01/03/2023
તમે એને ચમત્કાર કહેશો-પણ હું એને વિશ્વાસ કહીશ. શ્રધ્ધા કહીશ. આત્મવિશ્વાસ કહીશ. પોઝિટિવિટી કહીશ.
એની ઉંમર 41 વર્ષની છે. 2022નાં નવેમ્બરમાં એ મારી પાસે આવી ત્યારે એનાં ચહેરા પર થોડી ઉદાસી, થોડી માયૂસી હતી. એણે મારા ટેબલ પર રિપોર્ટનો ખડકલો કર્યો. મેં એકપછી એક પાનાં ફેરવ્યા. છેલ્લા દસ વર્ષમાં પ્રેગ્નન્સી માટે એ બધું જ કરી ચૂકી હતી. એણે મારી સામે જોયું અને મેં એને કહ્યું, લેટ્સ ટ્રાય…! એની આંખોમાંથી આંસુઓની સાથે એક સવાલ પણ ધસી આવ્યો-હું સફળ થઇશ ને?
મેં એની IVFની ટ્રીટમેન્ટ શરૂ કરી. જરૂરી બધા રિપોર્ટસ કઢાવ્યા. સોનોગ્રાફી કરી. એમ્બ્રિયોઝ તૈયાર કર્યા પણ અમે એ ટ્રીટમેન્ટ સાયકલમાં કેટલાક અન-અવોઇડેબલ સંજોગોને કારણે એમ્બ્રિયોઝ ટ્રાન્સફર ન કરી શક્યા. મેં એના બધા જ એમ્બ્રિયોઝ ફ્રીઝ કરી લીધા.
અને ગઇકાલે એ મને બતાવવા આવી….એનું ચેકઅપ કર્યું તો એને નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ થઇ હતી…!! એની આંખોમાં તો આંસુ હતા જ-પણ મારી આંખો પણ ભીની થઇ ગયેલી કારણ કે-દસ વર્ષની એની પ્રતીક્ષાનો કુદરતે જવાબ આપ્યો હતો.
-ડો.રૂપલ શાહ