Hinal's Happy Hub reiki studio

Hinal's Happy Hub reiki studio A healing technique based on the principle that the therapist can channel energy into the patient by certified course for Healing and Reiki all levels

16/08/2025
28/02/2025
દશેરા... દસ Aura… (ઓરા)-અંકિત ત્રિવેદીદશેરા... રામનો રાવણ પર વિજય... શક્તિનો અસૂરીતત્વો પર વિજય... જેટલું મહત્વ રામાયણનુ...
05/10/2022

દશેરા... દસ Aura… (ઓરા)
-અંકિત ત્રિવેદી

દશેરા... રામનો રાવણ પર વિજય... શક્તિનો અસૂરીતત્વો પર વિજય... જેટલું મહત્વ રામાયણનું એટલું જ મહત્વ ચંડીપાઠનું... દશેરાનાં દિવસે પ્રતિ વર્ષે રાવણ તો મરે જ છે પણ ભીતર જન્મેલા રામને ઓળખી નથી શકતાં! ભીતરની શક્તિને પામવાનો પ્રયત્ન એજ નવરાત્રી અને એ જ દશેરા... દસ ઓરા... Aura... પહેલો ઓરા સુખનો છે. જેને આપણે બહાર શોધીએ છીએ. સરખામણીઓમાં મૂલવીએ છીએ. સુખ દરેકને મળે જ છે એનાથી સંતોષ નથી થતો એટલે દુઃખી થવાય છે. સુખ પ્રાપ્તથાઓ એની પ્રાર્થના નહીં એવું વાતાવરણ સર્જવાનું હોય છે. સુખને પામવાનું છે. એને નાની-મોટી માત્રાઓમાં ઝીલવાનું છે. એ મળશે પછી શાંતિ આપોઆપ આવશે.

શાંતિ માટે આપણો રઝળપાટ કેટલો? શાંતિ હણાઈ જાય એટલો! શાંતિ માટે પોતાના મૌનને સાંભળવું પડે છે. પલાંઠીવાળીને મુસાફરી કરવી પડે છે. શાંતિ માટે પ્રયત્નો કરવાના નથી હોતાં! એને ઓળખવાની હોય છે. શાંતિ આપણા કાર્યમાં આપોઆપ પ્રગટે છે. એ પ્રગટે પછી સમૃદ્ધિ ઉપસે.

સમૃદ્ધિ માટે વલખા મારનારાં ઘણા જોયાં છે. સમૃદ્ધિમાં બેંક-બેલેન્સ કે મિલકત નથી આવતાં! સમૃદ્ધિતો આપણા પવિત્ર કર્મનું પરિણામ અને પરિમાણ છે. આ ત્રણેય માટે શક્તિની જરૂર પડે.

શક્તિ વિના શિવ પણ અધૂરાં છે. શક્તિની ઊર્જાથી જ આ જગત રળિયામણું લાગે છે. આપણે એમાં આસૂરીતત્વો ઊમેર્યા પરિણામે આપણે ધારેલી જગ્યાએ પહોંચીએ છીએ ખરાં પણ એની મજા રસ્તામાં જ રહી જાય છે.

લક્ષ્મી જોડે જ નારાયણ આવે છે. આપણું શરીર નરનારાયણ છે. નારાયણ એટલે ભક્તિનો આવિર્ભાવ અને લક્ષ્મી એટલે શક્તિની કૃપા... લક્ષ્મી સંપન્ન માણસ ખાલી ખિસ્સે આનંદ મેળવી શકે છે. એ તો એની મસ્તીમાં નિમગ્ન હોય છે આવી વ્યક્તિઓને વિદ્યા ફળે છે.

વિદ્યા મેળવવી એક વાત છે અને વિદ્યા ફળવી એ કૃપાની વાત છે. વિદ્યા ફળે એટલે સુખ-શાંતિ-સમૃદ્ધિ-શક્તિ-ભક્તિ અને લક્ષ્મીથી અનુગ્રહિત થવાય છે. આપણા કાર્યક્ષેત્રમાં આપણે હસ્તગત હોઈએ ત્યારે આપણી જાત સાથે એનુ અનુસંધાન ભળે છે. બહાર જેટલું શોધીએ છીએ એટલા ભટકીએ છીએ. ભીતર જેટલા ઊતરીએ છીએ એટલા જ ખુદને મળી જઈએ છીએ. આ બધું શુદ્ધિને કારણે શક્ય છે.

શુદ્ધિ વિના દરેક કાર્ય અપવિત્ર છે. શુદ્ધિ એટલે જ પવિત્રતા. આપણા વિચારોની શુદ્ધતા સાથે થયેલું દરેક કાર્ય અગ્રેસર બને છે. ભલે એ જગત માટે નાનું કેમ ન હોય? જગતને બતાવી દેવા માટે ક્યારેય કોઈ કામ કરીએ છીએ ત્યારે એમાંથી શુદ્ધિની બાદબાકી થઈ જતી હોય છે. શુદ્ધિ માટે આચરણ જરૂરી છે.

આચરણ એટલે કે આપણું કર્મ. નિષ્કામ ભાવે થયેલું કામ ખબર ન પડે એમ ફળીભૂત થાય છે. એના માટે અમલીકરણ જરૂરી છે. અમલીકરણ એટલે એ કામની પ્રક્રિયા. પ્રક્રિયામાં રાસ ન હોય તો કામનું પ્રગટવું ખિલવું નથી. દશેરાનાં દિવસે આ દસેદસ ઓરા સહુના જીવનમાં પ્રસન્નતા લાવે એજ પ્રભુ પ્રાર્થના. આપણી આરતીની પંક્તિઓમાં ‘ગાઈ શુભ કવિતા’ – આવે છે. જગતના શુભમાં જેને શ્રધ્ધાએ એની પાસે જગતથી પણ વધારે પવિત્રતા છે.

ઑન ધ બીટ્સ
હરણ સીતાઓનું તો માત્ર એક બહાનું છે
બધા જ રાવણો અંતે ઢળે છે રામ તરફ
-શૂન્ય પાલપુરી

HAPPY DASHERA …

Address

Gaurav Garden Complex , Off Link Road , Kandiwali (west)
Mumbai
380015

Telephone

+919727207970

Website

Alerts

Be the first to know and let us send you an email when Hinal's Happy Hub reiki studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hinal's Happy Hub reiki studio:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram