AARY Hospital

AARY Hospital complete solution of gynaecological problems and pregnancy associated problems under single roof

https://youtu.be/JP-JiEurmd0::DIWALI DOSE::LIKE SHARE AND SUBSCRIBE
20/10/2025

https://youtu.be/JP-JiEurmd0

::DIWALI DOSE::

LIKE SHARE AND SUBSCRIBE

, ટચૂકડી વાતો 66, #બુરાઈ_એક_આશીર્વાદ #

 #માનસિક_આરોગ્ય???આજે દરેક લોકો  #શારીરિક તકલીફો પાછળ સારવાર કરાવવા માટે ભાગદોડ માં રહે છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે મ...
10/10/2025

#માનસિક_આરોગ્ય???
આજે દરેક લોકો #શારીરિક તકલીફો પાછળ સારવાર કરાવવા માટે ભાગદોડ માં રહે છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે મહત્તમ શારીરિક તકલીફો પાછળ #ઊંડાણ માં માનસિક પરિસ્થિતિ જ જવાબદાર હોય છે....
આપણી આજુ બાજુ આપના મિત્રો, સગા તેમજ સહકર્મી ઘણા હશે જે ડિપ્રેશન ,સ્ટ્રેસ, મેનીઆ,ચિંતા વગેરે થી પીડાતા હશે...ઘણા લોકો એવા પણ હશે કે આ બધા સંજોગો માં માનસિક રીતે એટલા પડી ભાંગે છે કે #આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે....
ચાલો આજે ભેગા મળી ને #સંકલ્પ લઈએ કે એક #માણસ તરીકે આ પૃથ્વી પર આવ્યા છીએ તો બીજા માણસ ને માત્ર માનસિક રીતે મજબૂત કરી ને મદદ કરી ને #ખુશહાલ જીવન બને એમાં #ભાગીદાર બનીએ...કેમ કે #સુવાસ ફેલાવિશું તો પેહલા સુવાસ આપણી પાસે જ આવશે...
#વિશ્વ_માનસિક_સ્વાસ્થ્ય દિવસ પર આપ સૌ ખુશ રહો અને દુનિયા ની બધી #ચિંતા ને એક #જીવન નો ભાગ સમજી ને આગળ વધતા રહો એવી #આર્ય_હોસ્પિટલ પરિવાર દ્વારા #ઈશ્વર ને પ્રાર્થના..

 #ડોક્ટર માટે સૌથી વધુ હર્ષ ની પળ કઈ છે, ખબર છે???જ્યારે દર્દી રજા થાય  #હોસ્પિટલ માંથી અને ડોક્ટર પર ખૂબ જ  #કૃતજ્ઞતા ભ...
08/10/2025

#ડોક્ટર માટે સૌથી વધુ હર્ષ ની પળ કઈ છે, ખબર છે???
જ્યારે દર્દી રજા થાય #હોસ્પિટલ માંથી અને ડોક્ટર પર ખૂબ જ #કૃતજ્ઞતા ભાવ દર્શાવે, તો એમ લાગે કે જાણે ડોક્ટર બન્યા એ #સાર્થક છે....
આવા દર્દીઓ ની ડોક્ટર પ્રત્યે ની લાગણી ના લીધે ખૂબ #મહેનત થી કામ કરવા માટે પ્રેરણા મળે છે...
એ જ દિવસે રાતે #ઈમરજન્સી માં બીજું દર્દી આવ્યું...પેહલા એમને #સિજેરિયન હતું સાથે ડિલિવરી નો દુખાવો અને #મેલી_ફાટી(ABRUPTIO PLACENTAE) ગઈ હતી...સાથે #બ્લડ_પ્રેશર તો હતું જ....પેટ ખોલતા જ #લોહી જ લોહી, બાળક ની ફટાફટ ડિલિવરી કરાવી, સરસ 3 કિલો નો #બાબો જન્મ્યો, પછી મેલી ની નાળ જોઈ તો એમાં #ગાંઠ પળેલી હતી, જેના લીધે બાળક ને ગમે ત્યારે લોહી મળતું બંધ થઈ શકે, પણ #નસીબ દર્દી અને મારા બંને ના સારા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ આવ્યું,
પછી જોયું તો #આંતરડા, #પેશાબ ની #કોથળી બધું જ #ગર્ભાશય સાથે ચોંટેલું અને દર્દી પણ વજન વધુ ધરાવતું હોવાથી #ચરબી વધુ હતી....બસ શાંતિ થી #પરમાત્મા નું નામ લઈ કામ ચાલુ રાખ્યું અને આખરે સરસ મજા નું કાર્ય પૂર્ણ થયું...

આર્ય હોસ્પિટલ
પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગ હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ,જૈન દેરાસર સામે,
કોટક બેંક ની પાછળ, હનુમાનજી ના મંદિર
પાસે, શનાળા રોડ મોરબી
મો.8866424133

WITH GOD GRACE I HAVE COMPLETED SUCCESSFULLY  #11 YEARS AS A CONSULTANT OBSTETRICIAN AND GYNAECOLOGIST IN  ...I WILL DO ...
02/10/2025

WITH GOD GRACE I HAVE COMPLETED SUCCESSFULLY #11 YEARS AS A CONSULTANT OBSTETRICIAN AND GYNAECOLOGIST IN ...
I WILL DO CONTINUE MY THE BEST EFFORT FOR SERVING COMMUNITY...

આર્ય હોસ્પિટલ
"જ્યાં આપની ખુશી મહત્વ ની છે."
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી
મો.8866424133

9 મહિના ની  #પ્રેગ્નન્સી અને  #ડિલિવરી_ના_દુખાવા સાથે  #ઇમરજન્સી   માં મોડી રાતે એક દર્દી આવ્યું...જેને બાળક  #ઊલટું( BR...
14/08/2025

9 મહિના ની #પ્રેગ્નન્સી અને #ડિલિવરી_ના_દુખાવા સાથે #ઇમરજન્સી માં મોડી રાતે એક દર્દી આવ્યું...
જેને બાળક #ઊલટું( BREECH) હતું , સાથે #અનિયંત્રિત_બ્લડ_પ્રેશર, એના #ગર્ભાશયમાં_ખોડખાંપણ( BICORNUATE UTERUS) હતી અને સાથે ગર્ભાશય માં 3 #રસોળી હતી....
ત્વરિત #સીજેરિયન દ્વારા સરસ #ઢીંગલી નો જન્મ થયો....
ઘણી વખત #મુશ્કેલ_પરિસ્થિતિ માં #શાંતિ અને #આત્મવિશ્વાસ રાખી કાર્ય કરીએ તો #ઈશ્વર જરૂર સાથ આપે છે....
આર્ય હોસ્પિટલ ના તમામ સ્ટાફ, એનેસ્થેટિક અને બાળકો ના ડોક્ટર તેમજ ઓટી આસિસ્ટન્ટ ના સહયોગ થી આ રજા ના માહોલ માં મોડી રાત્રે ગંભીર કેસ સોલ્વ થઈ શક્યો..

#પ્રસૂતિ તેમજ #સ્ત્રી_રોગ ની #ઘનિષ્ઠ_સારવાર માટે એકવાર જરૂર મુલાકાત લેજો:

આર્ય હોસ્પિટલ
" જ્યાં આપની ખુશી જ મહત્વ ની છે."
15- 16 સાવસર પ્લોટ, જૈન દેરાસર ની સામે,
કોટક બેંક ની પાછળ, હનુમાનજી ના મંદિર પાસે,
શનાળા રોડ મોરબી.
MO: 8866424133

https://www.instagram.com/reel/DMqIKSnBvzS/?igsh=djlmN2x0ajRmajFtઆર્ય હોસ્પિટલ માં આજે શ્રાવણ માસ ના પેહલા સોમવારે બે ઢી...
28/07/2025

https://www.instagram.com/reel/DMqIKSnBvzS/?igsh=djlmN2x0ajRmajFt

આર્ય હોસ્પિટલ માં આજે શ્રાવણ માસ ના પેહલા સોમવારે
બે ઢીંગલીઓ નો જન્મ થયો...એમાં થી એક ફેમિલી એ સરસ મજાનું ઉત્સવ ની જેમ દીકરી ના જન્મ ને વધાવ્યો...

 #સાચી_નીતિ અને  #કુદરત ની  #મદદ:આજ નો દિવસ ક્યારેય મને  #જિંદગી માં ભૂલાશે નહી...મારા 12 વર્ષ ની ડોક્ટર પ્રેક્ટિસ માં હ...
25/07/2025

#સાચી_નીતિ અને #કુદરત ની #મદદ:

આજ નો દિવસ ક્યારેય મને #જિંદગી માં ભૂલાશે નહી...મારા 12 વર્ષ ની ડોક્ટર પ્રેક્ટિસ માં હાજા ગગડાવી નાખે એવો કેસ પ્રથમ વાર સામનો થયો...

એક દર્દી પ્રથમ 3 ડિલિવરી થયેલી સાથે 2 સીજેરિયન થયેલું બાળક ઓછું ફરકે એમ કહી ને બતાવવા આવ્યું....
તપાસ કરતા જણાયું કે #બાળક ના #ધબકારા અને બીજા રિપોર્ટ નોર્મલ હતા...પછી મને અંદર ને અંદર થતું હતું કે આ દર્દી ને 36 #અઠવાડિયા પ્રેગ્નન્સી ના થઈ ગયા છે..અને હવે જો વધુ સમય જશે તો કંઈક ના થવાનું થશે...દર્દી ને સમજાવ્યું..અને તરત #સીજેરિયન માટે #ઓપરેશન_થિયેટર માં લીધું... પેટ ના સ્નાયુ નું એક પળ ખોલ્યું ત્યાં લોહી નું #ખાબોચિયું હોઈ એમ લોહી બહાર આવ્યું.અંદર જોયું તો ગર્ભાશય જ્યાં #પેહલા ના #સીજેરિયન થયા હતા ત્યાં થી #સંપૂર્ણ_ફાટી ગયું હતું...કશું જ વિચાર્યા વિના પેહલા જલ્દી થી #બાળક ની ડિલિવરી કરાવી...બાળક તરત રડ્યું એટલે મારા શ્વાસ માં શ્વાસ આવ્યો...અને મેલી(placenta)પણ આખી સંપૂર્ણ નીકળી ગઈ...
હવે થઈ #કસોટી ચાલુ... #ગર્ભાશય પેટ ના બધા જ પળ સાથે #ચોંટેલું નીકળ્યું અને સાથે બધી જ જગ્યા એ #લોહી_વહેવાનું ચાલુ હતું...
બસ પછી #ઊંડો_શ્વાસ લઈ ને પ્રથમ લોહી વહેતું હતું એ #કંટ્રોલ કર્યું...અને #ઈશ્વર પર બધું છોડી ને #ટાંકા લેવા ના શરૂ કર્યા...
#પેશાબ ની કોથળી પણ #ઇજાગ્રસ્ત છે કે નહી એ પણ જોઈ લીધું જેમાં કોથળી એકદમ #નોર્મલ હતી....આખરે #ઓપરેશન પત્યું...
સાચે પછી મેં બધી જ #પળો મેં ફરી થી #વિચારી તો થયું કે મેં આ ઓપરેશન કર્યું?????? કઈ રીતે થયું??? જાણે કોઈ #શક્તિ_સંચારિત થઈ હોય અને આ #અતિ_મુશ્કેલ કામ પૂરું કર્યું હોય...
એટલે #ઈશ્વર કોઈ ને કોઈ રીતે અસ્તિત્વ ધરાવે જ છે...જે આંખ બંધ કરી ને મારે માનવાનું જ રહ્યું...અને અવાચક બની ને માત્ર વિચારતો જ રહ્યો કે કર્મો ની ગતિ સારી રાખવી અને નીતિ રાખવાની સંપૂર્ણ કોશિશ, કોઈ પણ મહા મુશ્કેલી માં કોઈ મહાન શક્તિ આવી ને મદદ કરે જ છે...

મારી આર્ય હોસ્પિટલ ની ટીમ, ઓટી આસિસ્ટન્ટ , એનેસ્થેટિક તેમજ બાળકો ના ડોક્ટર અમિત બોડા સાહેબ
આ બધા નો સાથ સહકાર મહા મુશ્કેલ કેસ ને પાર પાડવા માં અતિ મહત્વ નો રહ્યો...

"ડોક્ટર ચોર છે, લુટેરા છે, ડોક્ટર પૈસા કમાવા જ બેઠા છે"આવા શબ્દો અવારનવાર  #ન્યૂઝ માં,  #સોશિયલ_મીડિયા માં જોવા મળતા હોય...
07/07/2025

"ડોક્ટર ચોર છે, લુટેરા છે, ડોક્ટર પૈસા કમાવા જ બેઠા છે"

આવા શબ્દો અવારનવાર #ન્યૂઝ માં, #સોશિયલ_મીડિયા માં જોવા મળતા હોય છે...
તો આવા કપરા અને વિપરીત સમય માં જ્યારે કોઈ #દર્દી ની #ડિલિવરી મારી #આર્ય_હોસ્પિટલ માં થઈ હોય અને એનું બાળક એક વર્ષ નું થાય ત્યારે #કૃતજ્ઞતા વાચક શબ્દો થી આભાર માને ત્યારે એમ લાગે કે #ડોક્ટર બનવું સાર્થક થયું....
એક દર્દી ની #આર્ય_હોસ્પિટલ_મોરબી માં #જોખમી_ડિલિવરી સફળતાપૂર્વક કરવા માં આવી હતી, જેને આજે એક વર્ષ પૂર્ણ થયું અને એમની #ઢીંગલી નો આજે #પ્રથમ #જન્મદિવસ છે, જે દિવસે મારો અને મારી હોસ્પિટલ નો અલગ શબ્દો થી દર્દી એ #આભાર વ્યક્ત કર્યો...જે વાંચી ને મારી આંખ માં હરખ ની #હેલી અને #કુદરત પ્રત્યે એક અલગ જ #અહોભાવ થયો કે મને લોકો ની ખુશી માટે #નિમિત્ત બનાવે છે....

આ આવડા મોટા લખાણ પર થી આપ સૌ ને માત્ર બસ એટલો #સંદેશ આપવો છે કે આપ આપના #ડોક્ટર નું #સમ્માન કરો અને એમના કાર્ય ને #બિરદાવો....કેમ કે ડોક્ટર પણ એક #માણસ છે એમનું જીવન પણ આપણા બધા ની જેમ અનેક #ચિંતાઓ અને #મુશ્કેલીઓ થી ભરેલું હોય છે..દરેક ડોક્ટર ની #ખુશી એમના દર્દી ને ખુશ જોવા માં હોય છે....
તો રાજકારણીઓ, ન્યૂઝ રિપોર્ટરો , સોશિયલ મીડિયા વાળાઓ કે અન્ય કોઈ ની વાત માં ના આવી ડોક્ટર નું સન્માન અને ગરિમા જાળવી રાખીએ અને રોગ મુક્ત રહીએ...

આર્ય હોસ્પિટલ( રામ મેડિકલ સ્ટોર)
(જ્યાં આપની ખુશી જ મહત્વ ની છે)
ડૉ.કૃષ્ણ એ.ચગ,
આનંદ એ. ચગ
મો.8866424133, 9106890800
જૈન દેરાસર ના મંદિર સામે, કોટક બેંક ની પાછળ, હનુમાનજી ના મંદિર પાસે, 15-16 સાવસર પ્લોટ, શનાળા રોડ મોરબી.

 #છઠ્ઠી_ઈન્દ્રિય:(sixth sense): #જન્નત_મૂવી માં જોઈ ને આપણ ને થતું હશે કે આવું થાય તો સારું....પરંતુ આપણી પણ રોજબરોજ ની ...
29/06/2025

#છઠ્ઠી_ઈન્દ્રિય:(sixth sense):

#જન્નત_મૂવી માં જોઈ ને આપણ ને થતું હશે કે આવું થાય તો સારું....પરંતુ આપણી પણ રોજબરોજ ની જિંદગી માં દરેક નિર્ણય માં અંદર થી અવાજ સંભળાતો જ હોય છે....બસ ખાલી #ભય અને મન ના #તુક્કાઓ છોડી શાંતિ થી બેસો એટલે ખ્યાલ આવે કે અંદર થી એક અવાજ આવે છે કે #નિર્ણય કઈ દિશા માં લેવો...

આજે મારી સાથે એક કિસ્સો બન્યો...
એક દર્દી નું #મંગળવારે 1 જુલાઈ ના રોજ #સિજેરિયન નું નક્કી કરેલ હતું...પરંતુ આજે અચાનક વહેલી સવારે દર્દી નો ફોન આવ્યો કે અતિશય પેટ માં દુઃખે છે અને માસિક વધુ આવા લાગ્યા છે.....તો તુરંત #હોસ્પિટલ દોડી ગયો અને સંપૂર્ણ તપાસ કરી....
એ તો નક્કી થયું કે #મેલી_ફાટી ગઈ છે( abruptio placentae)....

બાળક ના ધબકારા ઘટવા લાગ્યા હતા....અમારી ફિલ્ડ માં આ એક #અઘરા કેસ માંથી એક છે....તો નિર્ણય એવો લવ કે રાજકોટ મોકલું કે હું પોતે જ આ કેસ સંભાળું...પછી માત્ર 2 મિનિટ શાંતિ થી બેઠો...તો અચાનક થયું કે છે તો અઘરું પણ કરી નાખું ..થઈ જે જશે ,વાંધો નહીં આવે....ખાલી #મહેનત વધશે...
તો આ સાથે ત્વરિત સીજેરિયન રૂમ માં દર્દી લીધું...અને પેટ ખોલ્યું તો અતિશય #ભયાનક_ચિત્ર!!!! બવ જ #જૂજ જોવા મળે એવું નીકળ્યું....મેલી ફાટી ગઈ હતી અને મેલી નું લોહી #ગર્ભાશય_ના_સ્નાયુ માં ફેલાઈ ગયું હતું(Couvelaire uterus)...
સૌ પ્રથમ #બાળક(દીકરા) ની ડિલિવરી કરાવી...બાળકો ના ડોક્ટર ( ડૉ.અમિત બોડા) એ ભારે જહેમત કરી ને બાળક ને રડાવ્યું અને ત્યાર બાદ ત્વરિત આઈ.સી.યુ માં લઈ ગયા...
હવે સાચી કસોટી અમારી શરૂ થઈ.....બસ એકદમ મન શાંત રાખી ને જે બે મિનિટ નો અવાજ આવ્યો એને કીધું કે જો આ ના લીધું હોત તો...હેરાન કેટલું થઈ પડ્યું છે....કેમ થશે??
તો ફરી અવાજ આવ્યો....ચાલુ રાખ....ઓપરેશન નિરાંતે કર્યા કર.....
#આશ્ચર્યજન વાત એ છે કે ઓપરેશન કોઈ પણ પ્રકાર ની મોટી મુશ્કેલી વિના પૂરી થયું....ખરેખર મને મારી જાત પર #વિશ્વાસ નહોતો આવતો....
માતા અને બાળક બંને #સ્વસ્થ જોઈ ને એકદમ #શાંતિ થઈ...અને પરમાત્મા ને દિલ થી thank you કીધું....

પછી #મનોમંથન કર્યું કે આ અંદર નો અવાજ ચીજ શું છે??
sixth sense, મતલબ કે કોઈ સર્વોપરી શક્તિ #નેક કાર્ય માં સાથ આપે અને જોશ આપે એ જ #અંતરમન નો અવાજ....

તો આ પર થી #બોધપાઠ મળ્યો કે કોઈ પણ #કપરી_પરિસ્થિતિ માં માત્ર 2 જ મિનિટ સમય લઈ ને બેસી જઈએ એટલે આપણી અંદર થી અવાજ આવશે જ...જે 100% સાચો હશે અને આપણ ને કોઈ પણ #કપરું_કાર્ય પૂર્ણ કરવા માં મદદરૂપ અને કારગર સાબિત થશે જ....

મારી આર્ય હોસ્પિટલ ની ટીમ તેમજ ઓટી આસિસ્ટન્ટ અને ખાસ અમારા એનેસ્થેટિક ડૉ.રાજેન્દ્ર લોરિયા સાહેબ
અને આખરે જે અનંત #સર્વોપરી_શક્તિ જેને આપણે #પરમાત્મા કહીએ છીએ એ બધા નો હું આભારી છું કે મને આવા અઘરા કેસ ને ઉકેલવા માટે નિમિત્ત બનાવ્યો અને મદદરૂપ થયા....

https://youtu.be/YKW1HUxfIf4?si=HpTnvShGNg3yjGYJLike Share&Subscribeand visit this  channel for more such contents...Tha...
21/06/2025

https://youtu.be/YKW1HUxfIf4?si=HpTnvShGNg3yjGYJ

Like
Share
&
Subscribe
and visit this channel for more such contents...

Thank You...

PLEASE STAY ATTENTION:THIS VIDEO ONLY MEANT TO SHOW HARSH REALITY OF LIFE , THERE IS NO BLAMING ANY AGENDA OF GOVERNMENT OR ...

 #આર્ય_હોસ્પિટલ ને 7 વર્ષ પૂર્ણ થયા....આર્ય હોસ્પિટલ ના MILESTONES:     નાની ભાડાની જગ્યા થી શરૂઆત(1 વર્ષ)              ...
22/04/2025

#આર્ય_હોસ્પિટલ ને 7 વર્ષ પૂર્ણ થયા....

આર્ય હોસ્પિટલ ના MILESTONES:

નાની ભાડાની જગ્યા થી શરૂઆત(1 વર્ષ)
||||||||
મોટી જગ્યા એ ભાડે શિફ્ટ કર્યું(2.5 વર્ષ)
||||||||
અને આખરે અમારી અમારું #સપનું સાકાર થયું.... #દર્દીઓ માટે વિશાળ સુવિધા સાથે અત્યાધુનિક સાધન સામગ્રી સજ્જ પોતાની આર્ય હોસ્પિટલ બનાવી...જેને પણ 3.5 વર્ષ પૂર્ણ થયા....

અમારું એક જ #સ્લોગન છે:
"WHERE THE HAPPINESS MATTERS"
"જ્યાં આપની #ખુશી_મહત્વની છે"
બસ આજ શબ્દો ને સાકાર કરવા આર્ય હોસ્પિટલ દરેક દર્દી પાછળ #વ્યક્તિગત ધ્યાન આપી #દીવસ_રાત મહેનત કરે છે....

તો બસ આપ સૌ ના આશીર્વાદ મળ્યા કરે અને અમે #દર્દીનારાયણ યજ્ઞ સતત ચાલુ રાખીએ એવી આશા સહ
આભાર...
ડૉ.કૃષ્ણ એ.ચગ
સ્ત્રી રોગ તેમજ પ્રસૂતિ રોગ નિષ્ણાંત

એડ્રેસ:
આર્ય હોસ્પિટલ
15-16 સાવસર પ્લોટ, દેરાસર મંદિર સામે, હનુમાનજી ના મંદિર પાસે,શનાળા રોડ, મોરબી.
મો.8866424133, 9106890800

Address

" AARY HOSPITAL", OPP. JAIN DERASAR TEMPLE, 15-16 SAVSAR PLOT, NEAR HANUMAN TEMMPLE, SHANALA Road , MORBI . . MO. 8866424133, 02822232495
Morbi
363641

Telephone

+918866424133

Website

Alerts

Be the first to know and let us send you an email when AARY Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AARY Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category