Sursagar Dairy

Sursagar Dairy Veterinary medicine is the branch of medicine that deals with the prevention, diagnosis and treatment of disease, disorder and injury in non-human animals.

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી – વઢવાણગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ ...
22/04/2026

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી – વઢવાણ
ગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત
" મહિલા શૈક્ષણિક કાર્યક્રમ "
શ્રી વાવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મહિલા શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ફેડરેશન તરફથી પ્રતિનિધી શ્રીમતી માયાબેન, સુરસાગર ડેરીના કર્મચારી શ્રી પંકજભાઈ તથા શ્રી અરજણ ભાઈ દોરારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાવડી ગામના મહિલા પશુપાલક સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

19/04/2026
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમ જ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગ થી પલાસા દૂધ મંડળી પ...
18/04/2026

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમ જ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગ થી પલાસા દૂધ મંડળી પર તારીખ ૧૭/૧૮-૦૪-૨૦૨૬ ના રોજ મહિલા શૈક્ષણિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં ફેડરેશનના પ્રતિનિધિ માયાબેન અખાણી અને દૂધ સંઘમાં થી પંકજભાઈ તંબોલીયા ,જીવણભાઈ મારૂ અને અનીલભાઈ (સીડી ટીમ ) દ્વારા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું પલાસા દૂધ મંડળી ના પ્રમુખ શ્રી ઝાલાભાઈ ખીમાભાઈ સાંબડ અને મંત્રી શ્રી નવઘણભાઈ વાઘાભાઈ સાંબડ તથા દૂધ ઉત્પાદક ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં બંને દિવસ ભાગ લીધો હતો

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે પાણશીણા ...
08/04/2026

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે પાણશીણા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી ખાતે તારીખ ૭.૪.૨૬ થી ૮.૪.૨૬ દરમ્યાન દિવા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ફેડરેશનના પ્રતિનિધિ શ્રી માયાબેન અખાણી અને દૂધ સંઘ માંથી શ્રી કનકસિંહ પઢીયાર,શ્રી અમિતભાઈ પટેલ , શ્રી પંકજભાઈ તંબોલીયા હાજર રહી દિવા કાર્યક્રમ નો હેતુ ,દિશા સૂચન,કાર્યક્રમ ની જરૂરિયાત,સમુહના નિયમો, બદલાવ તેના પ્રકાર આયોજન પ્રક્રિયા,અમુલ પેટર્ન SWOT એનાલિસિસ, દૂધ સંઘ અને સરકાર તરફથી મળતી તમામ સેવાઓઅને યોજનાઓ,પશુ પોષણ,પશુ માવજત, પશુસંવર્ધન અને પશુઓમાં થતા વિવિધ રોગો,સ્વચ્છ દૂધ ઉત્પાદન વગેરે વિષયો અંગે માહિતી આપવામાં આવેલ મિનરલ મિક્ષ્ચરપાઉડર,એનોમિન, અસાની દવા,ચરમની દવા,પશુને ગરમીમાં આવવાની દવા કેલ્શિયમની બરણી ,કેલિફોર્નિયા મસ્ટાઈટિસ કીટ વગેરે રૂબરૂમાં આપેલ જેમાં દૂધ ઉત્પાદકોએ રસપૂર્વક હાજરી આપેલ અને મંડળીના મંત્રી શ્રી હરપાલસિંહ નો સહકાર સારો મળેલ અને પ્રમુખ શ્રી બળવંતસિંહ
બંને દિવસ હાજર રહેલ ખૂબ ખૂબ આભાર

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે કરશનગઢ (મહિલા) દુધ ઉત્...
04/04/2026

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે કરશનગઢ (મહિલા) દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે મહિલા શિક્ષણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ફેડરેશનના પ્રતિનિધિ શ્રી માયાબેન અખાણી અને દૂધ સંઘમાંથી દૂધ પ્રાપ્તિ વિભાગમાંથી શ્રી નમનભાઈ ભરવાડ, શ્રી જગદીશભાઈ આજરા, શ્રી પંકજભાઈ તંબોલીયા હાજર રહી મહિલા પશુપાલકોને અમુલ પેટર્ન, મહિલા ભાગીદારી, સ્વચ્છ દૂધ ઉત્પાદન, દૂધ મંડળીના ઉદ્દેશો, સભાસદની લાયકાત, ફરજ, હક અને વાર્ષિક સાધારણ સભા નું મહત્વ, ફેટ વધઘટના કારણો, આદર્શ પશુપાલન અને દુધ સંઘ અને સરકારશ્રી તરફથી મળતી વિવિઘ સેવાઓ અને યોજનાઓ વગેરે વિષયો અંગે માહિતી આપવામાં આવેલ છે.

ઝીંઝાવદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી, તા. ચુડા મા વેટેનરી વિભાગના ડોક્ટર શ્રીઓ દ્વારા ભારે જહેમત બાદ સિઝેરિયન કરી ગાયના વિય...
31/03/2026

ઝીંઝાવદર દૂધ ઉત્પાદક સહકારી મંડળી, તા. ચુડા મા વેટેનરી વિભાગના ડોક્ટર શ્રીઓ દ્વારા ભારે જહેમત બાદ સિઝેરિયન કરી ગાયના વિયાણ કરાવી પશુનો જીવ બચાવવામાં આવ્યો જેમાં સભાસદ શ્રી બીજલભાઇ જોગરાણા દ્વારા સમગ્ર વેટરીનરી ટીમ તથા ડૉ બ્રિજેન્દ્ર, ડૉ અલ્પેશ અને ડૉ પરીમલ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Address

Sursagar Dairy, Plot No. 249, Phase-2, Ambawadi G. I. D. C Wadhwan, Surendranagar
Surendranagar District
363035

Alerts

Be the first to know and let us send you an email when Sursagar Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sursagar Dairy:

Share