10/08/2017
બી.પી.ની બીમારીથી બચો.
હાઇ કે લો BPને સાઇલન્ટ કિલર ગણવામાં આવે છે. આ કોઇપણ પ્રકારના સિમ્પટમ્સ વિના શરીરને અંદરથી અનેક ગંભીર બીમારીનો શિકાર બનાવે છે.
આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે. જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય છે.
જો ઉપરમાંથી કોઈ પણ લક્ષણ જણાઈતો તરતજ ડોક્ટર પાસે તપાસ કરાવવી .