22/10/2020
આ શેર કરવાનું મન થયું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા તેમના પતિની સારવાર માટે આવ્યા. ગંભીર રીતે બીમાર થયેલા તેમના પતિને દાખલ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે તેમના સંતાનો અમદાવાદથી ભાવનગર આવી શકે તેમ નહોતા.
ક્રિટીકલ કેર સ્પેશીયલીસ્ટ ડૉ. દર્શન શુક્લા અને ડૉ. વિપુલ પારેખે પૂરા ખંત અને નિષ્ઠાથી દર્દીની સારવાર કરી પરંતુ તેમને ન બચાવી શકાયા. દર્દીના મૃત્યુ પછી જ્યારે વૃદ્ધ મહિલા હોસ્પિટલનું બીલ ચુકવવા માટે ગયા, ત્યાં બિલીંગ સેક્શનમાંથી કોઈએ તેમને કહ્યું કે તેમનું સમગ્ર બીલ માફ કરવામાં આવ્યું છે અને તેમણે કશું જ ચુકવવાનું રહેતું નથી.
આ બંને ડૉક્ટર મિત્રોને હું પર્સનલી ઓળખું છું અને પોતાની હોસ્પિટલમાં તેઓ અવારનવાર જરૂરીયાતમંદ દર્દીઓને સાઈઝેબલ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. પણ આ રીતે કોઈનું આખું બીલ માફ કરી દેવું, એ યુનિક ઘટના હતી.
‘બીલ શું કામ માફ કરી દેવામાં આવ્યું ?’ એ જાણવા માટે મહિલા બંને ડૉક્ટર્સને મળવા પહોંચ્યા. તેમણે બે હાથ જોડીને કહ્યું, ‘હું તમને લોકોને ઓળખતી પણ નથી. તો પછી આટલી બધી ઉદારતા કેમ ?’
બંને ડૉક્ટર્સે સ્માઈલ કરીને કહ્યું, ‘તમે ભલે અમને ન ઓળખતા હોવ. અમે તો તમને ઓળખીએ છીએ ને ! તમે દક્ષિણામૂર્તિમાં અમારા શિક્ષક હતા. જેમણે અમને અહિયાં સુધી પહોંચાડ્યા, એમની પાસેથી કશું લેવાનું ન હોય. એમને તો હવે આપવાનું હોય.’
વિદ્યાર્થીઓએ દાખવેલી ઉદારતા સામે શિક્ષિકા-બહેન પણ હરિફાઈમાં ઉતર્યા. તેમણે કહ્યું, ‘તમે મારા પતિની સારવાર કરી છે. જે રૂપિયા પર તમારો હક હોય, એ હું ન રાખી શકું. ગમે તેમ થાય, આ બીલની રકમ હું ઘરે ન લઈ જાઉં.’
અંતે તેમણે એક વચ્ચેનો રસ્તો શોધ્યો. ૩૧,૦૦૦ જેવી વેવ-ઓફ કરાયેલી રકમમાં એક નિવૃત પેન્શનર શિક્ષિકાએ ૧૦,૦૦૦ રૂપિયા વધુ ઉમેરીને તેમની માતૃ-સંસ્થા દક્ષિણામૂર્તિને રૂ.૪૧,૦૦૦નું ડોનેશન આપ્યું. એ શિક્ષિકાનું નામ જયાબેન આઈ. ત્રિવેદી.
મેં આ લખવાની શરૂઆત કરી ત્યારે મારા મનમાં ઉઠેલો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વધુ ઉદાર કોણ ? શિક્ષક કે વિદ્યાર્થીઓ ? કોણ વધારે મહાન ? આ લખતી વખતે મને આ સ્ટોરીનો ત્રીજો એન્ગલ રીયલાઈઝ થયો અને જવાબ મળી ગયો. ન શિક્ષક, ન વિદ્યાર્થી. સૌથી મહાન કોઈ હોય તો એ સંસ્થા છે.
મબલખ અને સારી ગુણવત્તાવાળા પાક માટે ખેડૂત હંમેશા જમીનની ફળદ્રુપતાને ક્રેડિટ આપે છે. વર્ષો પહેલા વાવેલા બીજ, આ રીતે ઓચિંતા છાંયો આપશે

મબલખ અને સારી ગુણવત્તાવાળા પાક માટે ખેડૂત હંમેશા જમીનની ફળદ્રુપતાને ક્રેડિટ આપે છે. વર્ષો પહેલા વાવેલા બીજ, આ રીતે ઓચિંતા છાંયો આપશે એવી અપેક્ષા પણ જેમને નથી હોતી અને તેમ છતાં જે બીજ વાવવાની મહેનત, નિયત અને હિંમત રાખે છે, એ શિક્ષક છે. જે છાંયો વાવે છે, એ શિક્ષક છે.
ડૉક્ટર બની જવું, એ શિક્ષણ છે. પરંતુ ડૉક્ટર બનીને આવું જેસ્ચર કરી દેખાડવું, એ કેળવણી છે. તબીબો અંગેની નેગેટીવ વાતો વધુ ચર્ચામાં રહે છે. નેગેટીવીટી વધારે TRP અને એટેન્શન ખેંચે છે એટલે તેમની પોઝીટીવ વાતો જલદીથી બહાર નથી આવતી. તબીબોની ઉજળી બાજુ પણ હોય શકે, આ બંને મિત્રો તેની સાબિતી છે.
But it all boils down to one thing, તમારી માતૃ-સંસ્થાને યાદ કરીને તમને ગુઝ-બમ્પ્સ આવે છે? આ લખતી વખતે જે પાણી મારી આંખોમાં આવ્યું, એ જ પાણી તમારી નિશાળને યાદ કરીને તમારી આંખોમાં પણ આવે છે ? જો હા, તો આપણે બધા આવું કંઈક કરી શકીએ. એવું કંઈક કે નિશાળની જર્જરિત ઈમારત પોતાની ડોક ટટ્ટાર અને છાતી પહોળી કરીને ગર્વભેર કહી શકે કે ‘એ મારા વિદ્યાર્થીઓ છે.’
માહિતી : ડૉ. ધીરેન્દ્ર મુની
આલેખન : ડૉ. નિમિત્ત ઓઝા (કોઈ મને પૂછે કે તમારી નિશાળ ક્યાં આવી ? તો હું સરનામું નથી આપતો. હ્રદય પર હાથ મૂકીને કહેતો હોઉં છું કે અહિયાં.)