Vadodariya Hospital

Vadodariya Hospital In these testing times, I really thank government for recognising a small effort from our side to strengthen our health system.

Health, for the 1st time has been priority of our government.

Top Up in Health Facilities at Vadodariya Hospital GondalWe are now working as a High End Trauma Centre with Critical Ca...
16/11/2025

Top Up in Health Facilities at Vadodariya Hospital Gondal

We are now working as a High End Trauma Centre with Critical Care Unit with Well Experienced Consultant

Copied from Chetan Jethavaરિવરફ્રંટથી રામમંદિર સુધી, ફક્ત મોદી,મોદી ને મોદી જ !:: ચેતન જેઠવા ::મોદીસાહેબે રિવરફ્રંટની કલ...
24/01/2024

Copied from Chetan Jethava

રિવરફ્રંટથી રામમંદિર સુધી, ફક્ત મોદી,મોદી ને મોદી જ !

:: ચેતન જેઠવા ::

મોદીસાહેબે રિવરફ્રંટની કલ્પના સાકાર કરી ત્યારે અમૂક લોકો ટોણા માયતાં કે વિકાસ એટલે ફક્ત રિવરફ્રંટ જ નહી હો ! મોદીસાહેબ ગુજરાતમાં ચિફ મિનિસ્ટર હતાં ત્યારે અત્યારે નાના લાગતાં પણ એ વખતે મોટા લાગતાં કાર્યક્રમો જોઇને અમૂક લોકો કહેતાં કે મોદીસાહેબ 'તાયફા' જ કરાવે છે. મોદીસાહેબે વાઇબ્રંટ નવરાત્રી ને વાઇબ્રંટ ગુજરાત ને એવાં કાર્યક્રમો શરૂં કર્યા ત્યારે પણ અમૂક લોકો કહેતાં કે આ તો પ્રજાના પૈસાનો બગાડ છે ને એવું બધું !

કાર રેસિંગની ફોર્મ્યુલા વન જેવી હરિફાઇમાં ભાગ લેતાં પાર્ટિસીપન્ટ્સ હોય એના પર પરીક્ષણ કરતાં સાબિત થયેલ છે કે એ લોકો આટલી સ્પિડમાં કાર ચલાવી શકે છે એનુ કારણ એની આંખમાં છૂપાયેલુ હોય છે. કોઇ પણ વાહન કે જે જમીન પર દોડતુ હોય જેમાં પેસેન્જર ટ્રાવેલ કરતાં હોય એને અમૂક સ્પિડથી ઉપર ગાડી જાય આટલે માનવક્ષમતાની મર્યાદા આવી જાય પછી ડર લાગે. પણ તો યે કાર રેસિંગના ચાલકોને ત્રણસો કે ચારસો કિમી. ની સ્પિડ હોવાં છતાં કેમ ડર નથી લાગતો ? પરીક્ષણોથી સાબિત થયું છે કે સામાન્ય માણસની (કાર રેસિંગ ન કરતાં હોય એ) આંખ અને કાર રેસિંગ કરનારની આંખમાં એ તફાવત હોય છે કે સામાન્ય માણસને સ્પિડ બહું વધી જાય પછી સામેનુ ચિત્ર જે રીતે ભયાનક કે બિહામણુ લાગવા માંડે છે એના કરતાં જે કાર રેસિંગ કરે છે એ લોકોની આંખ એને એ ચિત્ર એટલું ભયાનક કે બિહામણુ દેખાડતી નથી. સિમ્પલ શબ્દોમાં આ સંશોધન કાંઇક આવું છે. અને એને કારણે કાર રેસિંગમાં એ લોકો જ સફળ થાય છે કે જેને બાય બોર્ન એવી આંખો ગિફ્ટમાં મળેલ હોય કે જેને સ્પિડ ગમે તેટલી વધી જાય તો પણ એ સ્પિડ સામાન્ય માણસને દેખાતી હોય એના કરતાં ઓછી લાગતી હોય. જેમ માઇકલ ફેલ્પ્સને હાથ પગ અને ઉસૈન બોલ્ટને પગ મળ્યા છે.

