Skinfinity Skin, Hair, Laser and Cosmetic Clinic

Skinfinity Skin, Hair, Laser and Cosmetic Clinic ચામડી, વાળ, નખ, ગુપ્તરોગ અને કોસ્મેટીક?

18/02/2022
ધાદર એ ફુગથી થતો ચેપી રોગ છે જેને ભેજ અને પરસેવાવાળું વાતાવરણ મળતા ફૂગની વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે. ધાદર ચેપી રોગ હોવાથી એ...
01/07/2021

ધાદર એ ફુગથી થતો ચેપી રોગ છે જેને ભેજ અને પરસેવાવાળું વાતાવરણ મળતા ફૂગની વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે. ધાદર ચેપી રોગ હોવાથી એકબીજાના સંપર્કથી ફેલાઇ શકે છે. નિયમિત અને વહેલી તકે સારવાર કરાવવાથી ધાધર સંપૂર્ણપણે મટી શકે છે.

ઘણા લોકો વર્ષોથી ધાદરથી પીડાતા હોય છે એમણે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો......

૧. દરરોજ સ્નાન કરવું તથા સ્નાન કર્યા પછી શરીરને સારી રીતે કોરું કરવું
૨. ઢીલા, હળવા વજનના સુતરાઉ કપડા પહેરવા. જીન્સ જેવા તંગ વસ્ત્રો પહેરવાનું ટાળવું
૩. ટુવાલ, ચાદર, કાંસકો, સાબુ વગેરેને કુટુંબના બીજા સભ્યોથી અલગ રાખવું
૪. ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા અલગથી ધોવા
૫. આપનાં મોજાં, વસ્ત્રો અને આંતરવસ્ત્રો દરરોજ બદલવા
૬. આંતરવસ્ત્રો સાફ અને ઈસ્ત્રી કરેલાં પહેરવા
૭. કપડાં ગરમ પાણીથી ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવવા
૮. આપના નખ નિયમિત કાપીને ટૂંકા રાખવા
૯. તંગ પગરખાઓ પહેરવાનું ટાળવું (પરસેવા અને ભેજથી ફૂગની વૃદ્ધિ થાય છે)

મિત્રો આજે ૨૫ જૂનના રોજ વિશ્વ વિટિલિગો દિવસ છે. વિટિલિગોને લોકો સામાન્ય રીતે "કોઢ" તરીકે ઓળખે છે તથા તેના વિશે સમાજમાં ત...
25/06/2021

મિત્રો આજે ૨૫ જૂનના રોજ વિશ્વ વિટિલિગો દિવસ છે. વિટિલિગોને લોકો સામાન્ય રીતે "કોઢ" તરીકે ઓળખે છે તથા તેના વિશે સમાજમાં તથા લોકોમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે. આ પોસ્ટમાં આપણે માન્યતાઓ અને હકીકતોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું.

માન્યતા: બધા સફેદ રંગના ચાઠાં વિટિલિગો જ હોય છે
હકીકત: બધા સફેદ રંગના ચાઠાં વિટિલિગો જ હોય એવું જરૂરી નથી. ચામડીનો બીજો કોઈ રોગ થયા પછી પણ ક્યારેક સફેદ ચાઠાં પડતા હોય છે. કરોળિયા તથા જન્મજાત લાખામાં પણ સફેદ રંગના ચાઠાં જોવા મળે છે.

માન્યતા: કાકડી, દૂધ તથા ખાટુ ખાવાથી વિટિલિગો નીકળે છે.
હકીકત: વિટિલિગો એ ઓટોઇમ્યુનિટીથી થતો રોગ છે તેને ખાવા-પીવા સાથે કોઈ જ સંબંધ નથી. આજ સુધી વૈજ્ઞાનિક રીતે આવું કંઈ સાબિત થયું નથી.

માન્યતા: વિટિલિગો એ વારસાગત બીમારી છે
હકીકત: વિટિલિગો થવાના ઘણાં બધાં કારણો છે વારસાગત એમાંનું એક છે. માત્ર ૫ થી ૧૦ ટકામાં જ વારસાગત કારણ હોય છે. જે બાળકને વિટિલિગો થયેલ હોય એના માબાપની તપાસ કરતાં મોટા ભાગના કેસમાં એમને કંઈ થયેલું જોવા મળતું નથી.

માન્યતા: વિટિલિગો શ્રાપ છે ગયા જન્મમાં કરેલા પાપોનું ફળ છે.
હકીકત: વિટિલિગોએ રંગદ્રવ્યો અને રંગકણોના ઓટોઇમ્યુનિટીના લીધે નષ્ટ થઈ જવાથી ચામડીના કોષો પોતાનો રંગ ગુમાવી દે છે અને એ કોઈને પણ થઈ શકે છે.

માન્યતા: વિટિલિગો એકવાર શરૂ થાય પછી એ ઝડપથી આખા શરીરમાં ફેલાઇ જાય છે અને તેની સારવાર થઇ શકતી નથી.
હકીકત: વિટિલિગોને સમયસર અને નિયમિત સારવારથી આગળ વધતો અટકાવી શકાય છે. વિટિલિગોની સારવારમાં વિજ્ઞાન આજે ઘણું આગળ વધી ગયું છે તેમાં મેડિકલ સારવાર ઉપરાંત લાઈટ અને લેસરની સારવાર પણ હવે ઉપલબ્ધ છે. જેને એક વર્ષથી દાગ આગળ વધતા ન હોય તેમાં સર્જરી પણ કરી શકાય છે.

માન્યતા: વિટિલિગો એ ચેપી રોગ છે અને વિટિલિગોના દર્દી ને સ્પર્શ કરવાથી ફેલાય છે
હકીકત: ના તે ચેપી રોગ નથી એટલે એને સ્પર્શ કરવાથી બીજા લોકોને વિટિલિગો થવાનું બિલકુલ જોખમ નથી.

માન્યતા: વિટિલિગો કાળી ચામડી ધરાવતા લોકોમાં વધુ જોવા મળે છે
હકીકત: કાળી ચામડી ધરાવતા લોકોમાં વિટિલિગો થાય તો સફેદ દાગ આજુબાજુની કાળી ત્વચાના સાપેક્ષમાં વધારે સફેદ દેખાય છે. વિટિલિગો થવાનું પ્રમાણ બધા રંગની ત્વચામાં એકસરખું હોય છે.

માન્યતા: વિટિલિગો એ ભયંકર બીમારી છે અને તે માણસ સમાજનો નોર્મલ હિસ્સો બની શકતો નથી તથા લગ્ન કરી શકતો નથી.
હકીકત: વિટિલિગોમાં માત્ર ત્વચાનો રંગ જ જાય છે તેનાથી શરીરમાં અંદર કોઈ નુકસાન થતું નથી. તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય છે અને બીજા માણસોની જેમ સંપૂર્ણરીતે નોર્મલ જિંદગી જીવી શકે છે તથા લગ્ન પણ કરી શકે છે. કેનેડિયન મોડલ વિની હાલો (Winnie Harlow) ને પણ વિટિલિગો હોવા છતાં બિન્દાસ રેમ્પ વૉક કરે છે. વિશ્વવિખ્યાત પોપ સિંગર માઇકલ જેકસનને પણ વિટિલિગો હતો.

અંતે એટલું જ કહેવા માંગીશ કે વિટિલિગોમાં ચામડીનો રંગ જાય છે જીંદગીનો નહિ.

ડૉ.નવિન ચૌધરી (સ્કિન સ્પેશિયાલિસ્ટ, થરાદ)

આથી જણાવવાનું કે ૨૫ જૂનના રોજ વિશ્વ વિટિલિગો (સફેદ દાગ) દિવસ હોવાથી સફેદ દાગ-કોઢના દર્દીઓ માટે ૨૫ જૂન શુક્રવારના રોજ ફ્ર...
21/06/2021

આથી જણાવવાનું કે ૨૫ જૂનના રોજ વિશ્વ વિટિલિગો (સફેદ દાગ) દિવસ હોવાથી સફેદ દાગ-કોઢના દર્દીઓ માટે ૨૫ જૂન શુક્રવારના રોજ ફ્રી નિદાન તથા માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવેલ છે.
જે દર્દીને ઘણા વર્ષોથી મેડીકલ સારવાર ચાલતી હોય છતાં પણ સારું ના થતું હોય તેના માટે રાહત દરે સર્જરી કરી આપવામાં આવશે.

ચામડીના રોગોના નિષ્ણાત ડૉ. નવિન ચૌધરી (એમ. ડી. સ્કિન) હવે થરાદ શહેરમાં.સરનામું: બીજો માળ, બેંક ઓફ બરોડા ની ઉપર, અંબિકાનગ...
18/06/2021

ચામડીના રોગોના નિષ્ણાત ડૉ. નવિન ચૌધરી (એમ. ડી. સ્કિન) હવે થરાદ શહેરમાં.
સરનામું: બીજો માળ, બેંક ઓફ બરોડા ની ઉપર, અંબિકાનગર 2, ડીસા થરાદ હાઇવે, થરાદ
સમય: શુક્રવાર અને શનિવાર, સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી.
કેસ નોંધાવવા માટે સંપર્ક: 9725156123

ધાદરના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો
15/06/2021

ધાદરના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો

😎"Get your confidence back"😎Book your appointment on 9725156123
03/03/2021

😎"Get your confidence back"😎

Book your appointment on 9725156123

Address

Second Floor, Above Bank Of Baroda, Oza Complex, 2, Ambika Nagar Society 2, Highway Road
Tharad
385565

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7am
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm

Telephone

+919725156123

Website

Alerts

Be the first to know and let us send you an email when Skinfinity Skin, Hair, Laser and Cosmetic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Skinfinity Skin, Hair, Laser and Cosmetic Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category