Government Ayurveda Hospital , Surendranagar

Government Ayurveda Hospital , Surendranagar આયુર્વેદો અમૃતાનામ.....

सर्वे भवन्तु सुखिनः ।
सर्वे सन्तु निरामया ।।

16/06/2023
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નિચે આજ રોજ આયુષ વેલનેસ સેન્...
10/06/2023

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નિચે આજ રોજ આયુષ વેલનેસ સેન્ટર સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા વિકાસ વિદ્યાલય સુરેન્દ્રનગર ખાતે "Humidity ane Yoga " થીમ પર અને યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 400 વિદ્યાર્થિનીઓ દ્વારા યોગ કરવામાં આવ્યા જેમાં આયુષ વેલનેસ સેન્ટર સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર ના યોગ શિક્ષક જીતલબેન રાવલ દ્વારા યોગ નિદર્શન કારવામાં આવ્યું

02/06/2023

International day of Yoga 2023
Count down started
19 days left

સુરેન્દ્રનગર ની જાહેર જનતા જોગ
"૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી અંતર્ગત
"સાપ્તાહિક યોગ શિબિર"નુ આયોજન તા.૧૫/૦૬/૨૦૨૩ થી તા.૨૧/૦૬/૨૦૨૩ દરમ્યાન કરેલ છે.
આથી સુરેન્દ્રનગરની યોગપ્રેમી જાહેર જનતાને યોગ શિબિરનો લાભ લેવા નમ્ર અપીલ.

યોગ શિબિર નુ સ્થળ:
સરકારી આયુર્વેદ હોસ્પીટલ સુરેન્દ્રનગર

શિબિર નો સમય:
સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નીચે તા.29/03/2023 ના  સરકારી આયુર્વ...
29/03/2023

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નીચે તા.29/03/2023 ના સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત વેલનેસ સેન્ટર સુરેન્દ્રનગર ના યોગ શિક્ષક મોનિકાબેન દ્વારા આંગણવાડી અને એન.એમ.દોશી વિદ્યાલય ખાતે યોગ વિશે માહિતી આપવામાં આવી અને તંદુરસ્ત બાલ હરીફાઈ નું આયોજન કરી બાળકો ને પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું અને મિલેટ ના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે આંગણવાડી વકઁર,આશા બેનો માહિતી આપવામાં આવી તથા રોજીંદા જીવન મા તેના ઉપયોગ વધારવા માટે સમજણ આપવામાં આવી લાભાર્થી -96

મિલેટ્સને બરછટ અનાજ પણ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જુવાર, બાજરો, રાગી જેવા અનાજ આવે છે. કેન્દ્ર સરકારના આવાહન હેઠળ ...
21/03/2023

મિલેટ્સને બરછટ અનાજ પણ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જુવાર, બાજરો, રાગી જેવા અનાજ આવે છે. કેન્દ્ર સરકારના આવાહન હેઠળ જ યૂનાઇટેડ નેશન 2023ના રોજ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે ઉજવી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ પણ આ કડીનો એક મુખ્ય ભાગ બનવા જઈ રહ્યો છે.
મિલેટ્સ ન્યૂટ્રિશનનો ભંડાર છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. સાથે જ, સામાન્ય લોકોને મિલેટ્સ પ્રત્યે જાગરૂત કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે
ઝાડા ધાનને ખોરાક તરીકે પ્રોત્સાહન આપવા તથા વધુ ટકાઉ જીવનશૈલી માટે લાઈફ-લાઈફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં આહવાનનો સમગ્ર વિશ્વમાં પડઘો પડ્યો છે.
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક :
મોટા અનાજમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જેના કારણે , નિયમિતપણે મોટા અનાજ ખાવાથી હાઈ બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આ સાથે જ તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.
હાડકાં માટે ફાયદાકારક :
મોટા અનાજ જેમ કે બાજરી, રાગી વગેરે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મોટી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે આપણા હાડકાના વિકાસ અને મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક :
આજકાલ ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો આ ગંભીર સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં મોટા અનાજનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક છે. વાસ્તવમાં ઘઉંનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બાજરી, રાગી, જુવાર વગેરે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પાચન તંત્ર માટે અસરકારક :
બાજરી એટલે કે મોટું અનાજ ખાવાથી આપણા પાચનતંત્રને પણ ઘણો ફાયદો થાય છે. તેનો ઉપયોગ પેટને સ્વસ્થ રાખે છે, જેના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર રહે છે.

આપણે પણ મિલેટ અપનાવિયે અને આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જીવન નો આધાર બનાવિયે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નીચે સીઝનલ ફલૂ સામે રક્ષણાત્મક ઉકાળા ...
21/03/2023

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન નીચે સીઝનલ ફલૂ સામે રક્ષણાત્મક ઉકાળા વિતરણ નો કાર્યક્રમ આજ રોજ તાલીમાર્થી પોલીસ માટે પોલીસ વિભાગ સુરેન્દ્રનગર ના સહયોગ થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા યોજવામાં આવ્યો

કુલ લાભાર્થી -- 446

09/03/2023

સૂકી ઉધરસ... સૂકૂ કે લુખુ શબ્દ આવે એટલે વાતજ જ હોય... અને જ્યાં વાત પ્રકોપ હોય ત્યાં स्नेह જોઈએ... એટલે કે ઘી તેલ ની સાથે સાથે પ્રેમપૂર્વક કંટાળ્યા વિનાની કાળજી...આ પણ स्नेह નું એક સ્વરૂપ છે...

