04/02/2021
વિશ્વ કેન્સર દિવસ : સ્વસ્થ નાગરિક...સશક્ત રાષ્ટ્ર
કેન્સર રોગ પ્રાણઘાતક હોવા છતાં વર્તમાન સમયમાં વિજ્ઞાનની પ્રગતિ, નવા સંશોધનો, અત્યાધુનિક ટૅક્નોલૉજી, નિદાન પ્રક્રિયામાં આધુનિકતા જેવા અનેક પરિબળો દર્દીને કેન્સર રોગ સામેની લડતમાં “વિજય” અપાવવા સજ્જ છે, ઝડપી નિદાન અને યોગ્ય સારવાર દ્વારા કેન્સરના વ્યાપને ઘટાડી મોતના મુખમાંથી ઉગરી શકાય છે.
ખતરનાક અને જીવલેણ કેન્સર રોગને રોકવાના સાવચેતીના પગલા અને તેની સારવાર અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે 4થી ફેબ્રુઆરીએ મનાવવામાં આવતા "વિશ્વ કેન્સર દિવસ" પર સૌજનને મહત્તમ જાગૃત કરી કેન્સર સામેના જંગમાં વ્યસન મુક્તિ, ગુણવત્તાયુક્ત આહાર અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપીએ, ભારતને કેન્સર મુકત બનાવવાનો પ્રયાસ કરીયે.