EduHorizon Infinite Learning

EduHorizon Infinite Learning EduHorizon Infinite Learning aim at helping women raise from the dark and making them self sufficient.

EduHorizon Infinite Learning is an organization that motivates women using different therapy techniques and also providing them with interactive sessions and interviews to gain a more positive perspective at life. Believing in the concepts of self help, this organization tries to help everyone find their path toward self love. It acts as the bridge between the infinitive of the horizon of hope and the reality of knowledge for everyone.

आशा को सृजन में बदलें! 'कृतज्ञता से सृजन' में आपका स्वागत है।इस कार्यशाला के माध्यम से आप अभिव्यक्ति (Manifestation) की ...
01/11/2025

आशा को सृजन में बदलें! 'कृतज्ञता से सृजन' में आपका स्वागत है।

इस कार्यशाला के माध्यम से आप अभिव्यक्ति (Manifestation) की शक्ति को जाग्रत करेंगे, साथ ही प्रेम, आत्म-करुणा (Self-kindness), क्षमा (Forgiveness), कृतज्ञता (Gratitude), आत्म-देखभाल (Self-care) और बहुत कुछ आत्मसात करेंगे। प्रेम और कृतज्ञता की ऊर्जा से अपनी वास्तविकता का निर्माण शुरू करें।

*इस जीवन-परिवर्तनकारी कार्यशाला से जुड़ने का आज अंतिम दिन है!* इस स्वर्णिम अवसर को हाथ से न जाने दें।

https://www.facebook.com/share/p/17LMbWMMCK/

A New Year, A New Doorway to Your Inner Power! 🙏On this auspicious day of the Hindu New Year, a time for pure intentions...
22/10/2025

A New Year, A New Doorway to Your Inner Power! 🙏

On this auspicious day of the Hindu New Year, a time for pure intentions and planting seeds for prosperity, I am thrilled to announce a milestone that expands our connection: the launch of my website www.meghanagandhi.in

As an Inner Power Expert, Author, and Indic Wisdom Tutor, this platform embodies my mission: to help you unlock the potential already inside you.

It’s built with the hope that it will be a valuable source of knowledge, inspiration, and practical tools from therapeutic art to life mentoring.

Ready to dive deeper and harness your inner strength?

Explore the site, learn about my unique workshops, and let’s start your journey of transformation together. May this New Year bring you the clarity and power you deserve!

Infinite Love
Meghana Gandhi

.

02/07/2025

I Trust That Everything is Unfolding Perfectly. I Choose To Find Joy, Positivity & Gratitude in The Present Moment.

All is Well in My World by Divine Blessings.

Infinite Love 💕
Meghana Gandhi 😊

01/07/2025

My Generosity is a Reflection Of My Inner Abundance. I Choose To Give My Time, Energy, and Resources To The Universe.

All is Well in My World by Divine Blessings.

Infinite Love 💕
Meghana Gandhi 😊

મારા મંતવ્ય મુજબ.....નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ હોતી નથી, તે ફક્ત એક પડાવ જેવો છે. આપણે કદાચ વારંવાર અને ખરાબ રીતે નિષ્ફળ થ...
24/05/2025

મારા મંતવ્ય મુજબ.....

નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ હોતી નથી, તે ફક્ત એક પડાવ જેવો છે. આપણે કદાચ વારંવાર અને ખરાબ રીતે નિષ્ફળ થતાં હશું, પરંતુ એના થકી આપણા વ્યક્તિત્વને નિષ્ફળ તરીકે વ્યાખ્યાયિત ન થવા દેવું જોઈએ. જ્યારે આપણે નિષ્ફળ થઈ જઈએ, ત્યારે અનુમાન લગાવવાનું કે આપણે સૌથી ઊંડા સમુદ્રમાં ડૂબકીઓ લગાવી રહ્યા છીએ.

જો આપણે પડીએ, તો ઊભા થઈ, આપણી જાત પર લાગેલ ડાઘ સમાન નકામા કે નિષ્ફળતા નાં લેબલ ને ખંખેરી કે ધોઈ નાખીને, ફરીથી ઊભા થવાનો પ્રયાસ કરીએ. આપણી સમજ કરતાં આપણે ઘણું બધું કરવાને માટે સક્ષમ છીએ, અને ખરેખર આ ક્યારેય સમાપ્ત થતું નથી.

દરેક આંચકો કે આઘાત શીખવાની, આગળ વધવાની અને પાછા વધુ મજબૂત બનાવવાની બીજી તક હોય છે. તેથીજ, તે નિષ્ફળતા રૂપી પડાવ ને સ્વીકારીએ, કારણ કે તે આપણને એક સ્થિતિસ્થાપક અને અનંત ઉર્જામાં પરિવર્તિત કરે છે, અને જે આપણે બનવા માંગીએ છીએ.