દર ચાર વર્ષે સૂકીઉધરસ ની સિઝન આવે છે એવું મારૂ છેલ્લાં 20 વર્ષનું અવલોકન છે...

આ વર્ષે છેલ્લા 3 મહિના માં 6 મહીનાથી 60 વર્ષ ની વયજુથ ના મોટાભાગ ના દર્દીઓ સૂકી ઉધરસ ના જનરલ ઑ.પી.ડી. માં જોવાં મળ્યાં... એવરેજ 50 થી વધુ...

ઉધરસ ખાંસી કે कास આવવાનું પ્રયોજન એ હોય છે કે ગળામાં રહેલ મ્યુક્સ-ગળફો કે દુષિત થયેલ અને ઉત્કલેષ પામેલ કફને બહાર ફગાવી દેવું....

આધુનીક ચિકિત્સા વિજ્ઞાનમાં સુકી ઉધરસ ને અનપ્રોડેકટીવ કફ કે કફીંગ કહે છે... આમાં પ્રોડકટ એટલે કે મ્યુક્સ / ગળફાં ખાસ હોતું નથી.. એટલે... અન પ્રોડેકટીવ કફ..

હવે સંપ્રાપ્તિના દ્દષ્ટીકોણથી ત્યાં ડ્રાય એલર્જીક કફીંગ કે કફ કહેવાય છે...

અને પેથોફીજીયોલોજીકલ રીતે.. સિઝનલ વાયરલ વ્યાધિ છે...

જ્યાં વાયરસ કે વાયરલ હોય ત્યાં કોઇપણ જાતની એન્ટીબાયોટીક કાર્ય કરતી નથી... જરૂરીયાત પણ હોતી નથી... એમ છતાંય કૉરોના કાલથી પ્રિવેન્ટીવ તરીકે એઝીથ્રોમાયસીન દે ધના ધન ...

આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના દ્દષ્ટીકોણથી વાતજ કાસ એ સિઝનલ વાયરલ કફ કે ડ્રાય એલર્જીક કફીંગ કે અન પ્રોડેકટીવ કફ ની પ્રવૃદ્ધ સ્થિતિ છે....

આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં રોગાનીક અથવા રોગાધિકાર વર્ણિત છે... એમાં રોગસમુહ ની પ્રોપર ટ્રીટમેન્ટ આપેલ છે... એલોપથી માં પૃથ્ક પૃથ્ક સાઇન્સ એન્ડ સિમ્પટોમ્સ ની સારવાર વર્ણવેલ છે અને કરવામાં આવે છે...

આથી તો આયુર્વેદ ઔષધ ની કારમૂકતા બાબતે પુરુષં પુરુષં વિક્ષ્યં ફરજીયાત લાગુ પડે છે આયુર્વેદ માં જી.પી. ના જ થાય...

ડ્રાય કફીંગ માં આયુર્વેદ દ્રષ્ટિકોણથી વાતજ કાસના ચિકિત્સાસૂત્રો લાગુ પડે છે અને સિદ્ધિ પ્રદ રહે છે...

ચંદ્રામૃત રસ અને બનફસા સિરપ સૂકી ઉધરસ માં આપવું એ સેમિનાર્સ દ્વારા પ્રચારીત અર્ધ સત્ય છે... આ ક્ષયજ કાસ માં ઠીક છે.. બાકી નવિન સૂકી ઉધરસ માં દરદીના ધન અને સમય તથા ચિકિત્સક ની શ્રી અને શ્રેય ની હાનિ કરે છે.. ચંદ્રામૃત ના ઘટકદ્રવ્ય વાંચી લેવાં અને બનફસા ની કાર્મૂકતા જવર માટેની છે...

સિતોપલાદી તાલીસાદી ચૂર્ણ ઘી સાથે ઉત્તમ પરીણામ આપે છે પણ વારેવારે લેહ્ય યોગથી આપવું પડે છે...

આજ રીતે લવંગાદી, એલાદી, ખદીરાદી, વટી આચૂષનાર્થે આપવાથી ફાયદો કરે છે પણ દોષ વિચાર વ્યાધિ શારીરિક પ્રકૃતિ અને વર્તમાન ૠતુકાલની સાથે સાથે નિદાન પરત્વે કરવો જરૂરી છે... બધા જ સૂકી ઉધરસ ના દરદીઓમાં એલાદીવટી કામ ના કરે...

એલોપથી માં સૂકી ઉધરસ માટે મોટાભાગે સેડેટીવ પ્રભાવ કરનારા ઔષધ થી ખાંસીમાં રાહત થતી હોય છે... જેમાં એન્ટા હિસ્ટામીનીક ડ્રગ્સ અને પહેલાં કૉડીન પણ વપરાતુ... જો કે આજે કૉડીન વિના સૂકી ઉધરસ ના દરદી ને ટ્રીટ કરવું ... સામાન્ય જી.પી માટે લાકડા ની તલવાર થી યુદ્ધ કરવા જેવું છે...
આપણા માનનીય પ્રધાન મંત્રી એ કોડીન નું ઉત્પાદન સંદતર બંધ કરાવેલ છે...

સૂકી ઉધરસ ની મોર્ડન મેડીસીનલ મેનેજમેન્ટ માં અન્ય પ્રમુખ દવાઓ સાથે ... સાલબ્યુટામોલ અથવા ડેરીફાઇલીન જેવાં બ્રોન્કોડાયેલેટર સાથે શોર્ટ એકટીંગ સ્ટીરોઇડઝ એકાદ સપ્તાહ આપવાની ફરજ પડતી હોય છે... ( વાયુ નો લઘુ, ચલ ગુણ અહિ વિચારણીય છે )

બ્રોમેક્ષીન ડ્રાય કફીંગ ની સારવારમાં વપરાતું ઉત્તમ કારગર દ્રવ્ય છે...

મોટાભાગનાઓને ખ્યાલ જ હશે કે આ બ્રોમેક્ષીન એ આપણી વાસા - ભિષક્ માતા અરડૂસી નું ડિરાઇવેટર છે...
આયુર્વેદ માં રક્તપિત્ત નું અમોઘ ઔષધ એવી વાસા.. આજે વિદેશી સંશોધનકર્તાઓની સ્કિલ ના કારણે ખાંસી નું ઉત્તમ ઔષધ તરીકે પ્રસ્થાપિત થયેલ છે...

આ વર્ષે આ સૂકી ઉધરસની સિઝન માં જ્યારે ક્રોનીક સ્ટેજ માં મારી પાસે આવતાં અને વિવિધ એલોપથીક ઔષધ ના અખતરા કરી ભયંકર અનબેરેબલ ખાંસી થી કંટાળી ગયેલ હતાં એવાઓને...
તાજા વાસા પત્ર, કંટકારી પંચાગ તુલસી પત્ર ( તુલસીના અભાવ માં ફુદીનો) ને વરાળમાં બાફી મિક્ષ્ચરમાં ક્રશ કરી એનો સ્વરસ ... ટૂંકમાં પૂરપાકવિધિથી મેળવેલ સ્વરસ બે ચમચી ઘૃત મિશ્રિત દિવસ માં ત્રણથી ચાર વાર...
કેટલાંક ને આનાથી દ્રવ મલપ્રવૃતિ પણ થઈ હતી... પણ ફીકર નોટ...

રાત્રે અને વહેલી સવારે... સૂંઠ નો શીરો... ગરમાગરમ ખાવાની સૂચના આપેલ...

ચારેક ચમચી ઘઉંનો જાડો લોટ (ભૈડકૂ) + એક ચમચી સૂંઠનો પાઉડર... પાંચેક ચમચી ઘી માં સરસ શેકી લેવાનું...

દોઢ બે કપ પાણીમાં દેશી ગોળ આશરે પચાસ ગ્રામ નાંખી ઉકાળી લેવું...

સૂંઠ લોટ સારી રીતે શેકાઈ જાય એટલે બનાવેલ ગોળનું પાણી થોડુ થોડુ ઉમેરી હલાવતાં જવુ ઘી છુટુ પડવા લાગે એટલે શિરો તૈયાર... આવો ગરમાગરમ શિરો ખાવો...

ત્રિદિવસીય પ્રયોગ માં દરદીને રાહત થઈ જાય છે... એમ છતાંય આ સાદા પ્રયોગ એ આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર ના દ્દષ્ટીકોણ થી દરેક સૂકી ઉધરસ ના રોગી માટે જી.પી. નથી... એમાં પણ પરિણામ ના દ્દષ્ટીકોણથી પુરુષં પુરુષં વિક્ષ્યં નો સિદ્ધાંત લાગુ પડે જ છે...

છેલ્લું પણ અંતિમ નહી...
કંટકારી... બ્રોન્કોડાયલેટર તો છે સાથે સાથે એ ડેક્સામેથાસોન સ્ટીરોઇડઝ નું પ્રિકર્શર પણ છે... સર્વે રોગો અપિ મંદાગ્નો એટલે કંટકારી દીપનીય પણ છે...

તુલસી અને ફુદિના માં મેન્થોલ છે જે ગળાની અંદર ની મ્યુકોસોલ મેમ્બ્રેન પર સુથિંગ ઇફેક્ટ કરી બળતરાં અને શોથાવસ્થા દૂર કરવાં સહભાગી થાય છે...

https://youtu.be/57JgFeasSpU
11/02/2023

https://youtu.be/57JgFeasSpU

Mela was organized at Surendranagarઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજનહર ઘર હર દિન આયુર્વ...

Address

Jail Choke
Surendra Nagar
363001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 1pm

Telephone

+912752282603

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Ayurveda Hospital , Surendranagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Government Ayurveda Hospital , Surendranagar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category