Jan Aushadhi Medical Store

Jan Aushadhi Medical Store Generic medicines

  amrut mahotsav aushadhi kendra University road rajkot
10/10/2021

amrut mahotsav
aushadhi kendra University road rajkot

“આઝાદી કા અમ્રુત મહોતસવ”તા. ૧૦ ના રોજ યુનિવર્સિટી રોડ જન ઔષધિ કેન્દ્ર ખાતે વરિષ્ઠ વયના લોકોને ફ્રી મેડિકલ ફર્સ્ટ એડ કીટન...
09/10/2021

“આઝાદી કા અમ્રુત મહોતસવ”
તા. ૧૦ ના રોજ યુનિવર્સિટી રોડ જન ઔષધિ કેન્દ્ર ખાતે વરિષ્ઠ વયના લોકોને ફ્રી મેડિકલ ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવશે

રાજકોટ તા. ૮ ઓક્ટોબર - આઝાદી ના ૭૫ મા વર્ષમા પ્રવેશ સાથે દેશભરમાં “આઝાદી કા અમ્રુત મહોતસવ” મનાવામા આવી રહ્યો છે. આગામી તા. ૧૦ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્‍દ્રનું સંચાલન કરતા રસાયણ અને ખાતર મંત્રાલય, કેન્‍દ્ર સરકાર દ્વારા દેશભરના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્‍દ્રો દ્વારા વરિષ્ઠ વયના લોકોને નિઃશુલ્ક મેડીકલ કીટ આપવામાં આવશે.
જે પૈકી રાજકોટમાં સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્‍દ્ર, લાભ કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઈન રોડ, બી.ટી.સવાણી. કિડની પાછળ, યુનિવર્સિટી રોડ પર સવારે ૧૦ કલાકે વરિષ્ઠ વયના લોકોને ફ્રી મેડિકલ ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવશે.

21/02/2018

મેડિકલમાં કામ કરી શકે તેવાં અનુભવી વ્યક્તિની જરૂર છે
(પાર્ટ/ ફુલ ટાઈમ)
સંપર્ક : 9998877154
રાજકોટ અને બાબરા માટે

14/12/2017

ચિકનગુનિયાની પીડામાંથી ઝડપી મુક્તિ

ચિકનગુનિયાનું અવલોકન કર્યા પછી અને જાત અનુભવ થયા પછી એક વાતનો ખ્યાલ આવી ગયો કે એલોપેથી દવાથી ચિકનગુનિયાનો નાશ થતો નથી, એની પીડામાંથી મુક્તિ મળતી નથી.

ચિકનગુનિયાનો એકમાત્ર ઈલાજ આયુર્વેદિક દવા છે. પણ અહીં પ્રશ્ન થાય કે ચિકનગુનિયા માટે આયુર્વેદમાં કઇ દવા? અને સૌથી મોટો પ્રશ્ન....શુ જલ્દી અસર કરશે? એટલે કે એલોપેથી દવાની જેમ જ સ્પીડી રિકવરી થશે? આ બંને નો જવાબ આ મુજબ છે-

ઝંડુ ફાર્મસીની આયુર્વેદિક મેડિસિન રૂમાયોગ ટેબ્લેટ ચિકનગુનિયાનો રામબાણ ઈલાજ છે. ચિકનગુનિયાથી પીડાતા દર્દીએ રોજ એક રૂમાયોગ ટેબ્લેટ પાણી સાથે ગળવાની હોય છે.

ચિકનગુનિયા માટે ઝંડુની આ રૂમાયોગ ટેબ્લેટ એટલી બધી અસરકારક છે કે બીજા જ દિવસે દર્દીને આની અસર અનુભવાય છે અને તેના શરીરનાં દુખાવામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ઝંડુ ફાર્મસીની આ રૂમાયોગ ટેબ્લેટ નીચેના સ્ટોરમાં સરળતાથી મળી જશે. કિંમત 10 ટેબ્લેટનાં 26.66 રૂપિયા છે.

સ્ટોર નું સરનામું:
=================================
સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત

"પ્રધાનમંત્રી ભારતીય જેનેરીક મેડિકલ સ્ટોર "
વાસુદેવ, લાભ કોમ્પ્લેક્સ, કિડની હોસ્પિટલ પાછળ,
મહિલા આઈ.ટી. આઈ પાસે,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-05
Phone No. :0281-2562143
Mo. 9998877154
93755 18880.
------------------------------------------------
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....
See updates our fb page

https://www.facebook.com/jan.aushadhi.medical.store.uni.road.rajkot
----------------------------------------

જન હીત મા જારી
વધુ મા વધુ આગળ મોકલો....

Generic medicines

14/11/2017
Pradhan mantri bhartiya JanAushadhi Medical Store, Vasudev, Labh Complex, Nr. Toral park, bh. Alap avenue, above j. K. C...
07/10/2017

Pradhan mantri bhartiya JanAushadhi Medical Store,
Vasudev, Labh Complex, Nr. Toral park, bh. Alap avenue, above j. K. Chowk, University road, rajkot-05
Ph no. 0281 2562143. Mo.93755 18880.

