22/02/2019
ડોક્ટર સોશિયલ મીડિયા ( Master of Mortality)
છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરની પરંપરાગત અને પુરાવા આધારિત દવા લેવાને બદલે ઈન્ટરનેટ સર્ચ અને સોશિયલ મીડિયા પર ની પોસ્ટ પર આ વધારે ભરોસો મૂકી એ જ પ્રમાણે કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જે મોટાભાગની ખોટી માહિતીના કારણે દર્દીઓ ભયભીત અને લોભામણી હોવાને કારણે ઘણી વખત ખોટી માહિતીના પ્રચારક બને છે જેમા શિક્ષિત વર્ગ નો પણ સમાવેશ થાય છે.
લોકો માટે એ સમજવું ખૂબ જ અગત્યનું છે કે ઇન્ટરનેટ એ કોઈ પણ માહિતીનો સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર સ્રોત છે જ નહીં ,કોઈ પણ વ્યક્તિ બ્લોગ અથવા તો વેબ પેજ બનાવી શકે છે અને સોશિયલ મીડિયા દ્વારા તે અયોગ્ય હોવા છતાં એનો પ્રચાર કરી શકે છે.
એક ૪૨ વર્ષીય વ્યક્તિ ને હાઇ કોલેસ્ટ્રોલ (ચરબીની વધારે પડતી માત્રા)ને કારણે એટેક આવ્યો. એ વ્યક્તિને કોલેસ્ટ્રોલ કરવાની દવા આપ્યા હોવા છતાં આ વાત બની, પછીથી જાણવા મળ્યુ કે એ વ્યક્તિએ દવા લીધી જ નહીં કેમકે ઇન્ટરનેટ પર એવું હતું કે એ દવાથી કેન્સર થાય અને ડોક્ટર whatsapp ની પોસ્ટમાં એ કોલેસ્ટ્રોલનો કોઈ રોલ નથી.
એક ભૂલ ભરી માહિતી પરના વિશ્વાસને કારણે એક મા-બાપે દીકરો, એક પત્ની એ પતિ અને બાળકો એ પ્રકારની છત્રછાયા ગુમાવી.
અને આ પ્રકારની માહિતી માત્ર કોલેસ્ટ્રોલ અથવા તો હૃદયને લગતી બીમારી નહીં પરંતુ ડાયાબિટીસ, કેન્સર તથા એવી ઘણી બીમારીઓ વિશે ફરતી હોય છે.....
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે કેન્સરના દર્દીઓ પરંપરાગત ઉપચાર ના સ્થાને ખોરાક જડીબુટ્ટીઓ અને ઉપચારો તરફ વળે છે ત્યારે તેઓની મૃત્યુ પામવાની શક્યતા ૨.૫ ગણી વધુ હોય છે.
અને જે લોકો વોટ્સએપ અને ફેસબુક પર આવી ગેરમાર્ગે દોરતી અને વાહિયાત પોસ્ટ ફોરવર્ડ કરે છે તે લોકો અન્યો ને મોત ના માર્ગે ધકેલી રહ્યા છે.