29/11/2025
દિવ્યાંગ વ્યક્તિને માત્ર સહારો નહીં, હિંમત અને આત્મવિશ્વાસ જોઈએ છે, જે આપે છે PSM હોસ્પિટલ. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે PSM હોસ્પિટલ અને ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપી દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને ટ્રાઇસિકલ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ PSM હોસ્પિટલ દ્વારા ભગવાન સ્વામિનારાયણના સ્વ હસ્તે લખાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિનામૂલ્યે અને રાહતદરે આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવી રહી છે.
આજે જ આપની આસપાસના દિવ્યાંગ વ્યક્તિનું આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવો અને તેને આત્મવિશ્વાસથી ભરપૂર જીવનની ભેટ આપો.
નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને ટ્રાઇસિકલ વિતરણ કેમ્પ
તારીખ: 3 ડિસેમ્બર, 2025
સમય: સવારે 8:30 થી સાંજે 5:30 સુધી
સ્થળ: PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, અમદાવાદ- મહેસાણા હાઈવે- કલોલ