12/10/2025
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરોડા ખાતે પ્લસ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત અગિયાર બુથ અને સાત મોબાઇલ ટીમ દ્વારા ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરોડા ગામના સરપંચશ્રી તથા મેડિકલ ઓફિસરશ્રી ભરોડાના હસ્તે બાળકને પોલિયોની રસીના બે ટીપા પીવડાવી પોલિયો બુથ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
જેમાં આજ રોજ દરેક પોલિયો બુથ ખાતે ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને પોલોયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. તથા બાકી રહી ગયેલા બાળકોને સોમવાર અને મંગળવારે ઘરે-ઘરે મુલાકાત કરી પોલિયોના ટીપા પીવડાવવી તમામ બાળકોને કવર કરવામાં આવશે.
વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરોડાના મેડિકલ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવે છે કે ભારત પોલિયો મુક્ત થઈ ગયો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરી ફેલાવાની શક્યતા રહેલી છે આપના પાંચ વર્ષ સુધીના તમામ બાળકને દર વખતે પોલિયોના ટીપા પીવડાવી ભારતને પોલીયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપો.