18/05/2020
*હોમિયોપેથી અને કોવિડ-19*
Q: હોમિયોપેથીકમાં એપીડેમીક વખતે અપાતી *જીનસ એપીડેમીકસ* દવા શું છે?
A: જીનસ એપીડેમીકસ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ હોમિયોપથીના પ્રણેતા *સેમ્યુઅલ હનેમને* એ દવા માટે કર્યો હતો. આ દવા જે તે સમયે પ્રવર્તતા એપીડેમીક રોગચાળા માટે કારગર સાબીત થયેલી હતી. 1799 માં સેમ્યુઅલ હનેમને જર્મનીમાં ચાલી રહેલા એપીડેમીક 'સ્કારલેટ ફીવર ' માટે સૌપ્રથમ જીનસ એપીડેમીકસ દવા નો ઉપયોગ કર્યો. એપીડેમીક રોગચાળાંમાં મોટા ભાગના દર્દીઓના લક્ષણો સરખા જેવા હોવાથી આ શક્ય છે.
Q : જીનસ એપીડેમીકસ નો સિદ્ધાંત શું છે?
A: બહોળા પ્રમાણમા અને જડપથી પ્રવર્તતા રોગચાળા દરમિયાન અસરગ્રસ્તોના રોગના લક્ષણો તથા લાક્ષણિકતાઓનો વિવિધ ઉમર, વિભિન્ન તાસીર, જુદી જુદી જગ્યાઓ વિગેરે પર બહોળા પ્રમાણ માં અભ્યાસ કરવાથી અસરકારક રીતે વાપરી શકાય એવી દવાઓ અલગ તારવવામાં આવે છે. આ દવાઓનું ગ્રૂપ નક્કી કરવા માટે મોટા પ્રમાણમા દર્દીઓના લક્ષણોનો અભ્યાસ જરૂરી છે. છતાંપણ એ જરૂરી નથી કે દરેક દર્દીની ચકાસણી બાદ આ ગ્રુપમાંથી જ એક દવા દેવાની થાય.
હોમિયોપેથી નો પાયાનો સિદ્ધાંત છે, ' *લાઈક ક્યોર્સ લાઈક*' એટલે, જે વ્યક્તિ જે લક્ષણોથી પીડિત છે તેને તેવા જ લક્ષણો ઉદ્ભવ કરી શકતી દવા આપવામાં આવે તો તેનાથી રોગીનો ઉપચાર થઇ શકે છે. એટલે કે સારવાર માટે લક્ષણોનું હોવું એ ફરજીયાત છે.
Q: જીનસ એપીડેમીકસ દવા કે દવાઓ *"પ્રિવેન્ટીવ"* હોવાનો મતલબ શું છે?
A: અહીં જે પ્રતિકાર કે પ્રીવેન્ટીવ મેડિસિન અથવા પ્રોફાઇલેક્સિસ નો જે મંતવ્ય છે તે વાસ્તવમાં _*કયોરેટિવ*_ છે.
રોગ ના થાય એવું સમજવા કરતાં એ સમજવું જરૂરી છે કે રોગ ને શરૂયાતના તબકકામાં જ અટકાવી દઈને આગળ વધતો રોકી શકાય છે. જે લોકો ને સામાન્ય લક્ષણો છે અથવા તો હજુ માત્ર ચેપ લાગ્યો છે પણ લક્ષણો નથી તેવા અસરગ્રસ્તોની નજીક રહેલા લોકોમાં દવાથી સીધો ઉપચાર શક્ય બને છે અને દર્દ નો વિકાસ થતો નથી.
Q: જીનસ એપીડેમીકસ કઈ રીતે આપી શકાય?
A: જીનસ એપીડેમીકસથી એવા વિસ્તારોમાં જ લાભ શક્ય છે જ્યાં ચોક્કસ વિસ્તાર માં મોટી વસ્તી અસરગ્રસ્ત છે. સામાન્ય લક્ષણો હોય અથવા કે જેઓ એસિમ્પટૉમટિક કેરિયર્સ છે એવા દર્દીઓ માં સીધોજ ઉપચાર શક્ય હોય રોગ વિસ્તારમાં આગળ વધતો અટકાવી શકાય છે.
*ફન ફેક્ટસ*:
-આયુષ મંત્રાલયે 29 જાન્યુઆરી 2020 ના રોજ Arsenicum Album 30 નું જીનસ એપીડેમીકસ તરીકે સુચન કર્યું હતુ જયારે 30 જાન્યુઆરી ના રોજ ભારત માં પહેલો કોવીડ-૧૯ નોંધાયો હતો.
- ભારત ના પ્રખ્યાત ઓટોમોબાઈલ ઉદ્યોગપતિનુ રોકાણ છે એવી મુંબઈ સ્થિત એકેડેમી સાથે સંકળાયેલા ડૉક્ટરે સૂચવેલી Camphor 1m એ ઈરાન ના 10-12 કેસોની માત્ર વિગત જોઈને સલાહ માં અપાયેલી દવા હતી ત્યારે ભારતભર માં ખુબ જ ઓછા પ્રમાણ માં સક્રિય કેસો હતા.
- એક ખાનગી હોમિયોપેથીક એકેડમી ના સંસ્થાપકના મતે COVID-19 નું કારણ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડમાં થયેલો ફેરફાર છે, જે Sepia 200 નામની હોમિયોપેથીક દવા લેવાની બદલે અલગ અલગ વિસ્તારોમાં સ્પ્રેરૂપે છટકાવ કરવાથી પ્રિવેન્ટીવ તરીકે કામ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.