17/08/2021
આજ રોજ “૧૫મી ઓગસ્ટ સ્વસ્તંત્ર દિવસ” ની ઉજવણી નિમિતે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત “ઉર્મિ”-આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર(ODIC)-મહેસાણા કેન્દ્ર દ્વારા તા.૧૪/૦૮/૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભરથરીવાસ, અમરપુરા, તાવડીયા રોડ, જિ.મહેસાણા ખાતે “વ્યસનમુક્તિ અંગે પોસ્ટર પ્રદર્શન અને પત્રિકા વિતરણ” નું આયોજન કરવામાં આવેલ. જેમાં “ઉર્મિ”-આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર(ODIC)-મહેસાણા કેન્દ્રના સ્ટાફ, સામાજિક કાર્યકર્તા અને લોકલ રહિશોએ કાર્યક્રમમાં ભાગ લીધેલ. જેમાં કેન્દ્રના આઉટરિચ વર્કર (ORW) એ “પોસ્ટર પ્રદર્શન અને પત્રિકા વિતરણ” કરીને વ્યસનમુક્ત જીવન જીવવા માટે અને કેન્દ્રની મુલાકાત લઇને કેન્દ્રની નિ:શુલ્ક સેવાઓનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરેલ.