18/12/2023
તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ સ્વર્ગીય ડાયાભાઈ માવજીભાઈ શેરસીયાની, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, નિશુલ્ક નિદાન કેમ્પ.
આયોજક, શ્રી હરિ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર. આ કેમ્પ નો લાભ પાંચસો થી વધુ લોકો એ લીધો હતો. આ કૅમ્પની અંદર, નવ થી વધુ, નિષ્ણાત ડોક્ટરો એ સેવા આપી છે, જેમાં હાડકાના નિષ્ણાંત ડૉક્ટર સાગર ગમઢાં, હૃદય રોગના નિષ્ણાંત ડૉક્ટર દિવ્યેશ શેરસિયા, સર્જીકલ વિભાગના નિષ્ણાંત ડોક્ટર જયદીપ ભીમાણી, બાળ રોગ ના નિષ્ણાંત ડૉક્ટર શરદ રૈયાણી, ચામડીને લગતા રોગ ના નિષ્ણાત ડોક્ટર કલ્પેશ રંગપરિયા, આંખના રોગના નિષ્ણાંત ડોક્ટર મેહુલ પનારા, સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉક્ટર ડિમ્પલ વિરમ ગામા, નાક કાન અને ગળાના નિષ્ણાત ડોક્ટર અલ્કેશ પટેલ અને કસરત વિભાગના નિષ્ણાંત ડૉક્ટર કૃપાલી મીયાત્રા આ કૅમ્પની અંદર સેવા આપી હતી,
કેમ્પમાં દર્દીઓને ફ્રીમાં બીપી ચેક કરી આપવામાં આવ્યું, કેમ્પમાં દર્દીઓને ફ્રીમાં દવા પણ આપવામાં આવી છે,