19/08/2025
હમણાં એક મારા પેશન્ટે મને એક રીલ મોકલી કે મેમ તમે તો મને મેંદો ખાવાની ના પાડો છો ને, ઘઉં ની રોટલી વજન ઊતરવા માટે ખાવાની સલાહ આપી છે પણ આ રીલ માં તો એમ કહે છે કે બન્ને સરખા છે બન્ને વજન વધારે છે બન્ને ના ગ્લેસેમિક ઇન્ડેક્સ માં બહુ ફરક નથી તો હું રોટલી શું કામ ખાઉં, મેંદા ના 🍕પીઝા ના ખાઉં.
રીલ જોઈ મને પણ હસવું આવ્યું.સામાન્ય માણસ ને ગ્લાઈસિમિક ઇન્ડેક્સ, ગ્લાસિમિક લોડ, સુગર સ્પાઇક્સ, ઇન્સ્યુલીન રેસિસ્ટન્ટ જેવા શબ્દો વાપરી કઈક કહીએ તો એમને લાગે કે બહુ વૈજ્ઞાનિક ને મોટી વાત કરી, પણ સામાન્ય રીતે સમજાવીએ કે તમે સિમ્પલ રોટલી શાક કે દાળ, સલાડ, ગાય ના ઘી સાથે લેવાથી એ વજન ઉતારવામાં તેમજ ડાયાબીટીક કન્ડીશન માં ઘણી ફાયદા કારક છે , તો એમને સતત સંશય રહે.
🤔 જે વ્યક્તિ સંશય માં જીવે એનો વિનાશ થાય.🤯
હવે આ પ્રશ્ન નો જવાબ:
ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) એ એક માપદંડ છે જે દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો ખોરાક ખાધા પછી તે લોહીમાં શુગરના સ્તરને કેટલી ઝડપથી વધારે છે.
⬆️ઉચ્ચ GI (70 કે તેથી વધુ): આવા ખોરાક લોહીમાં શુગરનું સ્તર ઝડપથી વધારે છે. મેંદાનો GI લગભગ 70 – 85 જેટલો હોય છે.
➡️ મધ્યમ GI (56-69): આવા ખોરાક લોહીમાં શુગરનું સ્તર મધ્યમ ગતિએ વધારે છે.
⬇️ નીચો GI (55 કે તેથી ઓછો): આવા ખોરાક લોહીમાં શુગરનું સ્તર ધીમે-ધીમે અને નિયમિત રીતે વધારે છે.
ઘઉંના લોટનો GI લગભગ 50– 70 જેટલો હોય છે.
❇️. ગ્લાયસેમિક લોડ (GL) એ ખોરાકની માત્રાને ધ્યાનમાં રાખીને ગ્લુકોઝના સ્તરમાં થતા વધારાનું માપ છે.
ઓછો GL ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સારો છે.
ઊંચા GI ને કારણે, મેંદાનો GL પણ ખૂબ ઊંચો હોય છે. મેંદાનો GL સામાન્ય રીતે 60 કે તેથી વધુ હોઈ શકે છે.મેંદાની સરખામણીમાં, ઘઉંનો GL ઘણો ઓછો હોય છે, જે લગભગ 26 – 28 ની રેન્જમાં હોય છે.
🌾મેંદા અને ઘઉંના લોટ વચ્ચે મુખ્ય તફાવત તેમની પ્રક્રિયામાં છે.
🥐 મેંદો: મેંદો એ શુદ્ધ કરેલો (refined) ઘઉંનો લોટ છે. તેને બનાવતી વખતે ઘઉંના દાણામાંથી તંદુરસ્ત ભાગો જેમ કે ફાઇબર (fibre), જર્મ (germ) અને બ્રાન (bran) દૂર કરવામાં આવે છે. આ કારણે મેંદો પચવામાં સરળ હોય છે.
🥙ઘઉંનો લોટ: આ આખો ઘઉંનો દાણો દળીને બનાવવામાં આવે છે. તેમાં બ્રાન અને ફાઇબર રહેલા હોય છે, જે લોહીમાં શુગરના શોષણને ધીમું પાડે છે.આ કારણે ઘઉંનો લોટ ખાવાથી શુગરનું સ્તર એકદમ વધતું નથી. તે ફાઇબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે.ફાઇબર, પ્રોટીન, મિનરલ્સ જેવાકે લોહ, તાંબુ, મેગિનિઝ, ફોલેટ, સેલેનિયમ અમુક પ્રમાણ વિટામિન બી ગ્રુપ જોવા મળે છે..મેંદા ના પ્રમાણ માં ઘઉંના લોટ માં 3 થી 4 ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીર ના કોષો માં રોજ થતા ડેમેજ ને રિપેર કરે છે.
મેંદો ક્યારેક ખાઇ શકાય પણ બન્ને માંથી નિત્ય ખાવા ઘઉં ઉત્તમ રહે છે.