04/04/2023
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત કુલ ૧૦ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા(NQAS) સંબંધિત પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS),જેમાંઅર્બન હેલ્થ સેન્ટર ની આરોગ્ય સેવાઓ ને લગતી મૂલ્યાંકન પ્રક્રિયા જેમાં સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર ની ચકાસણી, દર્દી ચકાસવા વગેરે નો સમાવેશ થાય છે આ ઉપરાંત વિવિધ માપદંડ જેવા કે સગર્ભા- પ્રસૂતા ની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોની સારવાર, વૃદ્ધ દર્દીઓની સાર- સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે.
ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩૩ મહિના દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબના સુરત ના ૧૦ શહેરી આરોગ્ય કેન્દ્રો ની ચકાસણી કરવામાં આવેલ.
૧) હીરાબાગ શહેરી આરોગ્ય કેન્દ્ર
૨) લખપતિ શહેરી આરોગ્ય
૩) કડીવાલા શહેરી આરોગ્ય કેન્દ્ર
૪) મોટા વરાછા શહેરી આરોગ્ય કેન્દ્ર
૫) નાના વરાછા શહેરી આરોગ્ય કેન્દ્ર
૬) ઉત્રાણ શહેરી આરોગ્ય કેન્દ્ર
૭) સરથાણા શહેરી આરોગ્ય કેન્દ્ર
૮) ગોડાદરા શહેરી આરોગ્ય કેન્દ્ર
૯) વરિયાવ તાડવાડી શહેરી આરોગ્ય કેન્દ્ર
૧૦) સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર
નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) ચકાસણી Additional Secretary Mission Director (NHM)Government of IndiaMinistry of Health & Family Welfare, Nirman Bhavan, New Delhi દ્વારા કરવામાં આવેલ.
સુરત શેહરના શેહરી જનોને ગુણવતા યુક્ત આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે તમામ આરોગ્ય કર્મચારી કાર્યરત છે.સુરત મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રો પર ફક્ત આરોગ્ય સુવિધાઓ નહી પરંતુ “ગુણવત્તા સભર આરોગ્ય સુવિધા” નો લક્ષ્ય આરોગ્ય કર્મચારીઓને આપેલ છે.
આ સાથે સુરત મહાનગર પાલિકા સંચાલિત કુલ ૧૬ અર્બન હેલ્થ સેન્ટર ને NQAS સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આગામી દિવસો માં અન્ય અર્બન હેલ્થ સેન્ટર માં પણ આ પ્રકારે આગોતરું આયોજન કરવામાં આવેલ છે, જે અંગે તમામ ડોકટર તથા સ્ટાફ ને તાલીમ આપવામાં આવી છે.આઅનુસંધાને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા તથા ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા છે.