ઉસૈન બોલ્ટના પગ, માઇકલ ફેલ્પ્સના હાથ ને કાર રેસરની આંખની જેમ મોદી સાહેબ પાસે 'છપ્પનની છાતી' તો છે જ, સાથે ભવિષ્ય અને પરિણામ જોઇ શકતી નજર પણ છે. કદાચ એટલે જ કહેવાયા હશે. મુખ્યમંત્રી હતાં ત્યારે લોકો દ્વારા જેને 'તાયફા' શબ્દ અપાયો હતો એ તો મોદીના ગ્રેસ બોલ્સ હતાં. એ બધાં પ્રોજેક્ટ્સ કરીને કે એ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની રણજી ટ્રોફી રમી રમીને આજે સાહેબ ભારત રમવાં માટે તૈયાર થઇ ગયાં. કેટલાંયને એ વખતે એવું લાગતું કે આ તો સમય, પ્રશાસન, પૈસા અને નેચરલ રિસોર્ષિઝનો દુરૂપયોગ અથવા તો બગાડ છે. પણ મોદી સાહેબને એ ચિત્ર કદાચ જૂદું દેખાતુ હશે. એને એમાં ખરેખર વિકાસ દેખાતો હશે કે જે અન્યોને નહી દેખાતો હોય. મોટા કામ કરવાંવાળાની આંખો ય મોટું જોઇ શકતી હોય અને એનુ જીગર પણ મોટું હોય.

ફક્ત ગઇકાલના એક દિવસની કલ્પના કરો. એક જ દિવસમાં અર્થતંત્રનુ ચક્કર કેટલું ફર્યુ હશે. સાવ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસે પણ પોતાના ઘરમાં સો રૂપીયાનો ખર્ચ તો કર્યો જ હશે. તો આખાં દેશનો કુલ આંકડો ગણો તો મિલીયન-બિલીયન-ટ્રિલીયન રૂપીયાનુ ચક્કર કાલે ફર્યુ હશે. આ તો એક દિવસ થયો. આની પૂર્વતૈયારીઓ, આના પૂર્વકાર્યક્રમો તો મહિનાઓથી ચાલતાં. અયોધ્યામાં ફક્ત નાની નાની પ્લાસ્ટર ઓફ પેરિસની હાથબનાવટની મૂર્તિ જે મળે છે એનાથી શરૂં કરીને ફક્ત ધાર્મિક ચીજવસ્તુઓની ગણતરી કરો તો કાલે સમગ્ર ભારતમાં અબિલ-ગુલાલ-કંકુ, ફૂલો, ભગવા રંગનુ કપડુ, દિવા, એની વાટ, દિવાનુ તેલ, ભગવાનના વાઘા આવી ધાર્મિક વસ્તુઓનો જ વેપાર અબજો - ખર્વો રૂપિયાનો થયો હશે. આ બધાં પૈસા સામાન્ય માણસના ખીસ્સામાં જ જાય છે. મોદી સાહેબ જ્યારે ચિફ મિનીસ્ટર હતાં ત્યારે એક જીલ્લા કક્ષાનો ત્યારે મોટો લાગતો કાર્યક્રમ હોય તો એ પણ મોદીસાહેબ ભવ્ય રીતે કરાવતાં. મોદી સાહેબ પાસે કાર્યક્રમના ડેકોરમ અને ડિસીપ્લીન સાથે કાર્યક્રમની ગ્રેટનેસ અને ગોર્જીયસનેસની પણ દ્રષ્ટિ છે. આ તમામ કાર્યક્રમોમાં ઉભા કરેલાં પંડાલથી લઇને એમાં લાઇટિંગ, સાઉન્ડ, ડેકોરેશન, મંડપ સર્વિસ, રસોયા, રસોયાના કારણે શાકભાજી, મસાલા, કેટરર્સ, એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બોલાવાતા કલાકારોમાં નૃત્યકારો, ગાયકો, વાદકો, કાર્યક્રમની બહાર ઉભા રહેતાં ફેરીયાઓ, જે તે ગામમાં કાર્યક્રમ થતો હોય એ ગામમાં થતાં કામો - ગણ્યા જ કરો. કોઇ પાસે સરકાર મફત કામ કરાવતી નથી. આવાં તો દરેક જીલ્લામાં અને હવે સમગ્ર ભારતમાં થયેલાં આવાં અઢળક કાર્યક્રમોના કારણે જે રૂપિયાનુ ચક્કર ફરે છે એની આવક નાનામાં નાના માણસને પહોચે છે. એક ગામના કોઇ પાંચ લાભાર્થિને પચાસ - પચાસ હજારના ચેક અર્પણ કરવાં માટે આવો 'તાયફો' શું કામ ? આ એનો જવાબ છે કે આ માટે. એમાં કેટલાયના ઘરના રસોડા ચાલે છે. ફક્ત પાંચ લાભાર્થિને જ લાભ નથી મળતો. આ બધું મે કાર્યક્રમોમાં રૂબરૂ જઇને અનુભવ્યુ છે, જોયું જે એટલે ખબર છે.

ભારત એ ઉત્સવો અને મેળાઓનો દેશ છે. કોરોના કાળ પહેલાં કે પછી, ટ્રેડિશ્નલ ફેસ્ટિવલ્સ સાથે આવાં અનેક સરકારી મેળાઓએ રૂપીયાને સ્થિર થવાં નહી દીધો હોય. જગતભરની સૌથી મોટી ઇકોનોમીના આવડાં મોટા વ્યવહારોમાં આ મેળાવડાઓના કારણે રૂપીયાનુ ફરેલ ચક્કર ભલે અમૂક ટકા જ હોય, પણ એ નાના નાના કાર્યક્રમોથી લઇને રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ કે જેણે સમગ્ર વિશ્વને પોતાના તરફ જોવાં મજબુર કર્યા, સૌથી જૂની અને સૌથી ગહન સંસ્કૃતિનો જાણે પુનરૂત્થાન કર્યો, એક પ્રકારે શક્તિપ્રદર્શન પણ થયું - અહીયાં સુધી પહોચ્યા એમાં મોદીસાહેબ પાસે જે પેલાં કાર રેસિંગના ડ્રાઇવર પાસે જે આંખો હોય છે કે જેને એમાં સ્પિડ વધતાં ચિત્ર બિહામણુ નથી લાગતુ પણ એમ લાગતુ હોય કે આ તો લાગ છે, એમ મોદી સાહેબનુ વિઝન એની આંખ જ જોઇ શકતી હશે. જે જોવાનુ બીજાનુ કામ નથી.

કોરોનાની આવડી મોટી ત્રાસદી ગઇ પછી પણ આવડું મોટું અર્થતંત્ર રોટેટ થયું છે. છેલ્લાં છ મહીનાનુ શેર માર્કેટ એની સાક્ષી પૂરે છે. આ ઇકોનોમી આજે જગતભરમાં સૌથી મોટી અને આ શેર માર્કેટ જગતભરમાં સૌથી મોટું છે અત્યારે. આપણું શેર માર્કેટ બીજા અનેક દેશોના માર્કેટને ધ્યાનમાં રાખીને મુવમેન્ટ આપતું. આજે એ જ માર્કેટની અસર બીજા દેશોને થાય છે. અને બીજા દેશોના ઉતારચઢાવની અસર આપણાં માર્કેટ પર ઓછી વરતાય છે. છેલ્લાં છ મહીનાથી સતત ઉપર જતું માર્કેટ ક્યાં ઉભુ રહેશે એની કોઇને ખબર નથી. સામાન્યમાં સામાન્ય માણસ આજે માર્કેટમાંથી પૈસા કાઢતો થઇ ગયો છે. મિલીયન્સ ઓફ નવાં ડિમેટ એકાઉન્ટ્સ છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં નવાં ખૂલ્યા છે. આ તેજી શેની છે ?

વાત ચોખ્ખી છે. જવાબ એક જ છે. મોદીજી. સતત વિશ્વફલક પર એક પછી એક બાજી મારી જતો આપણો નેતા જો દરેક સમયાંતરે કોઇક આવાં ગુડ ન્યુઝ આપતો જ રહે તો માર્કેટ પર એની અસર થાય જ. આ જ છે મોદીનો જાદુ અને આ જ છે એની છપ્પનની છાતી. કે જેમાં આના આવાં કાર્યક્રમો, કાર્યક્રમોને એક યોગ્ય ઉંચાઇ પર લઇ જઇને એક્ઝિક્યુટ કરવાનુ વિઝન અને કેપેસિટી, એ કાર્યક્રમો કરીને એમાંથી મળતા તમામે તમામ બેનિફીટ્સને ચુસી ચુસીને એની રોકડી કરી લેવાની આવડત મોદીની છે. અને એટલે જ મોદી એ મોદી છે. અને એટલે જ મોદી સાહેબ, તમે અમને પસંદ છો.

21/11/2023

Superb counselling and moral support by Our Prime Minister Shri Narendra Modi to Indian cricket team

23/04/2023
In these testing times, I really thank government for recognising a small effort from our side to strengthen our health ...
13/10/2020

In these testing times, I really thank government for recognising a small effort from our side to strengthen our health system.
Health, for the 1st time has been priority of our government.

સલામ છે સૌને ટ્રેનિંગ આપતી રાજકોટ ક્રિટિકલ કેર ટીમ ડૉ અંકુર વરસાણી રાજકોટના મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ , આયુષ અને બીજા ...
08/04/2020

સલામ છે સૌને ટ્રેનિંગ આપતી રાજકોટ ક્રિટિકલ કેર ટીમ
ડૉ અંકુર વરસાણી

રાજકોટના મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ , આયુષ અને બીજા પેરામેડિકલ સ્ટાફની કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર કરવા તથા વેન્ટીલેટર ટ્રેનિંગ , કેવી રીતે સારવાર કરવી તથા કોરોનાનો ચેપ બીજા કોઈ સ્ટાફને ના ફેલાઈ તેની સમજણ

This is just to pursue responsible civilian like us to show our solitary toward our security forces NOT just by posting ...
15/02/2019

This is just to pursue responsible civilian like us to show our solitary toward our security forces NOT just by posting શ્રધાંજલિ photos and messages but TO ACT in a way we can. And as per my view every one has to act accordingly as per personal feeling toward our MARTYR (Sahid) JAWANs, one of way to show our feeling is by DONATING for the benefits of Security Forces and for them this just a peanut, I have donated Rs. 11,112, and i appeal every responsible civilians to give them at least something. For this you can donate by opening https://bharatkeveer.gov.in

Please share and pay online as much as possible..

શ્રી બદ્રીનાથ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ગોંડલના આમંત્રણને માન આપીને પધારેલ માનનીય માજી ધારાસભ્યશ્રી જય...
02/12/2018

શ્રી બદ્રીનાથ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ગોંડલના આમંત્રણને માન આપીને પધારેલ માનનીય માજી ધારાસભ્યશ્રી જયરાજસિઁહજી જાડેજા, ડૉ કેતન શાહ સર તથા ડોક્ટર્સ ટીમ , સર્વે ટ્રસ્ટીઓ, સર્વે મેહમાનગણ તથા દર્દીઓનો આભાર માને છે

મલેશિયા કોમ્પિટિશનમા જતા બાળકો તથા સ્પોર્ટ્સમા આગળ એવી બાળાઓ(હિરલ રાયધનભાઈ વાવડિયા - બોક્સિંગ) અને નીમાબેન અંદીપરા- ચોરડી - રાયફલ )ને ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યશ્રીના હસ્તે રોકડ પુરસ્કાર તથા ભવિષ્યની તમામ રમતગમતની જરૂરિયાત ટ્રસ્ટે સ્વીકારેલ છે

કેમ્પમાં અત્યંત જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે મંગળવારથી સાંધા બદલવાના ઓપરેશન શ્રી બદ્રીનાથ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિસર્જ હૉસ્પિટલ - રાજકોટ કરવામા આવશે.

Address

VADODARIYA HOSPITAL, BUS STATION Road , GONDAL
Gondal
360311

Telephone

+919879128882

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodariya Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category