12/09/2021
હે ગણેશજી, આપનું સ્થાન મૂલાધાર ચક્રમાં છે. યોગ શાસ્ત્રનાં કહેવા મુજબ મૂલાધારને આપણામાં રહેલી શક્તિશાળી કુંડલીની શક્તિનું સ્થાન ગણવામાં આવે છે. સર્વના દેહમાં મૂલાધાર ચક્રમાં આપનો વાસ હોવાથી. આપની ઉપાસના કરવામાં સરળતા રહે છે. આપ શક્તિરૂપ છો. શક્તિ રજોગુણી હોવાથી રક્તવર્ણ છે. તેથી ગણપતિ રક્તવર્ણા છે. લાલ રંગ આપને પ્રિય છે, તેથી આપની પૂજા લાલ રંગની વસ્તુ વડે થાય છે. હે રક્તવર્ણા ઉચિસ્ટા ગણપતિ આપને મારા સત સત વંદન. વિઘ્ન વિનાશક દેવ ગણપતિ બાપા ના આ શૂભ પર્વમાં બધા ભક્તોને હાર્દિક શુભકામના.