Askdrsavaj

Askdrsavaj Dr.Suresh Savaj D.H.M.S, D.S.A, P.G.D.I.T , A doctor of Homoeopathic medicine, Herbal medicine

અહી જણાવેલ પ્રયોગો ડોકટર અથવા વૈદ્ય ની સલાહ અનુસાર જ કરવા .

કેસર પિસ્તા પેંડાકેસર પિસ્તા બરફીકેસર મેંગો મીઠાઈકેસર કાજુ કતરીકેસર બદામ કાજુકતરીકેસર અંગુર રબડીકેસર પિસ્તા આઈસ્ક્રીમઅને...
07/03/2026

કેસર પિસ્તા પેંડા
કેસર પિસ્તા બરફી
કેસર મેંગો મીઠાઈ
કેસર કાજુ કતરી
કેસર બદામ કાજુકતરી
કેસર અંગુર રબડી
કેસર પિસ્તા આઈસ્ક્રીમ
અને પેલો દાને દાને મે હૈ કેસર કા દમ વાળો વિમલ ગુટખા
આ બધું જોતા એવું લાગે કે
જાણે
ભારત માં ઘઉં કરતાં વધુ કેસર ની ખેતી થતી હશે
અથવા ભારત દેશ આખી દુનિયા નું કેસર import કરતું હશે

તમને શું લાગે છે.

" કાર્પલ ટનલ સિન્ડ્રોમ " કાંડા ની તકલીફ વિશે જાણવા જેવુંમિત્રો આપણાં કાંડા ના આંગળા ના ભાગની રચના એક ટનલ જેવી હોય છે. જે...
07/03/2026

" કાર્પલ ટનલ સિન્ડ્રોમ "
કાંડા ની તકલીફ વિશે જાણવા જેવું

મિત્રો
આપણાં કાંડા ના આંગળા ના ભાગની રચના એક ટનલ જેવી હોય છે. જેમાં પાછળ ની બાજુ હાડકા ની લાઈન અને આગળની બાજુ બહુ જ મજબૂત પડદો (કાર્પલ લીગામેન્ટ )આવે છે.

આટલી નાની જગ્યામાંથી 10 સ્નાયુ અને હાથ ની સૌથી અગત્યની ચેતાની નસ (મીડિયન નર્વ ) પસાર થાય છે.

આ કાર્પલ ટનલ માં હાથની અગત્યની નસ, મીડિયન નર્વ, એ ચેતા ની નસ છે.
ચેતા ની નસ નું કામ સ્નાયુને તાકાત આપવાનું અને ચામડી ને સંવેદના આપવાનું (જેમકે ઠંડુ, ગરમ, દુઃખાવો વગેરે ની સમજ) આપવાનું છે.
હવે કોઈપણ કારણોસર આ નસ ઉપર દબાણ કે સોજો આવે અને જે તકલીફ થાય એને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે.

મીડિયન નર્વ અંગૂઠો અને એની પછી ની અઢી આંગળી ની ચામડીને લાગણી નાં સંદેશા, તેમજ અંગુઠાને બધી આંગળીનાં ટેરવાને અડાડવા જરૂરી સ્નાયુને તાકાત આપે છે.
આથી જ્યારે આ નસ પર દબાણ કે સોજોઆવે, તો આટલી આંગળીમાં ખાલી ચડે, ઝણઝણાટી થાય , કરન્ટ જેવું લાગે અથવા આંગળી બહેરી થઈ જાય. હાથમાંથી વસ્તુ પડી જાય, ફોન પર વાત કરતાં ફોન પડી જાય તેમજ રાત્રે અસહ્ય દુઃખાવો થાય તો સમજી લેવું કે તમને કાર્પલ ટનલ સિન્ડ્રોમ થયો છે.

આ સિટીએસ એટલે કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ સ્ત્રીઓ માં વધુ થતો હોય છે.
સિટીએસ નું નિદાન કરવા માટે ની સરળ રીત:-

ફોલન નામની ટેસ્ટ તમે ઘરે જાતે પણ કરી શકો છો
ફોટો માં બતાવ્યા મુજબ તમારે હાથ રાખવાના છે. પછી તમને આ સ્થિતિ માં આંગળી કે અંગૂઠા માં ખાલી ચડે તો તમને સિટીએસ છે એમ સમજવું
અમુક કિસ્સાઓ માં ખાલી ન પણ ચડતી હોય છે.

જો 0 થી 30 સેકન્ડ માં ખાલી ચડે /ઝણઝણાટી થાય તો ત્રીજું સ્ટેજ ગણાય

જો 30 થી 60 સેકન્ડ માં ખાલી ચડે તો બીજું સ્ટેજ ગણાય

જો 60 થી 90 સેકન્ડ માં ખાલી ચડે તો પ્રથમ સ્ટેજ ગણાય.
આ ઉપરાંત આ નિદાન ને પાક્કું કરવા માટે ચેતા તંત્ર નો રિપોર્ટ કરવો જરૂરી છે.

ઈલાજ:- હોમિયોપેથીક દવાઓ કેસ સ્ટડી કરી ને સિલેક્ટ કરી ને સાથે યોગ્ય આપવાથી આ બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે.

ડો.સુરેશ સાવજ

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અત્યારના સમયમાં ત્રણ બીમારીઓ માણસને વધારે મા વધારે પરેશાન કરે છે જેવી કે(૧) ડાયાબિટીસ (૨) બ્લડપ્...
06/03/2026

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

અત્યારના સમયમાં ત્રણ બીમારીઓ માણસને વધારે મા વધારે પરેશાન કરે છે જેવી કે
(૧) ડાયાબિટીસ
(૨) બ્લડપ્રેશર
(૩) ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

IBS એક મોટા આંતરડાની બીમારી છે જે દરેક ત્રીજા વ્યક્તિએ આ આંતરડાની બીમારી જોવા મળે છે ,આ બીમારીમાં દર્દી ના મોટા આંતરડામાં અમુક ભાગ મા સોજો આવી જાય છે જેને સારું થવામાં મહિનાઓ લાગી જાય છે જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.આ કોઈ વાયરસ કે બેક્ટેરિયા થઈ થતો રોગ નથી

આ બીમારીમાં દર્દીઓના લક્ષણા આ મુજબ છે
(૧) પેટમાં ચુક આવવી
(૨) પેટ માં દુખાવો, રાતના સમયે પેટમાં વધારે દુખાવો થવો
(૩) પેટ મોટું થવું
(૪) ગેસ બનાવો
(૫) ક્યારેક ઝાડા થઈ જાય અને ક્યારેક કબજિયાત થઈ જાય.
આ સમસ્યા વારા ફરતી જોવા મળે છે.
આ બધાં જ લક્ષણો ઉતપન્ન થવાથી દર્દી ખાવાનું ઓછું કરી નાખે પરિણામે તેમનું વજન ઘટે છે,આ સમસ્યા વધારે હતો અમુક દર્દીઓમાં મળાશય લોહી વહે છે એટલે કે બ્લડીંગ થાય છે
આ ઉપરાંત:
ઝાડા
કબજિયાત
ઝાડા +કબજિયાત
પેટના દુખાવા અથવા ખેંચાણ, સામાન્ય રીતે પેટના નીચેના ભાગમાં,
ગેસ અથવા પેટનું ફૂલવું
સામાન્ય કરતા સખત અથવા પાણી જેવો મળ
કુદરતની હાજત જવાનું મન થયા કરે પણ સંતોષ થાય નહીં
થાક
ચિંતા
હતાશા
હાર્ટબર્ન અને અપચો
માથાનો દુખાવો

આવી જ રીતે આંતરડાના બીજા બે રોગ ક્રોહન ડીસીસ અને અલ્સરેટિવ કોલાઇટિસ નામની બીમારી પણ જોવા મળે છે પણ આ બીમારીઓ વધારે ગંભીર હોય છે કારણ કે આ બીમારી માં કેન્સર થવાની શક્યતા વધી જાય છે .
જ્યારે IBS માં કેન્સર ની શકયતા ઓછી હોય છે.

નિદાન :

એન્ડોસ્કોપી
લોહીની તપાસ
લેકટોઝ ઈંટોલરેન્સ ટેસ્ટ
એક્સ રે
મળની તપાસ

આઇ બી એસ થવાના કારણો :

(૧) ઘણા લોકોને અમુક ખોરાકની ની એલર્જી પણ હોય છે ઘણા લોકો શાકભાજી ખાઈ શકતા નથી ઘણા લોકોને રોટી પણ પચાવી શકતા નથી ઘણાને દૂધની એલર્જી હોય છે તો આવી સમસ્યાઓ ને લીધે ઘણીવાર આઈ બી એસ થાય છે

(૨)આઇ બી એસ નું એક મુખ્ય કારણ સ્ટ્રેસ એટલે કે ચિંતા છે ઘણા કેસોમાં એવા સાબીત થઈ શક્યું છે કે આઇ બી એસ ની દવા ચાલુ હોય તોપણ ફરક પડતો નથી કારણ કે તેને સ્ટ્રેસ વધારે હોય છે સ્ટ્રેસ વધારે હોવાથી આઈ બી એસની શક્યતા પૂરેપૂરી વધી જાય છે

(૩) સંશોધનોમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે પુરુષો કરતાં મહિલાઓમાં આઈ બી એસની શક્યતા વધારે હોય છે કારણકે સ્ત્રીઓ મા હોર્મોન નું અસંતુલિત થવાથી સ્ત્રીઓ મા આ રોગ ની શકયતા વધી જાય છે
(૪) ઘણીવાર પેઈન કીલર દવાઓ લેવાથી તેવા કેસો મા આ સમસ્યા ની શક્યતા વધી જાય છે.

આઈ બી એસ હોય તેવા દર્દીઓ એ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ

(૧)આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ
(૨) જે લોકો વધારે પ્રમાણમાં કોફી અને ચા પણ વ્યસન હોય તો પણ આ સમસ્યા વધી જાય છે કારણ કે આમાં કેફીન નામનું એક નશાકારક તત્વો હોય છે
(૩) ઘણા લોકોને ઠંડા પીણા પીવા નું ખૂબ જ ગમતું હોય છે ઠંડા પીણાં રહેલું sugar સાઈટ્રિક એસિડ અને અન્ય કેમિકલ તમારા આંતરડાને નુકસાન કરે છે અને આઇ બી એસ ના શક્યતા વધી જાય છે
(૪) ઘણા લોકોને ડેરી પ્રોડક્ટ ની એલર્જી હોય છે lactose intolerance સમસ્યાથી આ પ્રોબ્લેમ વધી જાય છે
(૫) સલ્ફર અને સલ્ફેટ નામના તત્વો હોય તેવી વસ્તુઓ ખાવી ન જોઈએ
(૬) ઈંડા, ચીઝ,પનીર વગેરે નો ખાવા જોઈએ
(૭) જેને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય તેને વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે તેવો ખોરાક ના ખાવો જોઈએ કારણ કે આંતરડામાં પચાવવામાં તકલીફ પડે છે
(૮) ચોકલેટ પણ ન ખાવી જોઈએ કારણ કે તેમાં સુગર અને કેફીન હોય છે

જો તમને નીચે મુજબના ચિન્હો હોય તો તેઓ વધુ ગંભીર સ્થિતિ સૂચવી શકે છે, જેમ કે આંતરડાનું કેન્સર.

વધુ ગંભીર સંકેતો અને લક્ષણોમાં શામેલ છે:

વજનમાં ઘટાડો
રાત્રે ઝાડા થવા
ગુદામાર્ગ રક્તસ્રાવ
આયર્નની ઉણપનો એનિમિયા
ઉલટી
સતત પીડા
વધુ માહિતી અને આવી અવનવી હેલ્થ ને લગતી માહિતી મેળવવા માટે અમારું પેઈજ fb.com/askdrsavaj લાઈક કરશો

શેરડી ના રસ ના ફાયદા ઓ ઉનાળો આવી ગયો છે આ ગરમી માં કોલડ્રિન્કસ પીવા કરતાં તાજો શેરડી નો રસ પીઓ.શેરડી ના રસ માં ઘણા પોષક ...
04/03/2026

શેરડી ના રસ ના ફાયદા ઓ

ઉનાળો આવી ગયો છે આ ગરમી માં કોલડ્રિન્કસ પીવા કરતાં તાજો શેરડી નો રસ પીઓ.

શેરડી ના રસ માં ઘણા પોષક તત્વો હોય છે
કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ , ફ્રુક્તોઝ હોય છે જે તમને શરીર ને તાત્કાલિક એનર્જી આપે છે

ગળા માં દુખ દુખાવો થતો હોય તો એમાં પણ રાહત આપે છે
શેરડી નો રસ અલ્ક્લાઇન હોય છે

જે આપણા શરીર ના કોષો માટે ફાયદાકારક હોય છે જે પ્રોસ્ટેટ , બ્રેસ્ટ કેન્સર જેવા કેન્સર ના જીવાણું સામે રક્ષણ આપે છે

શેરડી ના રસ માં રીબોફ્લેવીન , કેલ્શિયમ મેગ્નેશિયમ લોહ તત્વ અને પોટેશિયમ હોય છે વૃધાવ્સ્થા માં શેરડી નો રસ પીવાથી શક્તિ મળે છે અને બીમારીઓ સામે જલ્દી થી સારા થઇ શકાય છે

શેરડી નો ગ્લ્યાસેમિક ઇન્ડેક્ષ ૪૩ હોય છે જે ખુબ ઓછો હોય છે જેથી શરીર માં ધીમે ધીમે ગ્લુકોઝ રીલીઝ થયા કરે છે તેનાથી બે વખત જમવા ના વચ્ચે ના સમય માં પીવાથી શરીર માં લાંબો સમય સુધી શક્તિ જળવાય રહે છે

શેરડી નો રસ પીવાથી વજન પણ ઘટાડી શકાય છે તેમજ ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં મદદ રૂપ થાય છે (વૈધ ની સલાહ અનુસાર ) કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે તેમજ અંડાશય ની ગાંઠો ની બીમારી કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે

ડો.સુરેશ સાવજ

02/03/2026

Folic acid ખૂબ અગત્યનું વિટામીન વિશે જાણો
゚vira ゚

02/03/2026
" શિંગોડા "ચોમાસા માં તળાવ માં ઉગતો છોડ અને ઘણી જગ્યા એ તો એની ખેતી પણ કરવામાં આવે છે.તેના ફળ ઉપર કાંટા વાળી છાલ હોય છે ...
01/03/2026

" શિંગોડા "

ચોમાસા માં તળાવ માં ઉગતો છોડ અને ઘણી જગ્યા એ તો એની ખેતી પણ કરવામાં આવે છે.
તેના ફળ ઉપર કાંટા વાળી છાલ હોય છે પણ અંદર નો ગર્ભ સફેદ અને મીઠો હોય છે.

ઘણા લોકો એને બાફી ને ખાય છે અને એના ફળ ને સુકવી ને એનો લોટ બનાવી ને ફરાળ તરીકે ઉપયોગ કરી શકાય છે.

પિત્તનાશક, પૌષ્ટિક, વીર્ય સ્તંભન, અને ત્રિદોષ નાશક છે.
ધાત્રી સ્ત્રીઓ માં ધાવણ વધારે છે.
શરીર માં બળતરા મટાડે છે.
સોજા મટાડનાર છે.
ફ્રેક્ચર માં પણ હાડકા જોડવામાં કામ આપે છે.
ગર્ભિણી સ્ત્રી ને રક્તસ્ત્રાવ થતો હોય તો શિંગોડા ની લાપસી બનાવી દૂધ સાથે આપવાથી રાહત થાય છે.
જે પૃરુષો ને શીઘ્ર સ્ખલન ની તકલીફ હોય તેઓને ડોકટર ની સલાહ અનુસાર શિંગોડા ખવડાવવા થી રાહત થાય છે.

ડો.સુરેશ સાવજ

સર્વાઇકલ કેન્સર એટલે શું?સર્વાઇકલ કેન્સર એ કેન્સરનો એક પ્રકાર છે જે સર્વિક્સમાં શરૂ થાય છે. સર્વિક્સ એ હોલો સિલિન્ડર છે ...
01/03/2026

સર્વાઇકલ કેન્સર એટલે શું?

સર્વાઇકલ કેન્સર એ કેન્સરનો એક પ્રકાર છે જે સર્વિક્સમાં શરૂ થાય છે. સર્વિક્સ એ હોલો સિલિન્ડર છે જે સ્ત્રીના ગર્ભાશયના નીચેના ભાગને તેની યોનિમાર્ગ સાથે જોડે છે. મોટાભાગના સર્વાઇકલ કેન્સર સર્વિક્સની સપાટી પરના કોષોમાં શરૂ થાય છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો

સર્વાઇકલ કેન્સર ધરાવતી ઘણી સ્ત્રીઓને ખ્યાલ હોતો નથી કે તેમને આ બીમારી વહેલી શરૂઆતમાં થઈ છે, કારણ કે તે સામાન્ય રીતે અંતિમ તબક્કે ત્યાં સુધી લક્ષણોનું કારણ નથી. જ્યારે લક્ષણો દેખાય છે, ત્યારે તેઓ માસિક સ્રાવ અને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ (યુટીઆઈ) જેવી સામાન્ય રીતે આ સંક્રમણ જોવા મળે છે

સર્વાઇકલ કેન્સરનાં લક્ષણો :

1. અસામાન્ય રક્તસ્રાવ, જેમ કે સમયગાળા વચ્ચે, સેક્સ પછી, અથવા મેનોપોઝ પછી

2. યોનિમાર્ગ સ્રાવ જે દેખાય છે અથવા સામાન્ય કરતાં અલગ ગંધ આવે છે

3. નિતંબ માં દુખાવો

4. વધુ વખત પેશાબ કરવાની ઈચ્છા

5. પેશાબ દરમિયાન પીડા

જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય છે, તો પરીક્ષા માટે તમારા ડોકટરનો સંપર્ક કરો

મોટાભાગના સર્વાઇકલ કેન્સરના કેસો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) ને કારણે થાય છે. આ તે જ વાયરસ છે જે જનાઈટલ મસાઓનું કારણ બને છે.

એચપીવીના કેન્સર પેદા કરનાર ચેપ લાગવાનો અર્થ એ નથી કે તમે સર્વાઇકલ કેન્સર થશે એ રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખે છે.

એચપીવી સ્ત્રીઓ અને પુરુષોમાં પણ અન્ય કેન્સરનું કારણ બની શકે છે. આમાં શામેલ છે:

1. વલ્વર કેન્સર

2. યોનિમાર્ગ કેન્સર

3. પેનાઇલ કેન્સર

4. ગુદા કેન્સર

5. ગુદામાર્ગ કેન્સર

6. ગળામાં કેન્સર

સર્વાઇકલ કેન્સરની સારવાર

જો તમે તેને વહેલા પકડશો તો સર્વાઇકલ કેન્સર ખૂબ જ સારવાર માટે યોગ્ય છે.

1. શસ્ત્રક્રિયા

2. કિરણોત્સર્ગ ઉપચાર

3. કીમોથેરાપી

સર્વાઇકલ કેન્સરના તબક્કા

તમારું નિદાન થયા પછી, તમારા ડોકટર તમારા કેન્સરને એક કયા તબ્બકામાં છે તેનું નિદાન કરશે ,સ્ટેજ જણાવે છે કે કેન્સર ફેલાયું છે કે નહીં, અને જો આમ છે, તો તે કેટલું ફેલાય છે. તમારા કેન્સરનું સ્ટેજીંગ તમારા ડોકટરને તમારા માટે યોગ્ય ઉપચાર શોધવામાં મદદ કરી શકે છે.

સર્વાઇકલ કેન્સરના ચાર તબક્કા છે:



સ્ટેજ 1: કેન્સર નાનું છે. તે લસિકા ગાંઠોમાં ફેલાય છે. તે તમારા શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલ નથી.

સ્ટેજ 2: કેન્સર મોટું છે. તે ગર્ભાશય અને સર્વિક્સની બહાર અથવા લસિકા ગાંઠોમાં ફેલાય છે. તે હજી પણ તમારા શરીરના અન્ય ભાગોમાં પહોંચ્યો નથી.

સ્ટેજ 3: કેન્સર યોનિમાર્ગના નીચલા ભાગમાં અથવા પેલ્વીસમાં ફેલાયેલો છે. તે મૂત્રમાર્ગને, મૂત્રને મૂત્રાશય સુધી મૂત્રાશયમાં લઈ જતા નળીઓને અવરોધે છે. તે તમારા શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલ નથી.

સ્ટેજ:: કેન્સર પેલ્વીસની બહાર તમારા ફેફસાં, હાડકાં અથવા લીવર જેવા અંગોમાં ફેલાઈ ગયો છે.

સર્વાઇકલ કેન્સર પરીક્ષણ

1. પેપ સ્મીમર એ સર્વાઇકલ કેન્સરના નિદાન માટે એક પરીક્ષણ છે.

2. સર્વાઇકલ કોષો ની બાયોપ્સી

3. સમયાંતરે સ્ક્રીનીંગ કરવું

©️ડો.સુરેશ સાવજ

01/03/2026

શું તમને પગ ની એડી નો?દુઃખાવાની તકલીફ રહે છે તો આ પ્રયોગ અજમાવી જુઓ
゚vira ゚

આપણને શુદ્ધ અનાજ, શાકભાજી, ફ્રુટસ અને દૂધ તેમજ બીજી ખાવાની વસ્તુઓ  શુદ્ધ નથી મળી રહી તો  શું ખાવું ?.બધાં ને મૂંઝવતો આ સ...
01/03/2026

આપણને શુદ્ધ અનાજ, શાકભાજી, ફ્રુટસ અને દૂધ તેમજ બીજી ખાવાની વસ્તુઓ શુદ્ધ નથી મળી રહી તો શું ખાવું ?
.
બધાં ને મૂંઝવતો આ સવાલ જ હોય છે

થોડાક મુદ્દા અહીં લખું છું બાકી ના તમારા મનમાં બીજા મુદ્દાઓ આવે તો અહીં લખજો

ખેતર માં કોઈ વસ્તુ વાવે ત્યારે અને એ ઊગી જાય એ પછી પણ જંતુનાશક દવાઓ નો ઉપયોગ થતો હોય છે અને જ્યારે માર્કેટ માં વેચાણ માં ત્યારે પણ દવાઓ નો ઉપયોગ થતો હોય છે
તો શક્ય હોય તો ઓછી જગ્યાએ જે વસ્તુ માં દવા વપરાતી હોય એવું ખાવું

જેમકે ફ્રૂટ્સ માં તમે ઓરેન્જ, દ્રાક્ષ, તરબૂચ, સફરજન , જેવા મોંઘા ફ્રૂટ્સ ને બદલે. જમરૂખ, ચણીયા બોર, ગોરસ આમલી, પપૈયા, કમરખ, લીલા નાળિયેર, કોઠા, જેવા ફ્રૂટ્સ ખાઈ શકો
( આ બધા પણ પૌષ્ટિક તો હોય જ છે. દવા વાળા પૌષ્ટિક ખાવા કરતાં દવા વગર ના ઓછાં પૌષ્ટિક સારા )

Fb.com/askdrsavaj

શાકભાજી માં દૂધી, ભીંડા, રીંગણ , ટામેટા,પાલક, મેથી, ચોળી, તુવેર, જેવા શાક ને બદલે ટીંડોરા, કારેલા, સરઘવો, પરવળ, ગલકા, વાલોલ, અને વગડાઉ વનસ્પતિઓ ના શાક બનાવી ને ખાઈ શકાય જેમકે અગથિયો, કાગડોલિયો, ડોડી, સરઘવા ના ફૂલ,

દ્રાયફ્રુટ માં સૌથી વધુ ઝેર કાજુ અને ત્યારબાદ બદામ માં હોય છે એના બદલે ખજૂર સારા, અખરોટ , પિસ્તા જેવું ખાઈ શકાય

ઓક્સીટોસીન ના ઇન્જેક્શન મારેલ પશુઓ ના દુધ ખાવા કરતાં નાળિયેર નું દૂધ ઉત્તમ ,

હોટેલ માં મળતા પંજાબી અને ચાઈનીઝ ફૂડ માં મોસ્ટ ઓફ આજીનો મોટો નાખે છે એના બદલે ઘરે બનાવી ને જમીએ તો સૌથી વધુ સારું
હોટેલ માં મળતા સૂપ કરતા ન્યુટ્રિશનલ સૂપ પીવા જોઈએ.

અનાજ માં ઘઉં , ચોખા કે મકાઈ ખાવા કરતાં બાજરી, કોદરી, નાગલી, રાજગરો, જુવાર જેવા મિલેટ્સ ખાવા પૌષ્ટીકતા ની દ્રષ્ટિએ પણ ઉત્તમ
નોંધ :- વગડાઉ અથવા ગામની પડતર જમીન કે રોડ જંગલો માં મળતી વનસ્પતિઓ ને ઓળખો અને ખોરાક માં સામેલ કરવી હિતાવહ છે.

તમે પણ આવી વસ્તુઓ ના નામ ઉમેરો

ડો.સુરેશ સાવજ

આજે એક ક્ષીરપાક  ની વિધિ મૂળ સંસ્કૃત નામ : બહુપત્રા આપણે જેને શતાવરી તરીકે ઓળખીએ છીએ પ્રકૃતિ: શીતવીર્ય, બલપ્રદ શીતળ અને ...
28/02/2026

આજે એક ક્ષીરપાક ની વિધિ

મૂળ સંસ્કૃત નામ : બહુપત્રા આપણે જેને શતાવરી તરીકે ઓળખીએ છીએ

પ્રકૃતિ: શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક.

શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની વિધિ:

૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવસેના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો જેઠીમધનું ચૂર્ણ નાખવું.

તેમાં થોડી ખાંડ ઉમેરી ચૂલા પર ધીમા તાપે ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ચૂલા પર રાખવું. પછી નીચે ઉતારીને ઠંડુ પડવા દેવું. પડવા દેવું. ત્યારબાદ ગાળીને પી જવું.

આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો.

ફાયદાઓ :- આ પ્રયોગથી ગળામાં, હોજરીમાં, આંતરડામાં, સ્ત્રીઓને ગર્ભાશયમાં, યોનિ પ્રદેશમાં કે મુખમાં ચાંદા પડયાં હોય તેમાં ફાયદો થાય છે .બને ત્યાં સુધી ક્ષીરપાકમાં બકરીનું દૂધ ઉપયોગમાં લેવું. નહિતર ગાયનું દૂધ વાપરવું.

પરેજી: આ ક્ષીરપ ક્ષીરપાકના પ્રયોગ દરમિયાન ખાવામાં ગરમ પદાર્થો દૂર કરવા જેવાં કે સૂંઠ, મરી, પીપર, રાઈ, હિંગ, ડુંગળી, લસણ, બાજરી, રીંગણા, મરચાં, ગોળ વગેરે.

પથ્ય: દર્દીએ આ પ્રયોગ દરમિયાન નિર્દોષ શાકભાજી, રોટલી, ભાખરી, કઠોળ તથા વિશેષ પ્રમાણમાં દૂધનો આહાર લેવો.

ડો.સુરેશ સાવજ

Address

Surat

Opening Hours

Monday 10am - 12pm
5:30pm - 8pm
Tuesday 10am - 12pm
5:30pm - 8pm
Wednesday 10am - 12pm
5:30pm - 8pm
Thursday 10am - 12pm
5:30pm - 8pm
Friday 9am - 12pm
5:30pm - 5pm
Saturday 10am - 12pm
5:30pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Askdrsavaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram