10/01/2019
Don’t Gamble!
“Take risky Action in the hope of a desired result.”
Google ઉપર જુગારની વ્યાખ્યા શોધી તો મને ઉપરની વ્યાખ્યા મળી,જે કદાચ શેરબજારનાં સટ્ટોડિયાઓ માટે અક્ષરશ: સાચી છે.
હું નિ:શંકપણે કહું છું કે શરૂઆતથી જ આપણે શેરબજારમાં આપણે “Desired Profit” મેળવી લેવા માટે ગમે તેટલા “Risky actions” લઈએ છીએ,ખોટા પડીએ છીએ અને દુ:ખી થઈએ છીએ.
સાહસ કરવું એ ખોટું નથી...લીધેલા નિર્ણયમાં ખોટા પડવું પણ માન્ય છે,ઊલટાનું તેનાથી તો આપણને શાણપણ આવે છે અને ભૂતકાળની એની એ જ ભૂલ બીજી વાર કરતાં આપણે બચી શકીએ છીએ.
વોરૅન બફેટ પોતે કહે છે કે,હંમેશા Risk લો પરંતુ ગણતરીપૂર્વકનું.
પણ દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગનાં રોકાણકારો પોતાની ભૂલથી કાંઈક શીખવાની જગ્યાએ...વાંચન અને માહિતીનો સંગ્રહ કરી પોતાના જ્ઞાનને વધુ વિકસાવીને નવેસરથી સાવચેતી પૂર્વક રોકાણ કરવાની જગ્યાએ પોતાની ધારણાઓનાં આધારે જ કમાઈ લેવાની એક નિરર્થક આશા લઈને બેસી જાય છે અને પોતાના તુક્કાઓને પોતાની આંતરસૂઝમાં ખપાવે રાખે છે.
સારા દિવસોની આશામાં કેટ-કેટલાય દિવસો નકામા દુ:ખમાં,નુક્સાનીમાં વિતાવે છે...અને મજા પાછી એ છે કે તેમના કહેવાતા સારા દિવસો ક્યારેય આવતા પણ નથી!
જેવી રીતે દારુ પીનાર કે સિગારેટ પીનારને પોતાને ખબર પણ નથી પડતી કે તે ક્યારે જે-તે વસ્તુઓનો વ્યસની બની ગયો છે તેવી જ રીતે તુક્કા લડાવીને શેરબજારમાં રોકાણ કરનારાઓને પણ ક્યારેય ખબર નથી પડતી કે ક્યારે તેઓ રોકાણ કરતાં કરતાં જુગાર તરફ પ્રયાણ કરી ગયા...
જ્યારે વર્ષનાં અંતે તેમનો એકાઉન્ટન્ટ તેમનો profit/loss report માંગે છે ત્યારે જ તેમની નિંદ્રાધીન આંખો ખૂલે છે!
એટલે જ યાદ રાખો...
Invest,Don’t Gamble!
🙂