24/09/2025
આજ રોજ તા.23/09/2025 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાટણ તેમજ સિદ્ધપુર ના સંયુક્ત ઉપક્રમે 10 માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુષ આયુષ મેળા નું આયોજન જિલ્લા પંચાયત પાટણના માનનીય પ્રમુખશ્રી સુશ્રી હેતલબેન વી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.
જેમાં શ્રીમતી હેતલબેન જગદીશભાઈ ડાભી, માનનીય ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત પાટણ,
શ્રી સી.એલ.પટેલ માનનીય જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પાટણ,
શ્રી ભરતજી ઠાકોર, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ,શંખેશ્વર
શ્રી ભરતજી ઠાકોર પ્રમુખ તાલુકા ભાજપ
શ્રી શાંકાજી ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત પાટણ
ડો. વિષ્ણુભાઈ પટેલ સી.ડી.એચ.ઓ પાટણ
ડો. દેવેન્દ્ર પરમાર જિલ્લા ક્ષય અધિકારી ડો. કેતન ઠક્કર ટી.એચ.ઓ શંખેશ્વર વિગેરે ઉપસ્થિત રહ્યા.
આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિઓનું સ્વાગત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડોક્ટર વર્ષા પટેલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ આયુષની કામગીરી વિશેની માહિતી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાટણના વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય ભાર્ગવભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી.
આયુષ મેળામાં સગર્ભા બહેનો તથા કુપોષિત બાળકોને આયુષ પોષણ કીટ તથા એનિમિયા કીટનું વિતરણ મહાનુભાવના હસ્તે કરવામાં આવી.
આયુષ મેળા ના કાર્યક્રમના અંતે ડોક્ટર હિતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સેધાભાઈ સી રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આયુષ મેળાના નોડલ ઓફિસરશ્રી ડોક્ટર હિતેન્દ્રસિંહ રાજપૂત તેમજ જિલ્લા પંચાયત પાટણ હસ્તકના તમામ આયુર્વેદ તેમજ હોમિયોપેથિક મેડિકલ ઓફિસરો દ્વારા તથા અન્ય સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી.
આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, તેમજ દિનચર્યા, ઋતુચર્યા, પંચકર્મ ચિકિત્સા, રસોડાના ઔષધો, આસપાસની વનસ્પતિના ઔષધો, યોગ નિદર્શન, હોમીઓપેથીક ચિકિત્સા પરિચય વગેરે વિષયો પર ચાર્ટ પ્રદર્શન યોજાયું. આ ઉપરાંત આયુષ મેળામાં હર્બલ ટી નું વિતરણ તેમજ ઋતુજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહ બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ અન્ય અતિથિ શ્રી દ્વારા તમામ પ્રદર્શનની મુલાકાત લીધી. આ આયુષ મેળાનો શંખેશ્વર શહેર તથા આસપાસની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે તેવા માનનીય પ્રધાનમંત્રી શ્રી ના વેલનેસ વિઝન ને સફળ કરવા આ પ્રકારના આયુષ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.