiad,Kheda,Gujarat
2.

More than 30,000 catract & various Eye Surgey done...

Vast Experience of challanging Eye Surgeries.. Done Phaco Fellowship at Shankar Netralaya,Chennai,Tamilnadu,India

Previously worked at various Hospital

1. P T Mirani Eye Hospital,Godhra,Gujarat
3. Civil Hospital,Gandhinagar,Gujarat
4. J B Hospital,Shehra,Panchmahals,Gujarat
5. Shree Krishna Hospital ,Kheda,Gujarat
6. V S General Hospital ,Ahmedabad,Gujarat

06/05/2024

Thanks a lot…Thank u so much to all of u for ur Birthday wishes…It means a lot for me…🙏🏻🙏🏻

23/12/2021
Free Eye Camp on Tomorrow at Sobhan Eye & Dental Hospital, Godhra
16/10/2021

Free Eye Camp on Tomorrow at Sobhan Eye & Dental Hospital, Godhra

Shobhan Eye & Dental Hospital Our New Address :Ground Floor,Opp. Aavkar EmporiumNr. Dr. Pankaj Shah's Kalptaru Hospital ...
29/07/2021

Shobhan Eye & Dental Hospital

Our New Address :

Ground Floor,
Opp. Aavkar Emporium
Nr. Dr. Pankaj Shah's Kalptaru Hospital
LIC ( Chitra Cinema ) Road,
Godhra
Panchmahals
Gujarat
M - 7069322581

Dr. Harsh*t Gandhi
Eye Surgeon
M - 9898670657

Dr. Riddhi Gandhi
Dental Surgeon
M - 9512509530

For any Catract Surgery related informationDr. Harsh*t GandhiEye SurgeonShobhan Eye & Dental HospitalOpp. B. N. Chambers...
25/05/2021

For any Catract Surgery related information

Dr. Harsh*t Gandhi
Eye Surgeon

Shobhan Eye & Dental Hospital
Opp. B. N. Chambers
Nr. Bus Stand
Godhra
M - 7069322581

મ્યુકોરમાયકોસિસ : મ્યુકોરમાયકોસિસ તરીકે ઓળખાતો  એક જૂનો રોગ નવા રૂપ ધારણ કરીને માનવ જાતને દાઝ્યા પર ડામ ની જેમ કોરોના ના...
10/05/2021

મ્યુકોરમાયકોસિસ :

મ્યુકોરમાયકોસિસ તરીકે ઓળખાતો એક જૂનો રોગ નવા રૂપ ધારણ કરીને માનવ જાતને દાઝ્યા પર ડામ ની જેમ કોરોના ના ખપ્પરમાંથી બચી ગયેલા ડાયાબિટીસથી પીડાતા રોગીઓને હડફેટ માં લે છે . ગુજરાત માં મ્યુકોરમાયકોસિસ ના અનેક કેસ નોંધાઈ રહ્યા છે . આ રોગ અંગે જન જાગૃતિ માટે વિસ્તાર પૂર્વક માહિતી નીચે મુજબ છે .

1)આ મ્યુકોરમાયકોસિસ છે શું ?
મ્યુકોરમાયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારકશક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ગંભીર હોય છે.
કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા દરેક દર્દીને સ્ટેરોઈડ અને ગણ્યા ગાંઠ્યા દર્દીઓને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને = રોગપ્રતિકારક શક્તિ થોડી ધીમી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.

2)કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઇ શકે છે ?

જેની રોગ પ્રતિકારકક્ષમતા નબળી હોય તેમને આ રોગ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ડાયાબિટીસ , કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ , લોહીના સફેદ ક્ણનું ખૂબ જ ઓછુ પ્રમાણ હોય, સ્ટેરોઈડની દવા ખૂબ લાંબા સમયથી ચાલુ હોય , આ બધા કેસમાં આ ચેપ લાગવાનો ભય રહે છે.

3) આ ચેપ કેવી રીતે લાગે છે?
આગળ જણાવ્યુ તેમ ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી , જે નાક વાટે શરીરની અંદર ઘૂસી શકે છે. જો કે સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી.

4) કેવી રીતે બચવું?
- સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર = ભીનાશ વાળો ઓક્સિજન માસ્ક નવો વાપરવો , ઓક્સિજન સિલિન્ડર ના હયૂમીડીફાયર માં પણ સાદું ઘરેલુ પાણી ના બદલે નોર્મલ સલાઈન નું પાણી ભરવું . દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવો જ વાપરવો = ડીસ્પોસેબલ . સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવો. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું .

5)પોસ્ટ કોવિડ અથવા કોવિડ પછીના મ્યુકોરમાયકોસિસ ના લક્ષણો
-અનિયંત્રિત ડાયાબિટીસ
-નાક બંધ
-નાકમાંથી ડિસ્ચાર્જ = ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે
-માથાનો દુખાવો
-આંખો આસપાસ દુખાવો
-આંખોમાં સોજો
- મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર = કાળી પડી જાય

6) કેવી રીતે પકડી શકાય?

- નેસલ ( નાક ની) એન્ડોસ્કોપી (દૂરબીન ) દ્વારા નાક અને સાયનસનું પરીક્ષણ થાય, નાકમાંથી ગંદી વાસ આવતી હોય , નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય = ગંદુ પાણી નીકળે તો મ્યુકરમાયકોસિસની હાજરી હોવાની શક્યતા વધી જાય
-લાળ, ગળફાં વગેરેનું લેબ ટેસ્ટિંગ થઈ શકે અથવા ટીશ્યૂ બાયોપ્સી દ્વારા પણ આ ફૂગની હાજરી જાણી શકાય.
- અત્યારે હાલ અત્યાધુનિક સી. ટી. સ્કેન / એમ. આર . આઈ . દ્વારા આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે શોધી કાઢવામાં આવે છે અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી એ નક્કી કરી શકાય છે.

7)સારવાર:
સર્જીકલ સારવાર : -
સર્જિકલ ઉપચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે . સર્જિકલ ઉપચાર ખૂબ સખત હોઈ શકે છે. આ રોગ નાકમાંથી પ્રવેશતો હોવાથી નાક, કાન અને ગળા ના ડોક્ટર ફ્રન્ટ લાઈન વોરિયર = મુખ્ય સર્જન તરીકે અગ્ર ભાગ ભજવે છે . નાક દ્વારા દૂરબીન નાખીને સાયનસ માં જામી ગયેલ કાળી ફુગને નિપુણતાથી એટલે કે કાળજીપૂર્વક સંપૂર્ણ પણે કાઢવી પડે છે , જેની માટે વિશેષ અભ્યાસ અને ઉચ્ચ તાલીમ પામેલા નાક , કાન અને ગળા ના ડોક્ટર જ સક્ષમ હોય છે. ઘણી વખત મ્યુકોરમાર્ઇકોસિસનો રોગ આગળ વધી ગયૌ હોય , જેમાં આંખ , તાળવું પણ હોમાઈ ગયું હોય તો આ સડી ગયેલી આંખ અને તાળવું કાઢવા માટે નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન અને આંખના સર્જન ના સહયોગ જરૂરી છે . જો દર્દી અને સગાં સાવચેત ન રહે , અને ઓપરેશન માટે ઢીલ કરે તો રોગ મગજમાં ઘુસી જઈને દર્દીના મોતનું કારણ બને છે .
મેડિકલ સારવાર : -
ICMRના ગાઇડલાઇન્સ મુજબ લાઈપોસોમલ એમપ્ફોટેરિસીન બી (Liposomal Amphotericin B ) (Injection)આપવામાં આવે છે. જો આ દવા પણ કામ ના કરે તો કેસપોફંગીન (Caspofungin) તેની સાથે આપી શકાય. સર્જરી સાથે દવા તો ચાલુ જ રખાય છે.

મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી વડે આ રોગથી પણ લડી જ શકાય છે.
(નોંધ: આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે.
તમારી નજીકના સર્જનની મુલાકાત લો
મ્યુકોરમાર્ઇકોસિસ ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ છે અને તેના માટે સમયસર અને આક્રમક વ્યવસ્થાપન જરૂરી છે. તે એક ડોકટરના બસની વાત નથી !! ડોકટર ટીમની જરૂર છે.
-) ઇએનટી સર્જન
-) પ્લાસ્ટિક સર્જન
-) ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન =આંખના સર્જન
-) એનેસ્થેસ્ટિસ્ટ
-) ઇન્ટેન્સિવિસ્ટ
-) ચિકિત્સક =એમ.ડી. ફિઝિશિયન
-) માઇક્રોબાયોલોજિસ્ટ
સાથે મળીને આપણે મ્યુકોરમાઈકોસીસ જેવી કોરોના પછીં (પોસ્ટ કોવિડ) આફતને હરાવી શકીએ છીએ !!

ડૉ. હર્ષિત ગાંધી
આંખના સર્જન

શોભન આંખ અને દાંતની હોસ્પિટલ
બી. એન. ચેમ્બર્સની સામે
રિધ્ધી મેડિકલની બાજુમાં
બસ સ્ટેન્ડ રોડ
ગોધરા

મો - 9898670657

Address

Shobhan Eye & Dental Hospital, Opp. B. N. Chambers, Nr. Bus Stand
Godhra

Alerts

Be the first to know and let us send you an email when Dr. Harsh*t Gandhi Eye Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Harsh*t Gandhi Eye Surgeon:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram