20/02/2022
્રા_શિ_સ_સુ
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા ઉત્રાણ ખાતે એક કાર્યક્રમ મા અમારા મિત્ર & પ્રધાનાચાર્ય શ્રી Chetan Hirpara ના આમંત્રણ ને માન આપી ને જવાનુ થયુ.. ત્યાં એક જાગતી આંખે જોયેલ દિવા સ્વપ્ન જેવો અનુભવ ની વાત રજુ કરવી છે..
આજનો કાર્યક્રમ હતો કંઇક આવો હતો કે ચાલુ મહિનામા જેટલા બાળકો ના જન્મદિવસ હોય તેમણે માતા-પિતા સાથે યજ્ઞ કરવો. એટલે શાળાના શાળા ના પટાંગણ મા અને સામુહીક યજ્ઞ માટે ની વ્યવસ્થા કરવામા આવી હતી. લગભગ અગિયાર જેટલા યજ્ઞ કુંડ હતા જેમા અલગ અલગ ધોરણના વિધાર્થીઓ એમના વડિલો સાથે યજ્ઞ આહુતી આપી રહ્યા હતા. સાથે જ અલગ અલગ સંકલ્પો લેવાઈ રહયા હતા જેમા
1. મોબાઈલ નો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ,
2. માતૃ પિતૃ વંદના સંકલ્પ
3. દાન સંકલ્પ
દાન સંકલ્પ મા વિશેષ જાણ્યુ તો ગૌ ગ્રાસ (ગાયના ચારાનુ દિન) , મુષ્ટિ સંકલ્પ (મુઠ્ઠી ધાન્ય દાન , પક્ષીઓ ની ચણ માટે), પુસ્તક દાન, કુંભ (ધન નુ ગુપ્ત દાન) જેમાથી શાળાની પ્રવૃતિ અને જરુરીયાત મા વાપરી શકાય. દાન વિશે પ્રધાનાચાર્ય ચેતનભાઇ પાસેથી જાણવા મળ્યુ કે બાળકો દાન આપતા શીખે એ હેતુ થી શાસ્ત્રોકત હેતુ મુજબ આવુ દાન બાળક કરે છે. કઈ નહિ તો તુલસી નુ પાન પણ દાન મા આપી શકે... કોઈ ને ફરજિયાત હોતુ નથી.. સાથે જાણવા મળ્યુ કે શાળામા એક સ્વેટર સંજીવની યોજના ચાલે છે જેમા બાળકો ને વપરાશ મા નહોય તેવા અને ટુંકા પડતાં સ્વેટર મુકી જાય છે અને જે બાળકોને માપ આવતુ હોય અને અનુકુળ હોય તે લઈ જાય છે જેની કોઈ નોંધ /ગણતરી હોતી નથી જેથી કોઈ ને સંકોચ ના થાય.. અને દ્રવ્ય કે વસ્તુ નો સારી રીતે વપરાશ કરી શકાય...
બધા બાળકો તેમજ વડિલો એક વિશિષ્ટ એકતા અને શિસ્ત સાથે કાર્યક્રમ મા ભાગ લઈ રહ્યા હતા એટલે વિશેષ પુછતા જાણવા મળ્યુ કે શાળામાં થતા આવા બધા જ કાર્યક્રમો નુ સંપુર્ણ આયોજન અને જવાબદારી વાલીમંડળ દ્રારા જ થતી હોય છે.. મધ્યાહન ભોજન મા પિરસવા/જમાડવા માટે બાળકો ની માતા ઓ ( દિવસ /તારિખ પ્રમાણે અલગ અલગ વારો ગોઠવીને) જ આવે છે જેથી બાળકો સારી રીતે જમે..
બાળકો શિક્ષકો ને ગુરૂજી અને દીદી નામથી સંબોધે છે. બપોરનો વિશ્રાંતી (લંચ બ્રેક) વખે મે જોયુ કે દરેક બાળકો લાઈનબધ્ધ બેસીને જમી રહ્યાં હતા અને આ વાસણો વાલી મંડળ (માતા ઑ) દ્રારા સાફ કરાઇ રહ્યાં હતા.. અત્યારે શાળામાં અંદાજીત 2000 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને એડમીશન માટે દર વર્ષે વેઇટીંગ હોય છે આવુ જાણી ખરેખર સ્વપ્ન જ લાગ્યુ...
આ શાળામાં કાર્યરત દરેક શિક્ષકગણ , વાલી મંડળ, વિધાર્થીઓ અને ખાસ મારા મિત્ર ચેતનભાઇ હિરપરા ને હદયપુર્વક અભિનંદન સાથે નમસ્કાર...
આ બધા દ્રશ્યો જોઈ ને મને મારી શાળા યાદ આવી.. ન. પ્રા. શિ. સ. સુ. 174........ એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા ક્રમાંક 174, કુમાર શાળા, સવાર પાળી , ફુલપાડા.... 25 થી 30 વર્ષ પહેલા ના (1991 થી 1997) દ્રશ્યો તાજા થયા.. પેન ને પાટી, દફતર, ચડ્ડી ને બુસ્કોટ, બેન (શિક્ષક), બેન્ચ વગર જમીન પર બેસી ને ભણવુ, શાળા ની સાફસફાઈ જાતે કરવી, મધ્યાહન ભોજન, પ્રભાતફેરી મા જવુ વગેરે યાદ કરી થોડી વાર તો બાળક બની ગયો....