21/11/2025
લીવર માં ફેટ વધે (ફેટી લીવર - fatty liver) તો ડાયાબિટીસ થાય .. કઈ રીતે સમજીએ ..
1) લીવરનું મુખ્ય કામ
લીવર દિવસ–રાત શરીરને શક્તિ (શુગર/ગ્લુકોઝ) પૂરું પાડવાનું કામ કરે છે.
ખાસ કરીને જ્યારે આપણે ભૂખ્યા હોઈએ, સૂઈએ, ઉપવાસ કરીએ— ત્યારે લીવર ગ્લુકોઝ બનાવીને શરીરને આપે છે.
⭐ હવે સમસ્યા ક્યાં બને છે?
2) લીવર માં ચરબી જમા થાય → “લીવર ઉંઘતું નથી”
જ્યારે લીવર માં બહુ ચરબી ભરાઈ જાય (Fatty Liver) ત્યારે લીવરનું સ્વભાવ બદલાઈ જાય.
→ એને લાગે છે કે શરીરને શુગરની જરૂર છે (પરંતુ હકીકતમાં જરૂર નથી.)
તો લીવર જોરજુલમથી ગ્લુકોઝ બનાવવાનું ચાલુ રાખે છે.
⭐ 3) ઈન્સ્યુલિનને સાંભળવાનું બંધ કરે છે
સામાન્ય રીતે ઈન્સ્યુલિન આ સમયે લીવરને કહે છે:
👉 “હવે ગ્લુકોઝ પૂરતું છે… બનાવવાનું બંધ કર!”
પણ ચરબી થી ભરાયેલા લીવર ઈન્સ્યુલિનની આ વાત સાંભળતું જ નથી.
➡ એટલે તેને “લિવર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ” કહેવાય છે.
⭐ 4) પરિણામે શું થાય?
લીવર કહે:
👉 “મારે તો શુગર બનાવવી જ છે…”
અને તે સતત ગ્લુકોઝ લોહીમાં છોડતું રહે છે,
ભલે દર્દી પેટ ભરેલું હોય, ભલે શુગર પહેલેથી 200–300 હોય.
⭐ 5) એટલા માટે Fatty Liver = શુગર વધારનાર મુખ્ય કારણ
લિવર માં ચરબી વધે → લિવર વધુ ગ્લુકોઝ બનાવે → ફાસ્ટિંગ તથા ડે ટાઇમ બન્ને શુગર વધે.