26/12/2025
પૃથ્વી પરના તમામ રહસ્ય,આશ્ચ્ર્ય અને સુંદરતામાંથી કોઈ પણ જન્મના ચમત્કાર અને સુંદરતાની તુલના કરી શકાય નહિ.
અહીં આજ પ્રકારેજ એક ચમત્કાર થયો છે અનીષાબાનુ ખત્રીની પુત્રી સાથે.
અનીષાબાનુને અધૂરા મહિને તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ બાળકીનો જન્મ થયો જેમાં બાળકીનું વજન ઓછું (૧.૬૫૦કીલો) હતું તથા બાળક રડ્યું પણ ન હતું. બાળકને તાત્કાલિક યોગેશ્વર હોસ્પિટલ બોડેલી ખાતે લાવવામાં આવ્યું.બાળકને શ્વાસ લેવામાં પણ ખુબ તકલીફ હતી તેથી શ્વાસ ની નળી નાખીને બાળકને શ્વાસ લેવાના મોટા મશીન પર ૭ દિવસ મુકવામાં આવ્યું હતું ઉપરાંત બાળક ના લોહીમાં પણ ચેપ હતો. ડો.ઉન્નતિ પંડ્યા તેમજ સ્ટાફ ની અથાગ મહેનત અને કુશળતા થી બાળક આજે એક્દમ સ્વસ્થ છે અને વજન પણ વધ્યું છે તેથી બાળકને ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બાળકને સમયસર યોગ્ય સારવાર તે પણ PMJAY કાર્ડ હેઠળ તદ્દન મફતમાં મળતાં બાળકના માતાપિતાએ ડૉક્ટર તેમની ટીમ તેમજ હોસ્પિટલનો આભાર માન્યો હતો.