06/10/2017

સસ્તી દવાઓ માટે મોદી સરકાર ટૂંક સમયમાં બનાવશે કાયદો...
આમ આદમીને એક વધુ રાહત ......
મધ્યમ વર્ગના પરિવારમાં એક પણ વ્યક્તિ બીમાર પડી જાય તો પરિવારનું સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ જાય છે. મહત્વના કામો અટકી જાય છે. દરેક વર્ગની ચિંતા કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સસ્તી સારવાર માટે એક ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહી છે. 700 જરૂરી દવાઓની કિંમત નક્કી કરીને તથા હૃદય રોગ માટે જરૂરી સ્ટેંટની કિંમત ઘટાડ્યા બાદ વડાપ્રધાન મોદી એક વાર આમ આદમીને રાહત આપવાની તૈયારીમાં છે. સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે કે જેનાથી ડૉક્ટર માટે સસ્તી જિનેરિક દવાઓ લખવાનું ફરજિયાત બની જશે. વડાપ્રધાન મોદીએ સુરતમાં કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આ માટે કાયદો બનાવવાની જાહેરાત કરી. સરકારનો પ્રયાસ છે કે દરેકને સારવાર મળવી જોઈએ. દવા બનાવતી કેટલીય કંપનીઓ મરજી મુજબ કિંમતો વસૂલતી હતી, પરંતુ સરકારે 700 જરૂરી દવાઓના ભાવ નક્કી કર્યા. તેના કારણે કેટલીય જીવનરક્ષક દવાઓની કિંમત સસ્તી થઈ. જે દવાઓ પહેલા 1200માં મળતી હતી તે હવે 70 રૂપિયામાં મળે છે. તેમ છતાં કેટલાક ડૉક્ટર એવી રીતે દવા લખે છે કે દર્દીઓને મોંઘા ભાવની દવા ખરીદવી પડે છે, પરંતુ ટૂંક સમયમાં મોદી સરકાર એવો કાયદો લાવશે અને એવી વ્યવસ્થા કરશે કે ડૉક્ટર માટે સસ્તી જિનેરિક દવાઓ લખવી ફરજિયાત થઈ જશે. વાત એમ છે કે જિનેરિક દવાઓ સસ્તી હોય છે. દવાઓનો ખર્ચો ઓછો આવશે તો સરવાળે સારવાર પણ સસ્તી થઈ જશે. વડાપ્રધાન મોદી જિનેરિક દવાના ઉપયોગ પર ભાર મુકી રહ્યા છે ત્યારે ‘ભારત વિકાસ’ના માધ્યમથી તમને જણાવીએ કે જિનેરિક દવાઓથી કેવી રીતે સસ્તી સારવાર થઈ શકે છે અને આ દવાઓ કેમ સસ્તી મળે છે ?
શું છે જિનેરિક દવા ?
કોઈ પણ બીમાર વ્યક્તિની સારવાર માટે તમામ પ્રકારના રિસર્ચ અને સ્ટડી બાદ એક રસાયણ (સૉલ્ટ) તૈયાર કરવામાં આવે છે. જેને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે દવાનું રૂપ આપવામાં આવે છે. આ સૉલ્ટને દરેક કંપની અલગ-અલગ નામોથી વેચે છે. કોઈ તેને મોંઘા ભાવે વેચે છે, તો કોઈ સસ્તા, પરંતુ આ સૉલ્ટનું જિનેરિક નામ સૉલ્ટના કૉમ્પોઝિશન (બંધારણ) અને બીમારીને ધ્યાનમાં રાખીને એક વિશેષ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. કોઈ પણ સૉલ્ટનું જિનેરિક નામ સમગ્ર દુનિયામાં એક જ રહે છે.
કેમ સસ્તી હોય છે જિનેરિક દવા ?
જ્યાં પેટન્ટ ધરાવતી દવાઓની કિંમત ખુદ કંપનીઓ નક્કી કરે છે, તો જિનેરિક દવાઓની કિંમત નક્કી કરવા માટે સરકારનો હસ્તક્ષેપ હોય છે. ઉત્પાદકો જિનેરિક દવાઓની મરજી પ્રમાણેની કિંમત નક્કી કરી શકે નહીં. જિનેરિક દવાઓ એક રીતે મોંઘી અને બ્રાન્ડેડ દવાઓનો સસ્તો વિકલ્પ છે. તેનો ઉપયોગ, અસર અને સાઇડ ઇફેક્ટ્સ બધુ બ્રાન્ડેડ દવાઓ જેવું જ હોય છે. તેનું કૉમ્પોઝિશન પણ એ જ હોય છે. આ દવાઓ એટલા માટે પણ સસ્તી હોય છે કે તેના ઉત્પાદન અને માર્કેટિંગ પાછળ કંપનીઓ દ્વારા મોટી બ્રાન્ડની જેમ બેહિસાબ ખર્ચ કરવામાં આવતો નથી. રોગ પર તેની અસર એવી જ થાય છે જેવી જાણીતી કંપનીઓ તેમજ બ્રાન્ડેડ દવાઓની, પરંતુ ખોટી ધારણા બનાવવામાં આવી છે કે મોંઘી દવાઓનો પ્રભાવ જિનેરિક દવાઓથી વધુ હોય છે.
સ્ટોર નું સરનામું:
=================================
સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
"પ્રધાનમંત્રી ભારતીય જેનેરીક મેડિકલ સ્ટોર "
વાસુદેવ, લાભ કોમ્પ્લેક્સ, કિડની હોસ્પિટલ પાછળ,
મહિલા આઈ.ટી. આઈ પાસે,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-05
Phone No. :0281-2562143
Mo. 9998877154
93755 18880.
------------------------------------------------
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....

05/10/2017

💥💥અાધુનીક જેનેરીક દવાનો સ્ટોર..ખુલી ગયો છે ...💥💥
========================================
"પ્રધાનમંત્રી ભારતીય જેનેરીક મેડિકલ સ્ટોર "
વાસુદેવ, લાભ કોમ્પ્લેક્સ, કિડની હોસ્પિટલ પાછળ,
મહિલા આઈ.ટી. આઈ પાસે,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-05
---------------------------------------------------------
*પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ની ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત*
રાજકોટ માં સૌ પ્રથમ જેનેરીક મેડીસીન્સ નો રીટેલ સ્ટોર કે જેમા 30% થી 80% અને તેનાથી પણ ઓછી કિંમતે દવાઓ મળશે. જ્યાં આપને મળશે દરેક પ્રકાર જેનેરિક દવાઓ, કોસ્મેટીક, આયુર્વેદિક તેમજ સર્જીકલ પ્રોડૅક્ટ રાહત ભાવે મળશે.
------------------------------------------------------------
દાખલા તરીકે......
૧) બ્લડપ્રેશર ની દવા Rs.55/- નું પેકેટ Rs.7 માં
( 87% ડિસ્કાઉન્ટ )
૨) # #ડાયાબિટીસ # # ની દવા રૂ. 72.80 નું પેકેટ રૂ. 12.7માં
( 83% ડિસ્કાઉન્ટ )
૩). Infusion Set (બાટલા ચડાવવા માટે ની નળી) Rs.150/- ની ફકત
25 રૂ. માં
( 83% ડિસ્કાઉન્ટ )
૪). દુ:ખાવા માટે ની ટ્યુબ Rs.80/- ની 21 રૂ. માં
( 73% ડિસ્કાઉન્ટ ).
૫). *એલર્જી* માટે ની દવા Rs.45/- ની 7 રૂ. માં
( 85 % ડિસ્કાઉન્ટ )
૬). કેલસીયમ ની દવા Rs.69/- ની ફક્ત 15/- રૂા઼
( 78 % ડિસ્કાઉન્ટ )
૭) * સ્કિન (કોસ્મેટિક) ક્રીમ* ની રૂ. 120 ની ટ્યુબ રૂ. 12.95 માં
( 89% ડિસ્કાઉન્ટ)
૮) હાથ/ પગ નો ગરમ પાટો રૂ. 380 નો રૂ. 55 માં
( 85% ડિસ્કાઉન્ટ )
💉🌡અને આટલું જ નહીં કેન્સર, મલ્ટીવિટામીન, એન્ટિબાયોટિક, વગેરે જેવા જટિલ રોગો ની તમામ દવાઓ ઉપર 30% થી 80% ઓછી કિંમતે મળે છે.
બધી સજીઁકલ વસતુ 25% થી 40% રાહત દરે અપાય છે.
ધ્યાન રહે આ જેનેરીક દવા સ્વદેશી કંપની(મેક ઈન ઇન્ડિયા) બનાવે છે. ગુણવતા માં એ વિદેશી બ્રાન્ડેડ દવા ની સમકક્ષ જ હોય છે.
જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ અને ડોક્ટર ના ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.
=====================
સ્ટોર નું સરનામું:
=================================
સ્ટડી ગાઈડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
"પ્રધાનમંત્રી ભારતીય જેનેરીક મેડિકલ સ્ટોર "
વાસુદેવ, લાભ કોમ્પ્લેક્સ, કિડની હોસ્પિટલ પાછળ,
મહિલા આઈ.ટી. આઈ પાસે,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-05
Phone No. :0281-2562143
Mo. 9998877154
93755 18880.
------------------------------------------------
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાત લોકો ની મદદ કરવા વિનંતી....
----------------------------------------------

Address

Labh Complex, Nr. Mahila ITI, Uni. Road
Rajkot
360005

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9:15pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

0281-2562143

Website

Alerts

Be the first to know and let us send you an email when Jan Aushadhi Medical Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram