02/10/2021
2 જી ઓક્ટોબર
"આંદોલન" અને "હડતાલ" ની શોધ કરી પેટન્ટ વિના વિશ્વ ને ભેટ આપનારા (મનો) વૈજ્ઞાનીક ને જન્મદિવસ ની શુભકામનાઓ......!
(એ પહેલાં યુદ્ધ અથવા યાતના નો જ જમાનો હતો.)
તેમના થકી વિશ્વ ને કેટલાક અતિ ઉપયોગી નિયમો મળ્યા કે જે દુનીયા ના કોઈ ધર્મગ્રન્થ માં નહોતા લખ્યા....
એવા કેટલાક બોધપાઠ મળ્યા કે જે પ્રથમ વખત "જાતે અનુકરણ" કરી ને શિખવવા માં આવ્યા ......!
એવા સિદ્ધાંતો શોધાયા કે જે ન્યુટન અને આઈન્સટાઈન ના નીયમો ની જેટલા જ વૈજ્ઞાનીક અને આજની તારીખ માં સીદ્ધ છે....
આ છે.......
# મન ની મક્કમતા અને સામૂહિક એકતા હોય તો શારીરિક નબળા વ્યક્તિઓ પણ બળવાન બને છે.
#સત્ય નું માત્ર અનુકરણ નહીં પણ અન્ય પાસે સત્ય ના અનુકરણ નો આગ્રહ કરવો....!
# સદૈવ નૈતીકતા ને વળગી રહેવું...!
# અન્યાય અને અસત્ય-અધર્મ નો હિંમતપુર્વક પ્રતિકાર કરવો, ભલે સામે વાળો વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય...!
# પોતાના હક ને હાંસલ કરવા શાંતિપુર્વક અસહકાર આચરવો.... (આંદોલન, "હડતાલ" વગેરે ની શોધ થઈ)
#ધર્મ, જાતી, રંગ ભેદ નો ત્યાગ કરવો. દરેક ને આત્મસંમાન નો હક આપવો...!
# આત્મનિર્ભર રહેવું. પોતાની જરૂરીયાતો જાતે પુરી કરવી ...!
# પોતે સ્વચ્છ રહેવું અને આપણી આસપાસ ને સ્વચ્છતા જાળવવી...!
# હ્રદય માં કરુણા રાખી જરૂરીયાતમંદો ને મદદ કરવી. માનવતા થી મોટો કોઈ ધર્મ નથી...!
આ તેમના વિચારો ના કદાચ અમુક જ અંશો છે કે જેના વિષે આપણે જાણવું જોઈએ.....!
"મહાત્મા" અને તેમના આદર્શો અમર છે...!
Credit:- Dr Parthiv Patel