સદાય સ્વયં ને પ્રેરિત રાખવા માટે:

૧. દરેક કાર્યોને નાના, સરળ પગલાઓમાં વિભાજીત કરીએ
૨. મનપસંદ ઉર્જાવાન સંગીત સાંભળીએ
૩. દરરોજ ૫ મિનિટ માટે લક્ષ્યોને સ્પષ્ટતા ની સાથે કલ્પના કરીએ
૪. કાર્ય પૂર્ણ કર્યા પછી સ્વયંને પુરસ્કાર આપીએ
૫. પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, પૂર્ણતા પર નહીં

મેઘના ગાંધી 😊

કલ્પના કરીએ કે.....આ દુનિયા એક પર્વત જેવી છે, એટલે જ આપણે કરેલ દરેક પડઘા આપણાં પર જ નિર્ભર કરશે.જો આપણે સારી વાતો કરીએ, ...
17/05/2025

કલ્પના કરીએ કે.....
આ દુનિયા એક પર્વત જેવી છે, એટલે જ આપણે કરેલ દરેક પડઘા આપણાં પર જ નિર્ભર કરશે.

જો આપણે સારી વાતો કરીએ, તો દુનિયા સારું પાછું આપશે.

જો આપણે ખરાબ વાતો કરીએ, તો દુનિયા પણ તે જ પાછું વાળશે.

તેથી જ, જો કોઈ આપણા વિશે ખરાબ બોલે છે, તો આપણે તેમનામાં રહેલ સારા ગુણો વિશે બોલીએ, અથવા મૌન રહીએ અને કાં તો ત્યાંથી જવાનું પસંદ કરીએ. પરંતુ, ખરાબ કે નકારાત્મક બોલવાનું પસંદ ન કરીએ.

દુનિયામાં બદલવા માટે આપણાં વિચાર, વાણી અને વર્તન માં બદલાવ લાવીએ.

મેઘના ગાંધી 😊

આજથી, આપણા પોતાના જીવનનું નેતૃત્વ આપણે જ કરીએ અને તેને આપણી પોતાની સીમા, શરતો અને મરજી પ્રમાણે માણીએ.!!જીવનને જો ખરેખર પ...
17/04/2025

આજથી, આપણા પોતાના જીવનનું નેતૃત્વ આપણે જ કરીએ અને તેને આપણી પોતાની સીમા, શરતો અને મરજી પ્રમાણે માણીએ.!!

જીવનને જો ખરેખર પરિપૂર્ણ બનાવવા માંગતા હોય ને તો આપણે સંજોગો અથવા અન્ય લોકોને વ્યક્તિગત નિર્ણય નિર્ધારિત કરવા દેવાને બદલે આપણે જ ઇરાદાપૂર્વક પસંદગી કરીએ. અહીં થી જ સ્વ-જાગૃતિ ની શરૂ થાય છે. સ્વયં નાં મૂલ્યો, જુસ્સો અને ધ્યેયોને સમજીએ, પછી તે સ્પષ્ટતા ને ક્રિયામાં ફેરવીએ. અર્થપૂર્ણ લક્ષ્યો નિશ્ર્ચિત કરીએ તેમજ સમય અને શક્તિની સંપૂર્ણ જવાબદારી લઈને સતત પ્રગતિ કરતા રહીએ. સ્વયં ને એવા લોકોથી ઘેરી લઈએ કે જેઓ વિકાસને પ્રેરિત કરતાં હોય. અને સૌથી મહત્વપૂર્ણ, કે પોતાની આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખીએ..!!

મેઘના ગાંધી 😊

પુનરાવર્તન નાં ચક્ર રૂપી ભૂતકાળ માંથી મુક્ત થઈ વર્તમાન સમય ને પસંદ કરીએ..!!આપણને અનિવાર્ય લાગે તેવા ઘટનાક્રમથી દૂર ચાલવુ...
10/04/2025

પુનરાવર્તન નાં ચક્ર રૂપી ભૂતકાળ માંથી મુક્ત થઈ વર્તમાન સમય ને પસંદ કરીએ..!!

આપણને અનિવાર્ય લાગે તેવા ઘટનાક્રમથી દૂર ચાલવું એ માત્ર પસંદગી નથી, તે એક ઘોષણા છે કે હવેથી ઇતિહાસનું પુનરાવર્તન કરશું નહીં. જૂની આદતો પર સવાલ ઉઠાવવો, સભાનપણે પસંદગીઓ કરવી અને વૃદ્ધિને આગળ વધવા દેવાથી આપણે પરિવર્તનને સ્વીકારી,‌ અવરોધને બદલે આત્મવિશ્વાસ ને પ્રતિબિંબિત કરીએ છીએ.

મારા મંતવ્ય મુજબ, આરામદાયક સ્થિતિમાં રહેવાને બદલે, નવી સીમાઓ સુનિશ્ચિત કરી, નાના તેમજ પ્રમાણિક પગલાંઓ લેવાથી આપણે ભૂતકાળને વર્તમાન કે ભવિષ્ય ની ક્ષણ નક્કી કરવાની શક્તિ આપતાં નથી..!!

મેઘના ગાંધી 😊

પ્રગતિ એ દ્રઢતા છે, પૂર્ણતા નથી..!!જીવનમાં પ્રગતિ ક્યારેક ધીમી અથવા અદ્રશ્ય લાગે છતાં પણ, દરેક અનુભવ આપણા શાણપણ અને શક્ત...
03/04/2025

પ્રગતિ એ દ્રઢતા છે, પૂર્ણતા નથી..!!

જીવનમાં પ્રગતિ ક્યારેક ધીમી અથવા અદ્રશ્ય લાગે છતાં પણ, દરેક અનુભવ આપણા શાણપણ અને શક્તિમાં વધારો કરે છે. સાચી વૃદ્ધિ ક્યારેય વેડફાઈ જતી નથી. મને સમજાયું છે કે કોઈપણ પ્રયત્નો ક્યારેય વ્યર્થ નથી જતા - દરેક પગલું, પછી ભલે તે નાનું હોય કે મોટું, આગળના માર્ગને આકાર આપે છે. ફક્ત, સ્વયં અને સુનિશ્ચિત લક્ષ્ય પર ભરોસો રાખવાથી આ પ્રવાસ સરળતાથી તેમજ સહજતાથી ખેડાઈ જાય છે..!!

પ્રયત્નાગમન સ્થિતિમાં રહેવા માટે, એવી માનસિકતા કેળવીએ જ્યાં દરેક અનુભવ-સફળતા કે સંઘર્ષને પ્રગતિ તરીકે નિહાળી શકીએ. સંપૂર્ણતાને બદલે શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, અનુકૂલન ક્ષમતાને સ્વીકારીએ અને વિશ્વાસ રાખીએ કે આગળનું દરેક પગલું, ભલે ગમે તેટલું નાનું હોય, પરંતુ આપણી વૃદ્ધિમાં વધારો કરે છે. જ્યારે પડકારો આવે છે, ત્યારે આપણે અવરોધોને બદલે પાઠ તરીકે નીહાળીએ અને દરેક પ્રયત્નોમાં સાતત્ય જાળવી રાખીએ. સાચી પ્રગતિ ઝડપી હોતી નથી; તે હેતુ અને સ્થિતિસ્થાપકતા સાથે સ્થિર ચળવળ હોય છે..!!

મેઘના ગાંધી 😊

દર્દને ઉદ્દેશ્યમાં અને સંઘર્ષને શક્તિમાં રૂપાંતરિત કરીએ..!!સાચો ઉપચાર એ માત્ર ભૂતકાળની પીડાને દૂર કરવામાં નથી પરંતુ તેને...
29/03/2025

દર્દને ઉદ્દેશ્યમાં અને સંઘર્ષને શક્તિમાં રૂપાંતરિત કરીએ..!!

સાચો ઉપચાર એ માત્ર ભૂતકાળની પીડાને દૂર કરવામાં નથી પરંતુ તેને કંઈક અર્થપૂર્ણમાં રૂપાંતરિત કરવામાં છે. જ્યારે આપણે સ્વયં નાં સંઘર્ષ કે અનુભવોનો ઉપયોગ, કોઈ બીજાને સમજાવવા માટે પાઠ કે શીખામણ માં ફેરવી, તેઓને પ્રેરણા કે માર્ગદર્શન આપીએ છીએ, ત્યારે આપણે આતંરિક શક્તિનો ઉપયોગ કરી તેને હેતુ કે લક્ષ્ય માં પરીવર્તિત કરીએ છીએ.

જીવનમાં ઉપચાર તેમજ વિકાસ નો અંતિમ તબક્કો ત્યારેજ આવે છે, જ્યારે આપણે અનુભવોને સલાહ કે માર્ગદર્શનમાં ફેરવીને, સમાન પડકારોનો સામનો કરી રહેલા લોકોને સમર્થન આપીને ખુલ્લા મને વાતચીત માટે સુરક્ષિત જગ્યા બનાવીને, અથવા આપણે જે સંઘર્ષોનો સામનો કર્યો હતો તેને સંબોધિત કરતી પહેલ શરૂ કરીને, શક્તિ માં રૂપાંતરિત કરીએ છીએ.

તો ચલો, સ્વયં ને ભૂતકાળ માટે માફ કરીને પ્રેમ અને કરુણા સાથે વર્તમાનને સ્વીકારીએ તેમજ દર્દને ઉદ્દેશ્ય માં અને સંઘર્ષ ને શક્તિ માં પરિવર્તિત કરીએ..!!!

મેઘના ગાંધી 😊

હું નમ્રતા જાળવું છું, સાથોસાથ પરિસ્થિતિ અનુસાર સજાગતાથી રહેવાનું પણ પસંદ કરું છું. આ કથન મારા જીવનમાં સદાય સંતુલન લાવે ...
22/03/2025

હું નમ્રતા જાળવું છું, સાથોસાથ પરિસ્થિતિ અનુસાર સજાગતાથી રહેવાનું પણ પસંદ કરું છું.

આ કથન મારા જીવનમાં સદાય સંતુલન લાવે છે, જેમકે, શાંત ચિત્ત હોવા છતાં મારી આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે વાકેફ હોવ છું, આરામદાયક ની અનુભૂતિ માં હોવ છું પરંતુ ભવિષ્યમાં જે થવાનું છે તેના માટે હંમેશા તત્પર રહું છું, તેમજ મારી પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીને સ્વયં ને નમ્રતા સાથે આગળ વહન કરવાનું પસંદ કરું છું.

આત્મ-ચિંતન દ્વારા, આપણે સદાય નમ્ર રહીને શાંત ચિત્તે આત્મવિશ્વાસ કેળવી શકાય છે. માઈન્ડફુલ અને ભાવનાત્મક નિયમન નો અભ્યાસ કરીને, આપણે પડકારરૂપ સ્થિતિમાં પણ આંતરિક શાંતિ જાળવી રાખીને, આવેગપૂર્વક પ્રતિક્રિયા આપવાને બદલે વિચારપૂર્વક પ્રતિસાદ આપી શકાય છે. જ્યારે આપણે આ માનસિકતાને મૂર્તિમંત કરીએ છીએ, ત્યારે આપણે કૃપા, સ્થિતિસ્થાપકતા અને આતંરિક શક્તિ સાથે જીવનમાં આગળ વધી શકીએ છીએ ..!!

ચલો, એક સ્થિતિસ્થાપક માનસિકતા સાથે, આપણે અનિશ્ચિતતાને સ્વીકારીએ અને સ્વ-વિકાસ માટે પોતાની આંતરિક શક્તિઓ પર વિશ્વાસ રાખીએ..!!!

મેઘના ગાંધી 😊

દરેક સ્ત્રીમાં એક દિવ્ય ચિનગારી હોય  છે, જે પ્રજ્વલિત થવાની રાહ જુએ છે..!!આજે આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ, જે દરેક સ્ત્રીન...
08/03/2025

દરેક સ્ત્રીમાં એક દિવ્ય ચિનગારી હોય છે, જે પ્રજ્વલિત થવાની રાહ જુએ છે..!!

આજે આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ, જે દરેક સ્ત્રીની અંદર રહેલ આતંરિક શક્તિ ને ઉજાગર કરે છે. હું પણ દરેક સ્ત્રીને તેમની શક્તિ, તેમની સ્થિતિસ્થાપકતા અને તેમના અવિશ્વસનીય ભાવનાઓને વ્યક્ત કરી શકું છું, કેમકે ક્યાંક મેં પણ આ બધું જ મારા જીવનની મુસાફરીમાં અનુભવ્યું છે. હકીકતમાં તો આપણામાં રહેલ સ્ત્રીત્વ એ કાંઈ ખંખોદવાની વસ્તુ નથી, તેને તો સ્વીકારવાની, સન્માનિત કરવાની અને સરાહના આપવાની જરૂરત છે. કારણ કે જ્યારે કોઈ સ્ત્રી સુનિશ્ચિત લક્ષ્ય સાથે આગળ વધે છે, ત્યારે તે સર્જક તરીકે ફક્ત પોતાનું જ જીવન નથી બદલતી, પરંતુ તે તેની આસપાસની દુનિયાને પણ પરીવર્તિત કરી નાખે છે..!!

તેથીજ, જ્યારે આપણે સ્વયં નાં અસ્તિત્વની પવિત્રતા અને આતંરિક શક્તિ ને સ્વીકારીએ છીએ, ત્યારે આપણે દિવ્ય ઊર્જા, સૃષ્ટિ નો સાર, અને અનંત અમર્યાદિત શક્તિને અભિવ્યક્ત કરીએ છીએ..!!

મેઘના ગાંધી 😊

Address

502, Aekveera Regency, Shankar Lane, Kandivali (W)
Mumbai
400067

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when EduHorizon Infinite Learning posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to EduHorizon Infinite Learning:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram